Thursday, 10 October 2019

gujarati filmo ni gaikal part 7

http://www.gujaratifilm.co.in/

ગુજરાતી ફિલ્મોની ગઈકાલ (ભાગ )

ગુજરાતી ફિલ્મોમાં ગીત સંગીત
બે અંતિમ વચ્ચે ઉભા રહેવાની અનુભૂતિ આજે ગુજરાતી ફિલ્મ દર્શકોને થાય છે. જ્યાં એક બાજુ ભારતના અન્ય પ્રાંતની ફિલ્મો વિકાસની ઊંચાઈ આંબે છે. ત્યારે બીજી બાજુ ખાડે ગયેલી ગુજરાતી ફિલ્મો છે.
જયારે આપણે સુગંધની વાત કરવી હોય તો દુર્ગંધના સંદર્ભમાં કરવી જોઈએ. એવું જરૂરી નથી. સુગંધની વાત તેના મૂળસ્વરૂપે કરવી વધારે યોગ્ય ગણવી જોઈએ. કારણ કે જો સુગંધ એટલે શું? તેનો અર્થ જો દુર્ગંધ નથી તેવો કરીએ તો તે પૂરો થતો નથી. તેના બદલે સુગંધની પૂર્ણ વાત કરવી જોઈએ. કહેવાનો અર્થ કે ગુજરાતી ફિલ્મ સંગીતમાં જે સુગંધ રહેલી હતી અને અત્યારે પણ ક્યાંક રહેલી છે તો તેની વાત કરીએ.
સર્વથી પહેલા જે ગુજરાતી ફિલ્મ સંગીત અપાયું તે ૧૯૩૬ માં. લાલુભાઈ નાયક દ્વારા અને ફિલ્મ હતી સ્નેહલતા. તેમાં ઝવેરચંદ મેઘાણીનું એક ગીત તમે મારા દેવના દીધેલ છો..... તે ખૂબ જાણીતું થયું. તે ગીત રાજકુમારી નામના ગાયિકાએ ગાયું હતું. પછી, ૧૯૪૬ માં રાણકદેવી ફિલ્મ આવી. જેના સંગીતકાર હતા છનાલાલ ઠાકુર. મારે તે ગામડે એકવાર આવજો..... તે અમીરબાઈ કર્ણાટકીએ ગાયું હતું. તે ખૂબ પ્રચલીત થયું હતું. ફિલ્મનું લાખ લાખ દીવડાની આરતી ઉતારજો..... ગીત, જે મોતીબાઈ દ્વારા ગવાયું હતું. તે લોકપ્રિય થયું હતું. ૧૯૪૭ માં ભક્ત સુરદાસ ફિલ્મ આવી. જેમાં સંગીત શંકરરાવ વ્યાસનું હતું. તેમાં શ્યામ અજબ છે ચોર..... ગીત અરવિંદ પંડ્યાએ ગાયું હતું. સાલમાં હોથલ પદમણી ફિલ્મનું ગીત જોબનીયું આજ આવ્યું ને કાલ જશે..... આવ્યું. જે વીરચંદ મેઘાણી રચિત હતું. ત્યારપછી એક સમય એવો આવ્યો કે અવિનાશ વ્યાસનું એકચક્રી રાજ ચાલે છે.
અવિનાશ વ્યાસ (૨૧-૦૭-૧૯૧૨ થી ૨૦-૦૮-૧૯૮૪)
સિત્તેરના દાયકામાં ગુજરાતી ફિલ્મોનો ધોધ વછુટ્યો અને એને અસીમ લોકપ્રિયતા પ્રાપ્ત થઇ. અરસાના ગુજરાતી ફિલ્મોના દિલોદિમાગ પર કેટલાય કલાકારોના નામ એવા કોતરાઈ ગયા છે કે હજી આજેય સૌની સ્મૃતિ અકબંધ છે. પડદા પર દેખાતા કલાકારો જેટલું લોકપ્રિય એવું બીજું નામ અવિનાશ વ્યાસનું છે.
સમયગાળાની દ્રષ્ટીએ જોઈએ તો સીત્તેરનો દાયકો અવિનાશ વ્યાસના જીવનનો ઉત્તરાર્ધ કહેવાય. ફિલ્મોમાં તો છેક ચાલીસના દાયકામાંના આરંભથી સંકળાયેલા હતા. તેમનો જન્મ ૨૧ મી જુલાઈ, ