This is default featured slide 1 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

Showing posts with label gujarati filmo ni gaikal. Show all posts
Showing posts with label gujarati filmo ni gaikal. Show all posts

Wednesday 30 October 2019

gujarati filmo ni gaikal part 9

http://www.gujaratifilm.co.in/

ગુજરાતી ફિલ્મોની ગઈકાલ (ભાગ – ૯)


ગુજરાતી ફિલ્મ સંગીતમાં જે હવે ખૂટે છે તે તેનું ‘ગુજરાતીપણું’. કારણ કે બંગાળી ગીત આપણને બંગાળની ભાષા ન ખબર હોય તો પણ સાંભળીને ખબર પડે કે આ બંગાળનું છે અથવા બીજું કોઈ ગીત મહારાષ્ટ્રનું કે પંજાબનું છે. ગુજરાતી સંગીત કયુ? અવિનાશ વ્યાસે આ વિષે ખૂબ વિસ્તારથી ચર્ચા કરી હતી. આપણે ‘આપણાપણું’ જે છે, તે જાળવી શક્યા છીએ કે નહિ? ના જાળવી શકવાનું કારણ આપણે નકલ કરીને મેળવી લેવાની વૃત્તિવાળા માણસ છીએ. તમારે જો રહેમાનની કોપી કરવી હોય તો ગુજરાતીપણું ક્યાં રહ્યું? આપણા ગુજરાતીઓની જે માનસિકતા છે, તે વ્યાપારની છે. કોઈપણ હિસાબે વ્યાપાર કરીને ગુજરાતી ફિલ્મને ચલાવો. ઉપરાંત એવું પણ આવે છે કે, કોઈ કરતુ નથી તો આપણે તેવું કરીને શું કામ છે? અથવા તો તમે એકલા શું કરી શકવાના છો?
        આપણને કોઈ કહે કે તે, જે તે મોલ જોયો? તો ન જોયો હોય તો અફસોસ થાય છે. પરંતુ, એ જ સ્થાને જો કોઈ પૂછે કે તે, ‘પિયાનિસ્ટ’ ફિલ્મ જોઈ. તો ન જોઈ હોય તો એટલો અફસોસ થતો નથી. આમ કલા પ્રત્યેની આપણી રૂચી ક્ષીણ થતી જાય છે.
        એવું કયું તત્વ છે જે સાર્વત્રિક છે? એવી કઈ વસ્તુ છે જે લોકોને તેનું ‘ગુજરાતીપણું’ કે ‘મરાઠીપણું’ એનાયત કરે છે. તો તે છે તેમની ‘સંસ્કૃતિ’. આમ, સંગીત પણ જે તે સંસ્કૃતિ પ્રમાણે બદલાય છે. ઉત્તર ગુજરાતમાં આપણે બનાસકાંઠા કે સાબરકાંઠા તરફ જઈએ તો તેમના સંગીતમાં રાજસ્થાની સંગીતની છાંટ જોવા મળે છે. તે સાહજિક છે. કારણ કે તે પ્રદેશ રાજસ્થાનથી એટલો નજીક છે. આમ, “બાર ગાઉએ બોલી બદલાય”. તેમ ત્યાનું સંગીત પણ બદલાતું રહે છે. સંગીતનું કામ કવિતાને માત્ર પ્રસારવાનું જ નથી. આ જ રીતે કવિતાનું કામ માત્ર અઘરી વાતો જ કરવાનું નથી. નહિ તો ચં.ચી.મહેતા એવું ન લખી શક્યા હોત કે, “કલુડી કુતરીને આવ્યા ગલુડિયા, ચાર ધોરા ને ચાર કાબરીયા”. એવી જ રીતે એક ગીત હતું. “ધના ધતુડી પતુડી.....”. જે દિલીપ ધોળકિયાનું ગીત હતું.
        “સાથીયા પુરાવો દ્વારે.....” ગરબો તેમજ “જશોદાના કાન.....” ગીત પણ દિલીપ ધોળકિયા દ્વારા ગવાયેલું ગીત છે. ત્યારબાદ, ‘સત્યવાન સાવિત્રી’ ફિલ્મમાં “એમ તો જવાય ના.....” ગીત લોકોની સરાહનાને પાત્ર બન્યું હતું. ‘કંકુ’ ફિલ્મનું ગીત “મુને અંધારા બોલાવે.....” ગુજરાતી ફિલ્મ સંગીતના ઉત્તમ ગીતોમાં સામેલ છે. તેના શબ્દો પણ ખૂબ સરસ છે. આ જ ફિલ્મનું ગીત “પગલું પગલામાં અટવાયું.....” ગીત પણ સરસ છે.
        સૌરાષ્ટ્રના અમુક ક્ષેત્ર અને જુનાગઢ તેના મુસ્લિમ ઈતિહાસને કારણે. ત્યાના સંગીતમાં મુસ્લિમ સંગીતની છાંટ જોવા મળે છે. તે કારણે “નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે.....” ગીતમાં ઠુમરીનો અંદાઝ આવે છે.
        “મારા તે ચિત્તનો ચોર રે મારો સાંવરિયો.....” તે ‘અખંડ સૌભાગ્યવતી’ ફિલ્મનું ગીત લોકપ્રિય થયેલું. આમાં સંગીત કલ્યાણજી આણંદજીએ આપ્યું હતું. તે ફિલ્મનું બીજું ગીત “તને સાચવે સીતા સતી..... અખંડ સૌભાગ્યવતી.....” ખૂબ પ્રચલિત બન્યું હતું. આ ગીતમાં શાસ્ત્રીય સંગીતનો સ્પર્શ થયો હતો.
        “અતડા હોલે ને જરા, મોતીડા નહિ રે જડે.....” ગીત ‘કસુંબીનો રંગ’ નામની ફિલ્મનું છે. જે ગીત પણ ખૂબ લોકપ્રિય થયું હતું.
        ત્યારબાદ, ગુજરાતી ફિલ્મ સંગીતના નામ સાથે જેનું નામ જોડવું હોય તો ન ભૂલી શકાય તેવા પુરુષોત્તમ ઉપાધ્યાયને યાદ કરવા પડે. તેમણે આશરે ૪૦ ફિલ્મોને સંગીત આપ્યું હતું. તેમનું ગીત “હરિ હળવેહળવે હંકારે.....” તે ‘લીલુડી ધરતી’ ફિલ્મનું છે. જે ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. પુરુષોત્તમ ઉપાધ્યાય એ સારંગ રાગ અને તેના નજીકના રાગોનો ઉપયોગ કરીને એક ગીત બનાવ્યું હતું. જે આજે પણ મોબાઈલના રીંગટોન તરીકે વપરાય છે. તે ગીત હતું, “માં એ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે.....”. આ ગીતમાં તળ ગુજરાતી કરતા શાસ્ત્રીય સંગીતનો ઉપયોગ વધારે છે.
        “કૃષ્ણ-સુદામાની જોડી.....” ગીત જે કાંતિ અશોકનું લખેલું છે. તે સંવાદ શૈલીમાં લખવામાં આવ્યું હતું. નીરુ મઝુમદારે ખૂબ ઓછું સંગીત આપ્યું. તેમનું ગીત “મારા સાયબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ......” જાણીતું થયેલું. “આ રંગ ભીના ભમરાને કહો ને કેમ કરીને ઉડાવું.....” ગીત રાજુલ મહેતાએ ગાયેલું અને નીનુ મઝુમદારે સંગીત આપેલું.
        ત્યારબાદ આસિત દેસાઈની એક ફિલ્મ આવી. તે હતી ‘સમયની સંતાકુકડી’. તેનું સંગીત પ્રખ્યાત થયેલું. ‘રજત ધોળકિયા’ એ ‘હું હુંશી હુંશીલાલ’, ‘ધ ગુડ રોડ’, ‘ચિત્કાર’ વગેરે ફિલ્મનું સંગીત આપ્યું. ‘હું હુંશી હુંશીલાલ’ ના ગીત પરેશ નાયક દ્વારા લખાયેલા. આ ફિલ્મની અંદર ખૂબ કહેવાય તેવા ૨૦ ગીતો છે.
        રજત ધોળકિયા જેઓ દિલીપ ધોળકિયાના પુત્ર છે. તેમણે પણ ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું.
       
મહેશ-નરેશની જોડીએ ગુજરાતી ફિલ્મોમાં ઘણા ગીતો આપ્યા. “ઓરી આવે તો તને વાત કહું ખાનગી, કે તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી.....” એ ગીત પણ લોકમુખે ચડી ગયું હતું. આમ, આવા સામાન્ય માનવીની બોલચાલની ભાષામાં થયેલા ગીતો ઘણા લોકપ્રિય થયેલા.
        મુકેશ માવળંકરનું જાણીતું ગીત, તેમાં સંગીત પરેશભાઈએ આપેલું. તે “એકલ દોકલ વરસાદે એવી ભીંજાતી હું.....” હતું. આ સિવાય ‘તમે રે ચંપો ને અમે કેળ’, ‘વણઝારી વાવ’, ‘જોગ સંજોગ’, મેરૂ માલણ’ વગેરે જેવી જાણીતી ફિલ્મોમાં મહેશ નરેશનું સંગીત હતું.
        મોહન બલસારા નામના એક વ્યક્તિએ ‘કુમકુમ પગલા’ ફિલ્મમાં સંગીત આપેલું. ‘કાશીનો દીકરો’ ફિલ્મમાં ક્ષેમુ દિવેટિયાના ગીતો હતા.
        દરેક વસ્તુ પૈસાથી તોળતા ગુજરાતીઓને સંગીત અને કલાની વાત સમજાવવી અઘરી છે.બાકી આપણો ઈતિહાસ પુરવાર કરે છે કે ગુજરાતમાંથી જ ફિલ્મોનો ઉદભવ થયો. ગુજરાતના સંગીત બંગાળના સંગીતમાં કંઈ વધારે ફરક નથી. બંનેમાં ઘણી બધી સામ્યતાઓ છે. આમ, ગુજરાતીઓને આવડતું નથી, એવું નથી. પરંતુ, તે તરફની વૃત્તિ કેળવવાની જરૂર છે. રાજકોટના એવા પંકજ ભટ્ટ તરફથી ‘કેસર ચંદન’, ‘મોતી વેરાણા ચોકમાં’ વગેરે જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
        ત્યારબાદ વડોદરાના શશાંક રજનીશ એ ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. તે મૂળ મરાઠી હતા. તેમણે ૨ કે ૩ ફિલ્મો કરી. જેમાં એક ફિલ્મ ધ્યાનાકર્ષક હતી. તે મૂક ફિલ્મ હતી. ગુજરાતીની તે માત્ર એક જ પ્રાદેશિક મૂક ફિલ્મ છે. તેનું નામ ‘સાદ’ હતું. તેનું સંગીત તેમણે કરેલું. તે પર્યાવરણ પર આધારિત હતી. તેમાં આલાપ, કોરસ અને વાદ્ય સંગીત વાપરવામાં આવ્યું હતું.
        વિક્રમ પાટીલ તરફથી પણ એક ફિલ્મ બની. ‘રૂમાલ મારો લેતા જજો’. મહેશ વિનોદ નામના પણ એક ગુજરાતી સંગીતકારનું નામ લેવું રહ્યું. જેમણે ગુજરાતી ફિલ્મ સંગીતમાં પોતાનું યોગદાન આપેલું.
        મેહુલ સુરતીએ પણ અમુક ફિલ્મોમાં સંગીત આપ્યું. ‘નર્મદા તારા વહી જતા પાણી’, ‘કેવી રીતે જઈશ’ ‘પાસપોર્ટ’, મોન્ટુ ની બિટ્ટુ’ અને હવે રીલીઝ થશે ‘હેલ્લારો’.
        ઘણીવાર એવા પ્રશ્નો પુછાય છે કે ફિલ્મોમાં સંગીત કેમ હોવું જોઈએ? આ સંગીતના પાછા બે ભાગ છે. આપણી ફિલ્મોમાં ગીતો એ એક અનિવાર્ય અંગ છે. આપણે ત્યાં કોઈ ફિલ્મ ગીતો વગર હોય તેવું ભાગ્યે જ બનતું હોય છે. એક કે બે ગીત હોય તો પણ આપણને તે ઓછા લાગે છે. અંગ્રેજી ફિલ્મોમાં ગીતો હોતા નથી. પરંતુ, ‘ટાઈટેનિક’ ફિલ્મમાં એક ગીત છે. તો તે ફિલ્મ ખૂબ જ પ્રભાવ પાડે છે. આમ તો અંગ્રેજી ફિલ્મો એક દોઢ કલાકની જ હોય છે. તે પણ એક કારણ હોય કે તેઓ ગીતો રાખીને લંબાઈ વધારવા ન માંગતા હોય અથવા તો આપણે ત્યાં ફિલ્મને ત્રણ કલાકની બનાવવા માટે શું તેમાં અડધા પોણા કલાકના ગીતો ઉમેરવામાં આવે છે? ના, ગીતો તેના પ્રભાવના કારણે ફિલ્મોમાં અસ્તિત્વ ધરાવે છે. આપણે ત્યાં લોક સંસ્કૃતિમાં પણ હાલરડાં થી લઈને મરસિયા સુધીના ગીતો છે. આમ, ફિલ્મો તે આ જ સંસ્કૃતિનું પ્રતિબિંબ પાડે છે અને ગીતોવાળી હોય છે.
        મરાઠીમાં એક ફિલ્મ બની છે. ‘અનાહત’. તેનું દિગ્દર્શન અમોલ પાલેકર દ્વારા થયું છે. સંપૂર્ણ ફિલ્મમાં માત્ર એક જ વાદ્ય મારફતે સંગીત ઉભું કરવામાં આવ્યું છે. તે વાદ્ય ‘પખાવજ’ છે. તે ફિલ્મમાં આ વાદ્ય વગાડતા પણ બતાવવામાં આવે છે. આ સિવાય સંપૂર્ણ ફિલ્મમાં કોઈ સંગીત નથી.
        આમ, જયારે પ્રશ્ન આવે છે કે ફિલ્મોમાં ગીતો કેમ લેવા જોઈએ ત્યારે તેનો જવાબ કરી શકાય કે, તે દ્વારા ફિલ્મનું પરિમાણ વધે છે. જેમ કે ઘણા લોકોને ‘થ્રી ડી’ ફિલ્મ એટલે શું તે પૂછવામાં આવે તો જવાબ મળે છે કે, ‘થ્રી ડી’ એટલે ચશ્માં પહેરીને જોવાનું હોય તેવી ફિલ્મ. આમ, તેમને ‘થ્રી ડાયમેન્શન’ ની ખબર જ હોતી નથી. તેવી જ રીતે ફિલ્મમાં સંગીત ઉમેરવાથી એક વધુ પરિમાણ ઉમેરાય છે. એ સહજ રીતે ખબર પડતી નથી. પણ, આપણા અચેતન મનને તે સીધી જ અસર કરે છે. તે ફિલ્મમાં મજા કે મનોરંજનનું વધારાનું તત્વ પણ ઉમેરે છે.
        ગુજરાતી ફિલ્મોની એક સમસ્યા સિનેમાઘરોની પણ છે. આજે કોઈ ગુજરાતી ફિલ્મ બની હોય તો તેને બધા સિનેમાઘરો રીલીઝ કરતા નથી. “જંગલ મેં મોર આયા કિસને દેખા” જેવી વાત છે. પછી, તેઓ બળાપો કાઢે કે લોકો જોતા નથી અને લોકો કહે કે જોવા મળતી નથી. આજે હિન્દી ફિલ્મોમાં પણ એવું થાય છે કે એક ફિલ્મ ગમી હોય તો પણ તે અઠવાડિયામાં ઉતરીને જતી રહે છે. તેને બીજીવાર જોવાની તક મળતી નથી. પહેલા એવું હતું કે કોઈ ફિલ્મ ચાલતી હોય તો ચાલતી જ રહે. જેને કહી શકાતું હતું કે ત્રણ ચાર અઠવાડિયા ચાલી. દા.ત. ‘શોલે’ ફિલ્મ પચ્ચીસ અઠવાડિયા ચાલી. આવું આજે બનતું નથી. આવા સમયે કોઈ ગીત વગરની ફિલ્મનું ભવિષ્ય અંધારામાં જ હોય તો કોઈ નવાઈ નથી. ફિલ્મને સિનેમાઘરમાં કેટલો સમય ચલાવી તે કલાકાર ન હોય તેવા માણસો નક્કી કરતા હોય છે. સામાન્ય માણસને તો ખબર જ ન હોય કે તેમનું શું છીનવાઈ ગયું. દા.ત. કોઈ એકદમ નાના બાળકની માં ગુજરી જાય અને તેને ખબર જ ન હોય કે માં ગુજરી ગઈ એટલે શું થયું. તે જ રીતે આપણી પાસેથી આપણી જ સંસ્કૃતિ, આપણી જ ફિલ્મ અને આપણું જ સંગીત ઝૂંટવાઈ ગયું અને આપણને ખબર જ ના પડી. બધાની સાથે હરીફાઈમાં ઉતારવાની લાયમાં ને લાયમાં આપણે વિશિષ્ટતા ગુમાવી બેઠા. જયારે ભાષા જ આપણી પાસે રહી નહિ ત્યારે આપણી સભ્યતા જતી રહી. આવા સમયે આપણે ગીત વગાડીએ કે, “ડેલીએથી પાછા વળજો ઓ શ્યામ.....” તો આજની પેઢીને ‘ડેલી’ શું તે જ ખબર ન હોય. તેમને ‘Daily’ શું તે ખબર હોય પણ ‘ડેલી’ શબ્દ ન આવડે.
        ‘કાશીનો દીકરો’ ફિલ્મનું “ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા, છતાં નાગલા ઓછા પડ્યા રે લોલ.....” ગીત લોકોને ખૂબ ગમ્યું. તેનું સ્વરાંકન વિશિષ્ટ છે. “મારી આંખે કંકુના સુરજ આથમ્યા.....” ગીત સરસ છે. “કેવા રે મળેલા મનના મેળ.....” ગીત પણ ઉલ્લેખનીય છે. “જીણા જીણા રે આંખેથી અમને ચાહ્યા.....” ગીત પણ આ ફિલ્મમાં સરસ છે.
        ગીતોનો ફિલ્મ સાથે મેળ ત્યારે ખાય જયારે તે જે તે દ્રશ્ય સાથે તે તાદાત્મ્યતા બેસાડી શકે અથવા તો બંધબેસતું હોવું જોઈએ. બાકી કોઈ ગીત મારી મચડીને કોઈપણ દ્રશ્ય સાથે જોડી દેવું, તે જરૂરી નથી.


        સીને રિપોર્ટર ગજ્જર નીલેશ

gujarati filmo ni gaikal part 8

http://www.gujaratifilm.co.in/

ગુજરાતી ફિલ્મોની ગઈકાલ (ભાગ – ૮)
અજીત મર્ચન્ટ
અજીત મર્ચન્ટની વિશેષતા એ હતી કે તેઓ શાસ્ત્રીય સંગીત અને પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીતના ખાસા જાણકાર હતા. તેમનું ખૂબ જ જાણીતું ગીત, જેને દિલીપ ધોળકિયાએ ગાયું હતું. ‘તારી આંખનો અફીણી.....’ ગીત લોકજીભે ચડી ગયું હતું. (આ ગીત મૂળ વેણીભાઈ પુરોહિતનું છે.) સુગમ સંગીતના કાર્યક્રમમાં આ ગીત ખૂબ જ ગવાયું. આ ગીતની શરૂઆતમાં પાશ્ચાત્ય સંગીતની ધૂન છે. જેમાં ‘પિયાનો’ નો ઉપયોગ થયો છે. ત્યારબાદ ગીત શરૂ થાય છે. તેમની ‘કરિયાવર’ નામની ફિલ્મમાં ‘ગોરી જાજા રહીયેના ગુમાનમાં.....’ ગીત સરસ હતું. આ ગીત મુકેશ અને ગીતા રોય દ્વારા ગવાયું હતું. તેમણે કુલ ૯ ફિલ્મોમાં કામ કર્યું. જેમાંથી ૮ રીલીઝ થઇ અને એક થઇ શકી નહિ.
તમને અમે બિલકુલ યાદ કરતા નથી. કારણ કે તમને અમે ભૂલ્યા જ નથી.” એવો ચબરાકીયો સંવાદ કેટલાક કિસ્સામાં શબ્દશઃ સાચો પડતો હોય છે. સંગીતકાર અજીત મર્ચન્ટની વાત કંઇક એ જ પ્રકારની હતી.
૮૮ વર્ષના દીર્ઘ, તંદુરસ્ત અને સંગીતમય જીવન દરમિયાન અજીત મર્ચન્ટની ખ્યાતી મુખ્યત્વે ‘તારી આંખનો અફીણી....’ ના સંગીતકાર તરીકેની ફિલ્મ ‘દીવાદાંડી’ (૧૯૫૦ નું વેણીભાઈ પુરોહિતે લખેલું. દિલીપ ધોળકિયાએ ગાયેલું) એ ગીત ગુજરાતીઓએ ત્રણ પેઢીથી પ્રચંડ લોકપ્રિયતા ધરાવે છે. પરંતુ ૧૯૪૦ ના દાયકાની મધ્યથી શરૂ થયેલી અજીત મર્ચન્ટની સંગીત સફર જીવનના અંતભાગ સુધી, લગભગ સિત્તેર વર્ષ એક યા બીજા સ્વરૂપે ચાલુ રહી. મૃત્યુના થોડા સમય પહેલા અજીત મર્ચન્ટ અને દિલીપ ધોલ્ક્કીયાને ‘મુનશી સન્માન’ અર્પણ કરીને ભારતીય વિદ્યા ભવને સંગીતક્ષેત્રે તેમના સમગ્ર પ્રદાનને ફરી એકવાર પ્રકાશમાં લાવી દીધું.
સાગર મુવિટોન’ ના સંગીતકાર અશોક ઘોષના સહાયક તરીકે કારકિર્દી શરૂ કરનાર અજીત મર્ચન્ટે ૧૯૪૮ માં ‘કરિયાવર’ ફિલ્મમાં પહેલીવાર સ્વતંત્રપણે સંગીત આપ્યું. ફિલ્મના કુલ ૧૧ ગીતોમાં ગીતા દત્ત (એ વખતે ગીતા રોય) ના છ અને ગુજરાતીમાં પહેલીવાર ગાનાર મીના કપૂરના ચાર ગીતો હતા. તેમાંથી બે ખુદ અજીત મર્ચન્ટના મીના કપૂર સાથેના યુગલગીત હતા. ‘કેસૂડાની કળીએ રૂડો ફાગણીયો લહેરાય.....’ અને ‘અમે વણઝારા.....’. ગીતા દત્ત જેવો ભાવવાહી, પણ નજાકતમાં તેમનાથી ચઢિયાતો અવાજ ધરાવતા મીના કપૂર, અજીત મર્ચન્ટના પ્રિય ગાયિકા બની રહ્યા. તેમણે ગાંઠના પૈસે અને પત્ની નીલમ મર્ચન્ટના નામ પરથી ‘નીલમ ફિલ્મ્સ’ ના બેનર હેઠળ ‘દીવાદાંડી’ ફિલ્મ બનાવી. તેમાં સાતમાંથી ચાર ગીત મીના કપૂરના ‘સોલો’ (એકલગીત) હતા. ફક્ત ફિલ્મોમાં જ નહિ. ‘આ માસના ગીતો’ જેવા ભારતીય વિદ્યાભવનના કાર્યક્રમ માટે પણ તેમણે મીના કપૂર પાસે ગુજરાતી ગીત ગવડાવ્યા.

અજીત મર્ચન્ટે ફિલ્મો અને રેડિયો માટે મીના કપૂર, ગીતા દત્ત, આશા ભોંસલે, સુમન કલ્યાણપુર, સુલોચના કદમ, મન્ના ડે, તલત મહેમૂદ જેવા નામી ગાયકો પાસે ગુજરાતી ગીતો ગવડાવ્યા. જગજીત સિંઘ અને અનુરાધા પૌડવાલે પોતાની કારકિર્દીનું પહેલું ફિલ્મી ગીત ગુજરાતી ફિલ્મમાં અનુક્રમે ‘બહુરૂપી’ અને ‘માંડવાની જુઈ’ માં અજીત મર્ચન્ટના સંગીતમાં ગાયું. ‘ધરતીના છોરું’ ૧૯૭૦ માં જગજીત સિંઘ અને સુમન કલ્યાણપુરે અજીત મર્ચન્ટના સંગીતમાં ગાયેલું વેણીભાઈનું ગીત ‘ઘનશ્યામ નયનમાં.....’ અમર બન્યું છે. અસલમાં આ ગીત અજીત મર્ચન્ટે પચાસના દાયકામાં ‘આ માસના ગીતો’ કાર્યક્રમમાં રજૂ કર્યું હતું. જે અજીત શેઠ અને નિરુપમા શેઠે ગાયું હતું. એ વખતે બંનેના લગ્ન થયા ન હતા. અજીત મર્ચન્ટ ઘણીવાર હળવા મૂડમાં પોતાના સંપર્કથી કે પોતાના ગીતો થકી પ્રેમમાં પડેલા જોડાને યાદ કરતા. તેમાં નિરુપમા – અજીત શેઠ, ભુપેન્દ્ર – મિતાલી અને જગજીત – ચિત્રાનો ઉલ્લેખ કરતા.
પોતાને પહેલી તક આપનાર અજીત મર્ચન્ટનો ગુણ જગજીત સિંઘ છેવટ સુધી ભૂલ્યા ન હતા અને તેમનો ગૌરવભેર જાહેર સ્વીકાર કરતા હતા. કારકિર્દીની શરૂઆતમાં અજીત મર્ચન્ટ માટે ગાયેલા બિનફિલ્મી ગીત ‘રાત ખામોશ હૈ.....’ નો જગજીત સિંઘ એ પોતાના આલ્બમ ‘મુનઝીર’ માં સમાવેશ કર્યો. એટલું જ નહિ. અજીત મર્ચન્ટના સન્માન માટે એક કાર્યક્રમ યોજવામાં રસ લીધો.
સ્વતંત્ર મિજાજ, સ્વમાનના ભોગે કામ નહિ કરવાની જીદ અને ગુજરાતી ફિલ્મ સંગીત ક્ષેત્રે ચાલતી ભાવકાપ હરીફાઈમાં નહિ પડવાને કારણે અજીત મર્ચન્ટે માંડ નવ ગુજરાતી અને આઠ હિન્દી ફિલ્મોમાં સંગીત આપ્યું. તેમના સંગીતમાં ‘સપેરા’ માટે મન્ના ડેએ ગાયેલું ‘રૂપ તુમ્હારા આંખો સે પી લું......’ સંગીતપ્રેમીઓ અને મન્ના ડેના ભક્તોનું પ્રિય ગીત બની રહ્યું. લતા મંગેશકરે જુદા જુદા સંગીતકારો માટે ગાયેલા ગીતો વિશેનો અભ્યાસપૂર્ણ ગ્રંથ ‘બાબા તેરી સોનચિરૈયા’ (પ્રકાશક : લતા મંગેશકર રેકોર્ડ સંગ્રહાલય, ઇન્દોર, ૨૦૦૮) તૈયાર કરનાર લેખક ‘અજાતશત્રુ’ એ નોંધ્યું છે તેમ, ફક્ત આ એક જ ગીતથી હિન્દી ફિલ્મ સંગીતમાં અજીત મર્ચન્ટ અમર બની ગયા છે.
શાસ્ત્રીય અને પાશ્ચાત્ય સંગીતનો ઊંડો અભ્યાસ ધરાવતા અજીત મર્ચન્ટે પચાસના દાયકામાં ભારતીય વિદ્યાભવન આયોજિત ‘આ માસના ગીતો’ કાર્યક્રમમાં વાદ્યવૃંદ અને ઓરકેસ્ટ્રાના વિશિષ્ટ પ્રયોગો સાથે ગુજરાતી ગીતો રજૂ કરીને નવો ચીલો પાડ્યો. ફિલ્મો ઉપરાંત મુંબઈ રેડીયોમાં તેમણે દસ વર્ષ કામ કર્યું. સંખ્યાબંધ જાહેરખબરોના જિંગલ બનાવ્યા. ઉત્તરાવસ્થામાં નાટકોનું સંગીત તેમની મુખ્ય પ્રવૃત્તિ બની. તેમનું સંગીત ધરાવતા ગુજરાતી, હિન્દી, મરાઠી નાટકોની સંખ્યા બસ્સોથી પણ વધારે થાય છે.
અજીત મર્ચન્ટ પાસે હતાશ થવાના ઘણા કારણ હતા. પરંતુ પોતાની શરતે જીવનારા અજીત મર્ચન્ટને નિરાશા ઘેરી શકી નહિ. પોતાના આજીવન સાથી અને ગીત ગાતા કડી ભૂલી જાય તો અધુરી કડી પૂરી કરી દે એવા પત્ની નીલમ મર્ચન્ટ સાથે તેમણે સંતોષી અને સ્વમાની જીવન વિતાવ્યું. છેલ્લા એકાદ દાયકા દરમિયાન તેમના ધબકતા સંગીતરસ અને જીવનરસનો પરચો મળ્યા કરતો હતો. ગુજરાતી અને અંગ્રેજી સાહિત્યની તેમની સમજણ સુક્ષ્મ અને ઊંડી હતી. કદાચ એટલે જ વેણીભાઈ પુરોહિતના ઘણા ગીતો તેમણે ઉત્તમ રીતે સ્વરબદ્ધ કર્યા. ઉમાશંકર જોશી સહિત ઘણા ગુજરાતી કવિઓની રચનાઓની કેવળ નિજાનંદ ખાતર તે હાર્મોનિયમ પર ધૂન બનાવતા હતા. એ પ્રવૃત્તિ છેવટ સુધી તેમણે ચાલુ રાખી. ‘સુગમ સંગીત’ જેવા લેબલની અને ખાસ તો સુગમ સંગીતના નામે મોટે ભાગે જે કંઈ ચાલે છે એની તેમને ભારે ચીડ હતી. “બાકીનું બધું શું દુર્ગમ સંગીત છે?” એવી મજાક તે હંમેશા કરતા..
જગજીત સિંઘે અજીત મર્ચન્ટના સંગીત નિર્દેશનમાં બે ગીતો ગાયા હતા. જગજીત સિંઘે ગાયેલું તેમની કારકિર્દીનું પહેલું ગીત “લાગી રામ ભજનની લગની.....” ફિલ્મ ‘બહુરૂપી’ (૧૯૬૯) માટે હતું અને બીજું ગીત, જગજીત અને સુમન કલ્યાણપુરનું યુગલગીત, ફિલ્મ ‘ધરતીના છોરું’ (૧૯૭૦). બંને ગીતોના કવિ વેણીભાઈ પુરોહિત અને સંગીતકાર અજીત મર્ચન્ટ.
આમ, અજીત મર્ચન્ટ એ ગુજરાતી ફિલ્મ સંગીત ક્ષેત્રનું એક કદીય ન ભૂલાય તેવું નામ રહેશે.
.
ક્રમશઃ
સીને રિપોર્ટર ગજ્જર નીલેશ


