This is default featured slide 1 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

Showing posts with label avinash vyas. Show all posts
Showing posts with label avinash vyas. Show all posts

Sunday 21 January 2018

avinash vyas

gujjuartist04.blogspot.com
અવિનાશ વ્યાસના હિન્દી ફિલ્મ ગીતો

    તેમના નામને અનૂરૂપ, ગુજરાતી સુગમ સંગીત પર તેમના આશરે ૧૨૦૦૦ જેટલા ગીતોથી, અવિનાશ વ્યાસ (૧૯૧૨ – ૧૯૮૪) તેમની અવિનાશી છાપ મુકતા ગયા છે. ૧૯૦ જેટલી ગુજરાતી ફિલ્મોના ૧૨૦૦ જેટલા ગીતોના પ્રમાણમાં ૬૨ હિન્દી ફિલ્મોના ૫૦૦ થી પણ વધુ ગીતોનું પ્રદાન પણ નોંધપાત્ર જણાય. હિન્દી ફિલ્મ જગતના ખાસ્સા સફળ સંગીતકારો ખય્યામ (આશરે ૪૨ ફિલ્મ), મદન મોહન (આશરે ૯૫ ફિલ્મ), રોશન (૫૭ ફિલ્મ), સલીલ ચૌધરી (૭૦ ફિલ્મ) ના પ્રમાણમાં અવિનાશ વ્યાસનું હિન્દી ફિલ્મોને ક્ષેત્રે યોગદાન સંખ્યામાં કે કાર્યકાળ (૧૯૪૩ થી ૧૯૮૪ – ૮૫) ની દ્રષ્ટીએ નગણ્ય ગણાય એટલું નથી. તેમ છતાં, માત્ર તેમના પૌરાણિક ગીતોને પ્રમાણમાં મળેલી વધારે વ્યાવસાયિક સફળતાને કારણે તેમનું નામ ગુજરાતી ફિલ્મ સંગીત સાથે વધારે એકરૂપ થયેલું જણાય છે.
   
