gujjuartist04.blogspot.com
‘સાજણ મારી લાખોમાં એક’
ફિલ્મમાં ભાવનગરનો કલાકાર મુખ્ય વિલન
ગુજરાતી સીરીયલમાં ભજવશે
હીરોની ભૂમિકા
 ભાવનગરના યુવા કલાકાર જિબ્રિલ પરમારની ત્રણ
ગુજરાતી ફિલ્મો ટૂંક સમયમાં રીલીઝ થઇ રહી છે. હાલમાં ચાલી રહેલ ‘સાજણ મારી લાખોમાં
એક’ માં ભાવનગરના આ પ્રતિભાસંપન્ન કલાકાર જિબ્રિલ પરમારે મુખ્ય વિલનની ભૂમિકા ભજવી
છે.

 હાલમાં ભાવનગર સહિત રાજ્યભરમાં ચાલી રહેલ નિર્માતા
નાનજી ચાવડા અને દિગ્દર્શક લાલજી મહેતાની ગુજરાતી ફિલ્મ ‘સાજણ મારી લાખોમાં એક’
માં ગુજરાતી ફિલ્મોની સુપરહિટ જોડી રાજદીપ બારોટ અને રીના સોની છે. જેમાં મુખ્ય
વિલનનું પાત્ર ભજવનાર ભાવનગરના કલાકાર જિબ્રિલ પરમારે એક મુલાકાતમાં જણાવ્યું હતું
કે, ટૂંક સમયમાં ગુજરાતી ટીવી

 સીરીયલ આવી રહી છે. તેમાં તેઓએ મુખ્ય હીરોની ભૂમિકા
ભજવી છે. આ સીરીયલ કોમેડી છે, ઉપરાંત અર્બન સહિત કુલ ત્રણ ગુજરાતી ફિલ્મોમાં
ઉપરાંત નાટકમાં પણ અભિનય આપી રહેલા જિબ્રિલ પરમારને અભિનયનો વારસો પિતા પાસેથી
મળ્યો છે. તેના પિતા ભાનુભાઈ
 પરમારે પણ અરવિંદ ત્રિવેદી અભિનીત ફિલ્મ ‘સૌરાષ્ટ્રનો
સિંહ છેલભાઈ’ તથા ‘દાદા હો દીકરી’ માં પણ અભિનય આપ્યો છે. ભાવનગરમાં વેસ્ટર્ન
ડાન્સની શરૂઆત કરનાર ભાનુભાઈ પરમાર ‘ભાનુ એન્ડ પાર્ટી’ ચલાવતા હતા. આમ અભિનયની કલા
જિબ્રિલ પરમારને વારસામાં જ મળી છે. ભાવનગરની વળીયા કોલેજમાં બીકોમ થયેલા જિબ્રિલ
પરમારે ૨૦૧૦ – ૧૧ માં નેશનલ ફેસ્ટીવલમાં ભાગ લીધો હતો. અભિનેતા તરીકે શ્રેષ્ઠ
અભિનય બદલ અનેક એવોર્ડ પ્રાપ્ત કરનારા ભાવનગરના આ પ્રતિભાશાળી કલાકાર જિબ્રિલ
પરમાર અભિનયક્ષેત્રે વધુને વધુ સફળતા મેળવે તેવી શુભેચ્છકો દ્વારા શુભેચ્છા પાઠવાઈ
છે. 
 
0 comments:
Post a Comment