Thursday 10 October 2019

gujarati filmo ni gaikal part 7

http://www.gujaratifilm.co.in/

ગુજરાતી ફિલ્મોની ગઈકાલ (ભાગ )

Friday 20 September 2019

gujarati filmo ni gaikal part 6

http://www.gujaratifilm.co.in/

ગુજરાતી ફિલ્મોની ગઈકાલ (ભાગ ૬)

Sunday 8 September 2019

gujarati filmo ni gaikal part 5

http://www.gujaratifilm.co.in/

ગુજરાતી ફિલ્મોની ગઈકાલ (ભાગ )

gujarati filmo ni gaikal part 4

http://www.gujaratifilm.co.in/

ગુજરાતી ફિલ્મોની ગઈકાલ (ભાગ )

Sunday 25 August 2019

gujarati filmo ni gaikal part 3

http://www.gujaratifilm.co.in/



ગુજરાતી ફિલ્મોની ગઈકાલ – (ભાગ ) 

પ્રભુભક્તિ અને સતી પિંગળાનો પતિપ્રેમની વાર્તા રાજા ભરથરીફિલ્મ ભર્તુહરિ અને ગોરખની આસપાસ આકાર લે છે. પિંગળાના પ્રેમમાં ડૂબેલા રાજા ભર્તુહરિને ભગવાનની ભક્તિ કરવા અને મોક્ષ પ્રાપ્તિ માટે ગુરુવચનને આધીન સંત ગોરખ પોતાના અથાગ પ્રયત્નો બાદ વિજય મેળવી અને રાજા ભર્તુહરિને સંત ભર્તુહરિ બનાવવામાં સફળ થાય છે. આ ફિલ્મમાં સતીની શક્તિનું પણ દર્શન થાય છે. ગોરખના ઘણા પ્રયત્નો સામે રાજા ભર્તુહરિ રાજપાઠ છોડી પ્રભુભક્તિ કરવા તૈયાર થઇ જાય છે.
અરવિંદ ત્રિવેદી ગોરખના રૂપમાં પડછંદ પાત્ર તરીકે ઉભરી આવે છે. મોહમાયામાં અટવાતા રાજા ભર્તુહરિના પાત્રને ઉપેન્દ્ર ત્રિવેદીએ ન્યાય આપ્યો છે. સ્નેહલતા પિંગળાના પાત્રમાં પોતાના અભિનય અને પાત્રના વજનના કારણે સમગ્ર ફિલ્મમાં છવાઈ ગયા છે. જયશ્રી ટી. નું નાનું એવું પણ અસરકારક પાત્ર ફિલ્મમાં જરૂરી ભાગ ભજવે છે. સાથેસાથે દ્વિઅર્થી સંવાદ સાથે રમેશ મહેતા વારંવાર ફિલ્મમાં દર્શન આપે છે.
સુમન કલ્યાણપુર, આશા ભોંસલે, ઉષા મંગેશકર, મહેન્દ્ર કપૂર દ્વારા ગવાયેલા ગીતો અને અવિનાશ વ્યાસનું સંગીત આજે પણ આપણા વડીલો હોંશે હોંશે સાંભળે છે. આમાં ઉચ્ચ કોટીનું ગીત અને સંગીત ઉભયનો સમન્વય અહીં જોવા મળે છે.
અસરકારક સંવાદોમાં રાણી પિંગળા ભર્તુહરિને કહે છે કે તમારું સાનિધ્ય એ જ મારા શ્વાસોછ્શ્વાસ છે.અને એમના જ મોઢે રાજા ભર્તુહરિ માટે બેટાશબ્દ પણ બોલાય છે. આમ ફિલ્મમાં પરિવર્તન સાથે સંવાદોમાં નાવીન્ય જોવા મળે છે. ફિલ્મમાં વેશભૂષા ખૂબ સરસ છે. જયારે કેમેરાવર્કમાં ટેકનોલોજીનો અભાવ જોવા મળે છે. ટાંચા સાધનો વડે પણ પ્રતાપ દવેએ કેમેરા દ્વારા સારૂ ફિલ્માંકન કર્યું છે. કીર્તિ કલામંદિરનું રાજા ભરથરીનું દિગ્દર્શન રવીન્દ્ર દવેએ બખૂબીથી નિભાવ્યું છે.
આ દાયકામાં રાજા ભરથરીની સાથે સાથે બીજી ઘણી સારી ફિલ્મો બની. તેમજ ગુજરાતી સિનેમાનો સારો એવો વિકાસ થયો. "૧૯૭૫ થી મનોરંજન કરમુક્તિની નીતિથી ગુજરાતમાં લશ્મી લેબોરેટરીઝ
એન્ડ સ્ટુડીઓ’, ‘વૃંદાવન સ્ટુડીઓઅને લકી સ્ટુડીઓએમ ત્રણ સ્ટુડીઓ કામ કરતા થયા”.
નિર્માતા ટી.જે.પટેલ અને રવીન્દ્ર દવેના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ કુંવરબાઈનું મામેરૂનરસિંહ મહેતાની કૃષ્ણભક્તિની વાર્તા છે. જે પ્રભુભક્તિ દ્વારા એક ભક્તનું પ્રભુ સાથેનું અદભુત મિલન દર્શાવે છે. સત્યઘટના પર આધારિત આ ફિલ્મમાં ભક્ત નરસૈયાની પુત્રી કુંવરબાઈના લગ્નના પ્રસંગનું વર્ણન છે. જેમાં ભક્ત નરસૈયાની વારે ભગવાન પોતે આવે છે. નરસિંહ ભક્ત હરિજનો પ્રત્યે કુણી લાગણી ધરાવે છે અને નગરજનોના ત્રાસથી કંટાળ્યા વગર પ્રભુભક્તિમાં લીન રહે છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભક્તને પરચા આપી હંમેશા તેની સાથે રહે છે.
નરસૈયાના પાત્રમાં અરવિંદ ત્રિવેદીએ જીવ રેડી દીધો છે. તેમના કુટુંબના પાત્રો અસરકારક અભિનય દ્વારા ફિલ્મમાં પોતાની આગવી ઓળખ ઉભી કરે છે. અવિનાશ વ્યાસનું સંગીત અને આજે પણ ન ભૂલાય એવા ગીતો ફિલ્મને સફળતા તરફ દોરી જાય છે. વૈષ્ણવ જન..... અને પ્રગટો..... તેમજ આજની ઘડી તે રળિયામણી..... લોકમુખે આજે પણ સાંભળવા મળે છે.
નરસૈયા દ્વારા બોલાયેલા અસરકારક સંવાદો જેમ કે નરસિંહ ભગત તેમની પત્નીને સંબોધીને તમે તો મારૂ અડધું અંગ, અંગ ખોટું હોય તો લકવો થાય,” અને ભગતની પત્ની દ્વારા બોલાયેલા શબ્દો જે પુત્રને સમજાવતા કહે છે કે તારા તો બાપુ, પણ આ ખોળીયાના તો પ્રાણઘણું બધું કહી જાય છે. ફિલ્મમાં વેશભૂષા અને વિવિધ સ્થળોને કેમેરામાં સરસ રીતે કંડારવામાં આવ્યા છે. આ ફિલ્મ મૂળ તો લોકકથા અને લોકસાહિત્ય પર આધારિત છે. આ ફિલ્મમાં ભક્ત નરસૈયાના જીવનની કુંવરબાઈના મામેરાની ઘટનાને ખૂબ જ રસપ્રદ રીતે ફિલ્માંકન કરવામાં આવી છે. ૧૯૫૨ માં બનેલી અને અરવિંદ પંડ્યા અભિનીત ભક્ત નરસૈયોપરથી આ ફિલ્મ બનાવવામાં આવી છે.