અવિનાશ ભાઈને તો ક્રિકેટર થવું હતું. પણ નિયતિ તેમને સંગીતની દુનિયામાં ખેંચી ગઈ. તેમની શરૂઆતની તાલીમ તેમણે ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાં સાહેબ જેવા ગુરુ પાસેથી લીધી. કારકિર્દીની પ્રારંભ એચ.એમ.વી. ના ‘યુવા સંગીત’ વિભાગથી થયો. ત્યાં તેઓ (ફિલ્મ સંગીતમાં એ.આર.કુરેશી તરીકે જાણીતા) ઉસ્તાદ અલ્લારખાં સાહેબના ગાઢ સંપર્કમાં આવ્યા અને તેમની સાથે ૧૯૪૩ માં ‘મહાસતી અનસુયા’ નું સંગીત આપવાની તક મળી. શરૂઆતના વર્ષોમાં તેમને ભાગે કઠણાઈઔ અને અડચણો તો આવી. પણ અવિનાશ વ્યાસે ન તો વિપરીત સંજોગોમાં કે ન તો સાફલ્ય ઘડીઓમાં તેમની સર્જનાત્મકતાને કુંઠિત થવા ન દીધી. ગીતાદત્તના અવાજમાં, પૌરાણિક ફિલ્મોના તેમના ગીતો બહુ જ લોકપ્રિય થયા. ‘નાગમણી’ (૧૯૫૭) ના ‘આજ નારી તો કલા’ જેવા અનેક કર્ણપ્રિય અને બેહદ લોકપ્રિય ગીતોને કારણે અવિનાશ વ્યાસ – ગીતાદત્તની એ પ્રકારના ગીતોની એક આગવી ઓળખ ઉભી થઇ ચુકી હતી. પણ અવિનાશભાઈ ગીતાદત્તના કંઠમાં ‘આધી રોટી’ (૧૯૫૭) નું હાલરડું ‘સો જા મેરે લાલ’ પણ એટલી જ ખૂબીથી રજુ કરતા અચકાયા નહોતા. ગીતાદત્ત સાથેના તેમના સહપ્રવાસના પ્રભાવ હેઠળ તો ગીતાદત્તે તેમની પોતાની બંગાળી ભાષા કરતા (બંગાળી લિપિમાં લખીને) ગુજરાતીમાં વધારે ગીતો ગાયા તેમ કહી શકાય. જોકે અવિનાશ વ્યાસના હિન્દી ફિલ્મ જગત સાથેના સંબંધો કેટલા ગાઢ હશે કે હિન્દી ફિલ્મ જગતના દરેક પાર્શ્વગાયકે ગુજરાતી ગેર – ફિલ્મી ગીતો પણ તળ ગુજરાતી લઢણમાં ગાયા.
    અવિનાશ વ્યાસને તેમની ફિલ્મો માટે બજેટ તો હંમેશ મર્યાદિત જ મળતું. કદાચ તેથી તેમણે તે સમયની પ્રથમ હરોળની ન કહી શકાય એવી પાર્શ્વગાયિકાઓ સાથે પણ કામ કર્યું. ‘અધિકાર’ (૧૯૫૪) માં મીના કપૂરના કંઠમાં ગવાયેલું ‘એક શરતી હૈ એક ગગન’, સુધા મલ્હોત્રાનું ‘અંધેરી નગરી ચૌપટ રાજા’ (૧૯૫૫) નું ‘કોઈ દુખિયારી આઈ તેરે દ્વાર’, શમશાદ બેગમના કંઠમાં ‘ભક્તરાજ’ (૧૯૬૦) નો મુજરો ‘તેરે બંગલેકી મૈ મૈના’, ગોહરબાઈ અંબાલાવાલીના સ્વરમાં ‘હર હર મહાદેવ’ (૧૯૫૦) નું ‘રિતુ અનોખી પ્યાર અનોખા’, મધુબાલા ઝવેરીના સ્વરમાં ‘રાજરાણી દમયંતી’ (૧૯૫૨) નું ‘ચમક રહે તારે’ જેવા વૈવિધ્યપૂર્ણ ગીતો તેમની પ્રયોગશીલતા અને સર્જનાત્મકતાની ગવાહી આપે છે. જયારે પણ તક મળી ત્યારે તેમણે આશા ભોંસલે સાથે હળવા મૂડના ‘અધિકાર’ (૧૯૫૪) ના ‘બી.એ.એમ.એ.બી.એડ.’ જેવા ગીત કર્યા તો ‘મલ્લિકા-એ-આલમ નૂરજહાં’ (૧૯૫૪) ના ‘સુન ભી લે પરવરદિગાર, દિલકી ઇતની સી પુકાર’ જેવા દર્દીલા ગીતોના પ્રયોગ પણ એટલી જ આસાનીથી કર્યા. લતા મંગેશકરના અવાજનો તેમણે ‘કૈલાશપતિ’ (૧૯૬૧) ના ‘જા રે બાદલ જા’ જેવા ગીતોમાં પણ એટલો જ સ્વાભાવિક ઉપયોગ કર્યો.
    પુરુષ પાર્શ્વગાયકોમાં કિશોર કુમારની તે સમયની તોફાની ઓળખને ‘અધિકાર’ (૧૯૫૪) ના ‘તિકડમ બાજી, મિયાં બીબી રાજી, તો ક્યાં કરેગા કાજી’ જેવા ચુલબુલા ગીતોમાં તેટલા જ પ્રાવીણ્યથી ઉજાગર કરી. તો ‘અંધેરી નગરી ચૌપટ રાજા’ (૧૯૫૫) ની ગઝલ ‘દિલ જલ રહા હૈ’ માં તલત મહેમૂદના સ્વરને પણ પુરતો ન્યાય આપ્યો. કવિ પ્રદીપજીના સ્વરમાં તેમણે રચેલા ‘તેરે દ્વાર ખડા ભગવાન’ (વામન અવતાર-૧૯૫૫) જેવા ગીતો પર તો સિક્કા પડતા. તો તે સાથે તેમણે પ્રથમ હરોળના અન્ય ગાયકો મોહમ્મદ રફી, (પોલં પોલ, લક્ષ્મી-૧૯૫૭), મન્નાડે (જાને ભી દે કિસ્મતકી નાવ, ભાગ્યવાન-૧૯૫૩), હેમંતકુમાર (બડે બડે ઢુંઢે પહાડ, જગદગુરુ શંકરાચાર્ય-૧૯૫૫) સાથે પણ એટલી જ સ્વાભાવિક ક્વોલીટીથી કામ કર્યું. ‘અંધેરી નગરી ચૌપટ રાજા’ નું સુધા મલ્હોત્રા અને તલત મહેમૂદનું ‘એક બાર તો મિલ લો ગલે’, સુલોચના કદમ અને મુકેશના સ્વરમાં ‘હર હર મહાદેવ’ (૧૯૫૦) નું ‘ટીમ ટીમા ટીમ તારે’ જેવા તેમના યુગલ ગીતો પણ તેમના લોકપ્રિય એકલ ગીતો જેટલા પ્રયોગશીલ, તેટલા જ સિધ્ધહસ્ત જણાય છે.   
    હિન્દી ફિલ્મ સંગીતના ક્ષેત્રે અવિનાશ વ્યાસની કુલ ફિલ્મોની અડધાથી વધારે ફિલ્મોની ૧૯૫૩ થી ૧૯૬૨ ના સમયકાળ દરમ્યાન થઇ આમ તે સમયગાળો તેમની હિન્દી ફિલ્મ જગતમાં વ્યસ્તતાનો ઉત્તમ સમય કહી શકાય. ૧૯૫૭ ના એક જ વર્ષમાં ૭ ફિલ્મોની શિરમોર કામગીરીની સાથે ૧૯૫૪, ૧૯૫૫ અને ૧૯૫૮ માં દરેક વર્ષની પાંચ પાંચ ફિલ્મોએ તેમની કુલ ફિલ્મોનો ત્રીજો ભાગ જેટલો ફાલ આપ્યો. જો કે એ સિવાયના વર્ષોમાં પણ તેમની હાજરી નિયમિત સ્વરૂપે તો જોવા મળતી જ રહી. ૧૯૫૩ માં આવેલી વ્હી. શાંતારામની અનોખી સામાજિક ફિલ્મ ‘તીન બત્તી ચાર રસ્તા’ ના ભારતીય પ્રાંતોની અલગ અલગ લાક્ષણિકતા રજુ કરતા બહુભાષી ગીતમાં ગુજરાતી સમાજના નિરૂપણ સમો ટુકડો રચવા માટે અવિનાશ વ્યાસને મળેલું આમંત્રણ, તેમના હિન્દી ફિલ્મ જગતના પદાર્પણના એક જ દાયકામાં તેમણે ઊભા કરેલા તેમના આગવા સ્થાનનો પુરાવો ગણી શકાય.
    ‘મહેંદી રંગ લાગ્યો’ (૧૯૬૦) ની ગુજરાતી સિનેમાક્ષેત્રની અભૂતપૂર્વ સફળતાને કારણે અવિનાશ વ્યાસનું ધ્યાન ગુજરાતી ફિલ્મો તરફ વધારે ઢળ્યું હશે. ત્યાં પણ ૭૦ ના દાયકામાં લોકકથા આધારિત ફિલ્મોના જુવાળમાં અવિનાશ વ્યાસ એક દીવાદાંડી બની રહ્યા. સ્થાનિક લોકગાયકોને ફિલ્મ સંગીતના ક્ષેત્રમાં લાવવાનો તેમણે બહુ જ સ્તુત્ય પ્રયોગ પણ સુપેરે આદર્યો હતો. અવિનાશ વ્યાસના જન્મ દિવસ નિમિત્તે અતુલ્સ સોંગ-અ-ડે એ તેમના લતા મંગેશકરના સ્વરના ‘કૈલાસપતિ’ (૧૯૬૨) ના ‘હે પર્વત તુમસે પાર્વતી પૂછ રહી હૈ કરકે બિનતી’ વડે અંજલી આપી છે. અવિનાશ વ્યાસની આ જગત પરથી ભૌતિક વિદાયના ૨૦ મી ઓગસ્ટના દિવસે તેમની સંગીત સફરના સમગ્ર કાર્યકાળને આવરી લેતા તેમના મુંબઈ અને અમદાવાદ શહેરો પરના તેમના ગીતોને યાદ કરીએ.

અમે મુંબઈના રહેવાસી – મંગળફેરા (૧૯૪૯) – ગીતાદત્ત, ચુનીલાલ પરદેશી, એ.આર.ઓઝા
આ મુંબઈ છે, જ્યાં ભૈ કરતા જાજી બૈ છે – મહેંદી રંગ લાગ્યો (૧૯૬૦) – મન્નાડે
અમે અમદાવાદી – સંજય ઓઝા
હું અમદાવાદનો રીક્ષાવાળો – માબાપ (૧૯૭૭) – કિશોરકુમાર
હું અમદાવાદની નારી – કંકુની કિંમત (૧૯૮૩)

n  ગજ્જર નીલેશ 

facebook fan club

banner add

slider

This is chhello divas movie

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.
This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

This is default featured slide 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

This is default featured slide 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

This is default featured slide 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

Unordered List

ABCD

movie detail

Document