જૂની ફિલ્મોમાં ચોયણી, પાઘડી કે ઓવર એક્ટિંગના અતિરેકથી આજનો વર્ગ ગુજરાતી ફિલ્મોમાં રસ ધરાવતો નથી. પરંતુ એ સમયમાં પણ શહેરીકરણ અને ત્યાના દુષણોનું ફિલ્માંકન અને નીતિ મુલ્યોવાળી ફિલ્મો રજૂઆત પામતી. આ જ દિશામાં પ્રયત્નોના ભાગરૂપે તારીખ ૧૧ થી ૧૬ જુન ૨૦૦૭ દરમિયાન રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે ગુજરાતી ફિલ્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ ખાતેના ફિલ્મોત્સવમાં ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ ચલચિત્રો દર્શાવવામાં આવ્યા હતા. જેમાં લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો.આમ, વર્ષો પછી પણ જોવાનું મન થાય એવી ફિલ્મોનું નિર્માણ થતું હતું. એ સમય પણ પરિવર્તનનો હતો અને આજનો સમય પણ પરિવર્તનનો છે. છતાં પણ સ્વચ્છ મનોરંજન મળે એવી ફિલ્મો બનવાની શરૂઆત વર્ષો પહેલા થઇ ગઈ હતી કે જેમાં એક ગર્ભિત સંદેશો પણ સમાયેલો હોય.
કાંતિ મડિયા દિગ્દર્શિત કાશીનો દીકરોશ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ કથા વિનોદિની નીલકંઠ, શ્રેષ્ઠ પટકથા પ્રબોધ જોશી, શ્રેષ્ઠ ગીત બાલમુકુન્દ દવે, શ્રેષ્ઠ અભિનેત્રી રીટા ભાદુરી જેવા એવોર્ડથી સન્માનિત થઇ હતી. ફિલ્મની વાર્તા કાશી નામના પાત્રની આસપાસ ફરે છે. કાશી પોતાના દિયરને પોતાના સગા દીકરાની જેમ ઉછેરે છે. ભાભી મટીને માતાની જેમ ઉછેરેલા દિયરના લગ્ન પણ કરાવે છે. કરુણાંતિકા ત્યારે સર્જાય છે જયારે લગ્ન પછી તરત જ સર્પદંશથી તેના દીકરા જેવા દિયરનું મૃત્યુ થાય છે. તેના વિરહમાં તે પોતાના પતિથી પણ અળગી રહેવા લાગે છે. તે પોતાના પતિની જરૂરિયાતોને નજરઅંદાજ કરે છે. આમ કરવા જતા પોતાના પતિ દ્વારા જ દેરાણી ગર્ભવતી બની જાય છે. સમય અને સંજોગો સમજીને પાપ છુપાવવા માટે કાશી પોતે જ ગર્ભવતી હોય એવું નાટક કરે છે. આમ દુનિયાથી છુપાવી દેરાણીની કુખે જન્મેલું બાળક કાશીનું બાળક છે એવું સૌ કોઈ માને છે અને તે બાળક કાશીનો દીકરોતરીકે ઓળખાય છે.
ફિલ્મમાં હોટેલમાં વાગતા હિન્દી ગીતો, પ્રસુતિ માટે દર્શાવાતી અમદાવાદની હોસ્પિટલ, વેશભૂષા અને સંવાદ દ્વારા શહેરીકરણની ઝલક જોવા મળે છે. ભગાનામનું પાત્ર કે જે રમૂજી વાક્યો અને પરિસ્થિતિ ઉભી કરે છે. તેને વડોદરા નોકરી કરવા જતું બતાવવામાં આવે છે. શરૂઆતમાં ફિલ્મ ઝડપથી આગળ વધે છે. ત્યારબાદ ધીરે ધીરે તેમાં ફિલ્મની વાર્તાનું જે હાર્દ છે તેમાં કેન્દ્રિત થાય છે. ફિલ્મના ગીતો ધીરગંભીર અને શાંત ઢાળવાળા છે. ગીત અને સંગીતમાં ક્ષેમુ દિવેટિયા, અભિનયમાં રાજીવ, રાગીણી અને રીટા ભાદુરી પોતાના પાત્રોને જીવંત બનાવે છે. ફિલ્મમાં રહેલું અંબાલાલનું પાત્ર નવો વળાંક સર્જે છે. સીનેમેટોગ્રાફીમાં અદભુત દ્રષ્ટિ જોવા મળે છે. ફિલ્મના પાત્રો સંવાદ કરતા હાવભાવ અને કેમેરાના એન્ગલથી વાર્તાને પડદા પર દર્શાવવામાં સફળ રહે છે.
દર્શકો પાસે તાળીઓ વગાડવાનો બોજો. કલાની હત્યા કરે છે. કલાકારે દર્શકની મૌન પ્રશંસા મેળવવામાં સંતોષ શોધવો જોઈએ.જૂની ફિલ્મોનું કથાનક સાહિત્ય, ભવાઈ અને સત્યઘટના પરથી આવતું હતું. જેમાં અભિનય આપતા અભિનેતા અને અભિનેત્રીઓ પાત્રને ન્યાય આપવામાં ક્યારેક સમર્થ તો ક્યારેક ઓવર એક્ટિંગ સાથે ફિલ્મની મજા બગાડી નાખતા હતા. ફિલ્મોનું સંગીત આજના સમયમાં સાંભળવા ન મળે એટલું કર્ણપ્રિય તેમજ આજે પણ લોકમુખેથી સાંભળવા મળે એટલું સુંદર હતું. ટેકનોલોજીમાં આપણે હજુ હરણફાળ ભરી ન હતી. પરંતુ, દિગ્દર્શકના મગજમાં રહેલી ફિલ્મ પડદા પર જોવા મળતી. એ પણ સારી માવજત સાથે. સંવાદો અને બિનજરૂરી પરિસ્થિતિને બાદ કરતા ગુજરાતી ફિલ્મો સતત નવું કરવા પ્રયત્નશીલ રહેતી હતી. બીજા વિશ્વયુદ્ધના કારણે આ દાયકાના પ્રથમ ચાર વર્ષ મહદઅંશે ફિલ્મ વગરના બની રહ્યા.એટલે કે ૧૯૪૬ થી ૧૯૫૦ સુધીમાં ગુજરાતી ફિલ્મોદ્યોગમાં નવા સર્જકો અને કલાકારોનો પ્રવેશ થયો. ગુણસુંદરીઅને રાણકદેવીદ્વારા અત્યંત સફળ અને લોકપ્રિય ગીતકાર અને સંગીતકાર અવિનાશ વ્યાસ જેવા સર્જકનો પ્રવેશ થયો. આ દશકમાં ગુજરાતી સિનેમાના પાયા મજબુત કરે એવી ઘણી નવી પ્રતિભાઓ ફિલ્મક્ષેત્રમાં આવી. સમય જતા ફિલ્મોદ્યોગની હાલત થોડી બગડી અને આ અરસામાં ગુજરાત રાજ્યની સ્થાપના થઇ અને ફિલ્મોદ્યોગને ટકાવી રાખવાની નીતિનું ઘડતર થયું. ૧૯૬૫ માં છબીકાર બીપીન ગજ્જરની સહાયથી મનહર રસકપૂરે મહેંદી રંગ લાગ્યોફિલ્મ બનાવી. જેમાં હિન્દી ચિત્રોના જાણીતા કલાકારો રાજેન્દ્ર કુમાર અને ઉષા કિરણે અભિનય આપ્યો. અવિનાશ વ્યાસ રચિત ગીત સંગીતને જબરદસ્ત સફળતા સાંપડી.


સીને રિપોર્ટર ગજ્જર નીલેશ


Wednesday 7 August 2019

gujarati filmo ni gaikal part 2

http://www.gujaratifilm.co.in/

ગુજરાતી ફિલ્મોની ગઈકાલ – (ભાગ – ૨)
          


         “માનવીની આંખ કરતા કેમેરાનો લેન્સ તદ્દન જુદી રીતે દ્રશ્ય જુએ છે. એટલું જ નહિ, માણસની આંખ જેટલી ઝડપથી એ ફોકસ (focus) બદલી શકતો નથી. દ્રષ્ટિકોણ (Angle) પકડતો નથી. તેમજ બદલાતી કે જુદા પ્રકારની પ્રકાશની સ્થિતિને અનુકુળ થઇ શકતો નથી. દ્રશ્ય ઝડપતી વખતે આ બધી પરિસ્થિતિઓને ખ્યાલમાં રાખી કેમેરાનો ઉચિત લેન્સ ગોઠવી અકુદરતી ન લાગે એ રીતે ફિલ્મકાર વાસ્તવિકતા પકડતો હોય છે. ટૂંકમાં તસ્વીર દ્વારા ઝીલાતી વાસ્તવિકતા માનવીની આંખ દ્વારા સમજાતી વાસ્તવિકતા કરતા નિરાળી છે.” ફિલ્મમાં સીનેમેટોગ્રાફીની વાત કરીએ તો ધૂપ છાંવ વધારે જોવા મળે છે. છાણથી લીપેલી ઘરની દીવાલો, ગામડાની શેરીઓ, ચા નાસ્તા માટેની ગામડાની હોટેલ, વાસ્તવિક લગતી ખેતરની ધૂળમાં થતો ઝગડો અને પાણી ભરતી પનીહારીઓને સરસ રીતે કચકડે કંડારવામાં આવી છે. એક ગીતમાં પ્રભાસ પાટણ, દ્વારકા, સોમનાથ, અંબાજી, ડાકોર જેવા જુદાજુદા દ્રશ્યો ઉમેરવાથી વિવિધતા જોવા મળે છે અને તેના માટે થયેલી મહેનત દેખાઈ આવે છે.
          સ્વ. પન્નાલાલ પટેલની વાર્તા ‘કંકુ’ પરથી બનેલી ગુજરાતી ફિલ્મ ‘કંકુ’ માં મલકચંદ નામના વાણીયાથી ગર્ભવતી બનેલી વિધવાની વાત છે. તે નહિ, પરણવાનો નિર્ણય કરે છે અને પોતાના દીકરાને હિંમતપૂર્વક સંઘર્ષ વેઠીને મોટો કરે છે. સામાજિક સંજોગોમાં ફસાતી અને આત્મગૌરવ સાચવવા મથતી ભારતની નારીનું અહીં ખૂબ સંવેદનશીલ ચિત્રણ થયું છે. સામાન્ય રીતિ રીવાજો અને બંધન સામે લડતી વિધવા સ્ત્રી એક બહુ મોટી પ્રેરણા પૂરી પાડે છે. સંજોગો સામે ટકતા અને લડતા શીખવે છે. આ ફિલ્મને શિકાગો આંતરરાષ્ટ્રીય મહોત્સવમાં પુરસ્કાર આપવામાં આવ્યો હતો. પ્રત્યેક ફિલ્મની નવી વાર્તા, માવજત અને કર્ણપ્રિય સંગીતથી ગુજરાતી સિનેમાને નવી ઓળખ મળી. સાહિત્યકૃતિ અને દંતકથાઓ પર આધારિત ફિલ્મો ભવની ભવાઈ, જન્મટીપ, ભાદર તારા વહેતા પાણી, રાજા ભરથરી, હરિશ્ચંદ્ર, અમર પ્રેમી શેણી વિજાણંદ, શેતલના કાંઠે, હોથલ પદમણી, કાશીનો દીકરો, લાખો ફુલાણી, મેરૂ મૂળાદે, કુળવધુ, દાદા હો દીકરી વગેરે જેવી અનેક ફિલ્મોએ લોકોને આકર્ષિત કર્યા અને સફળતા પ્રાપ્ત કરી.
          “ભવની ભવાઈ” વાર્તા ખૂબ સુંદર છે. અસ્પૃશ્યતાના વિષયને રજૂ કરતી આ ફિલ્મમાં ચક્રસેન રાજાને સંતાન ન હોવાના કારણે ગોરમહારાજના કહેવાથી નીચા વરણને એક વાવ ખોદવાનું કહેવામાં આવે છે અને આ નીચા વરણના એક ઘરમાં પોતાનો સગો દીકરો હોય તે રાજાને ખબર નથી હોતી, રાજાની બે રાણીઓમાંથી એક ઈર્ષાળુ રાણીના કારણે આ રાજકુંવરને જન્મતાવેત રાજાની જાણ બહાર મારી નાખવાનો હુકમ થતા, સૈનિકો તેને મારવા માટે લઇ જાય છે અને કુમળા બાળકને જોઈ મારવાને બદલે તેને પાણીમાં વહેવડાવી દેવામાં આવે છે. આ રાજકુંવર માલા ઢેઢના હાથમાં આવે છે અને પતિ પત્ની બંને તેને ઉછેરીને મોટો કરે છે. આ રાજકુંવર એટલે જીવો. હવે જયારે રાજના બ્રાહ્મણ સાથેના ઝઘડામાં પેલા બે સૈનિકો જીવાને પકડે છે અને ઝપાઝપીમાં પગમાનું લાખુ આ સૈનિકો ઓળખી જતા સાબિત થાય છે કે આ ચક્રસેન મહારાજનો પુત્ર છે. આ જાણ રાજાના નજીકના માણસ ભગલાને કરવા જતા રાણીના માણસો પણ તે વાત જાણી જાય છે અને રાણી ફરી અધૂરું કામ પૂરું કરવા એક નવું કારસ્તાન રચે છે. રાજગોરના મુખેથી રાજાને એ વાત કહેવડાવે છે કે વાંઝીયામેણું ટાળવા વાવમાં પાણી આવવું જોઈએ. તે માટે બત્રીસ લક્ષણા યુવાનનો ભોગ આપવો પડશે અને એ યુવાન જીવો છે. જેના માટે રાજા હુકમ ફરમાવે છે અને ફિલ્મના અંત સાથે જીવાની બલી ચઢાવવામાં આવે છે. મુર્ખ રાજા દ્વારા પ્રજા પર થતી જોહુકમી, નીચા વરણની તકલીફો અને અંધશ્રદ્ધામાં વિંટળાયેલી આ વાર્તા ઘણું બધું કહી જાય છે. ફિલ્મમાં ઉજમ (સ્મિતા પાટીલ) જીવાને પ્રેમ કરે છે અને જીવો (મોહન ગોખલે) પણ ઉજમને પ્રેમ કરે છે. જયારે રાજાનો આદેશ આવે છે ત્યારે ઉજમ હિંમતપૂર્વક જીવાને સમજાવે છે અને પોતાની કોમના ભલા માટેની શરતો રાજા સમક્ષ મુકવા જણાવે છે. આમ એક રાહબરની જેમ તે સતત જીવાની પડખે ઉભી રહે છે. ફિલ્મનો અંત ખૂબ જ કરુણ દર્શાવવામાં આવ્યો છે. આ ફિલ્મની મૂળ વાર્તામાં એક પાત્ર દ્વારા તેના પૌત્રને આ વાર્તા સંભળાવતો બતાવવામાં આવે છે. જે અછૂત હોવાના કારણે ઘણી તકલીફો ભોગવતો દર્શાવવામાં આવે છે.
          “ભારતમાં દલિતોની સમસ્યાઓ અને પરંપરાગત રૂઢિઓને ઉજાગર કરતી આ ફિલ્મ ‘અછુતોનો વંશ’ નામના ભવાઈ વેશમાંથી સીનેકૃતિમાં ઢળાઈ છે. અછુતો અને સંવર્ણો વચ્ચેની સંઘર્ષ કથામાં રાજકીય વ્યંગ રાખીને સામાજિક રૂઢિઓ પર પ્રશ્ન કરાય છે.” ફિલ્મના અંતે કેતન મહેતા આ સંદર્ભમાં અમુક આંકડા દર્શાવે છે તે આઘાતજનક છે. જેમાં નીચલા વરણને અન્યાય થયો હોય તેવું બતાવવામાં આવે છે અને તેમના પર થયેલા હુમલાની સંખ્યા દર્શાવવામાં આવે છે.
          રાજાના પાત્રમાં નસીરુદ્દીન શાહનો અભિનય સરસ છે. દ્વિઅર્થી સંવાદના બદલે અભિનયથી રાજાનું આ પાત્ર પેટ પકડીને હસાવે છે. રાજાની ચાલ, તેના નિર્ણયો, યુદ્ધનીતિ, પ્રજા પર અત્યાચાર વગેરે બાબતોથી અલગ જ વાતાવરણ તૈયાર થાય છે. દુબળો પાતળો લાગતો જીવો નિસ્વાર્થ ભાવે પોતાના જીવના જોખમે રાજાની સામે પોતાના સમાજના લોકો માટે સારૂ કરવાની તૈયારી બતાવે છે અને તેને મરવાની બીક પણ છે. આ બંને ભાવ અભિનેતા મોહન ગોખલે ખૂબ સારી રીતે પડદા પર નિભાવી જાણે છે. જાજરમાન અભિનેત્રી સ્મિતા પાટીલનો અભિનય ખૂબ સરસ છે. ફિલ્મમાં દરેક પાત્ર બંધબેસતું છે. ભલે એ જીવલાનો બાપ માલો (ઓમપુરી) હોય કે રાજાના બંને સૈનિકો, નકારાત્મક પાત્રમાં રાણી, રાજાનો સિપાહી, નગરશેઠ કે બ્રાહ્મણ હોય. રજવાડા અને નીચા વરણને અનુકુળ ભાષા અને સંવાદો સારી રીતે જુદા પડતા સાંભળવા મળે છે. નિર્માતા અને દિગ્દર્શક કેતન મહેતાએ આ ફિલ્મની વાર્તા મુજબ કેમેરાને ચોક્કસ જગ્યાએ હલનચલન આપ્યું છે. તેમના મનમાં રહેલા એન્ગલ પડદા ઉપર જોતા સરસ લાગે છે અને એક અસરકારક વાતાવરણ ઉભું કરવા સક્ષમ રહ્યા છે.

          નોંધ
          ઘણી ફિલ્મોની માહિતી એકથી થઈને આપણી સમક્ષ તે ફિલ્મો વિષે હું ઘણા સમયથી લખી રહ્યો છું. જેથી ગુજરાતી ફિલ્મો વિષે આપનું જ્ઞાન વધે અને લોકોને પણ ખ્યાલ આવે કે જૂની ફિલ્મો પણ એટલી જ મનોરંજક હતી જેટલી આજે છે. જેમ આજની ફિલ્મોમાં બોલીવૂડના કલાકારો પ્રવેશ કરી રહ્યા છે તેમ જૂની ફિલ્મોમાં પણ બોલીવૂડના નામાંકિત કલાકારોએ અભિનય આપ્યો હતો. પરંતુ એક મૂંઝવણ હું આપ સૌની સાથે વહેચવા માગુ છું અથવા એમ કહું કે આપના મદદની અપેક્ષા માટે જ લખી રહ્યો છું. જૂની અમુક ફિલ્મો વિશેની માહિતી કોઈ સોશિયલ મીડિયા કે ઈન્ટરનેટ માધ્યમ દ્વારા મને ઉપલબ્ધ થતી નથી. ઉપરાંત જે મહાનુભાવોએ તે ફિલ્મો બનાવી છે તેમના વિષે મને ખ્યાલ છે. પરંતુ તેઓ તેમની ફિલ્મોની કોઈ વિગત જણાવવા સંમત નથી. જેથી આપ સૌને મારી નમ્ર અપીલ છે કે એના પાસેથી તેમની ફિલ્મોની માહિતી મેળવવા મને મદદ કરશો. આભાર
ક્રમશઃ


          સીને રિપોર્ટર ગજ્જર નીલેશ

facebook fan club

banner add

slider

This is chhello divas movie

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.
This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

This is default featured slide 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

This is default featured slide 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

This is default featured slide 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

Unordered List

ABCD

movie detail

Document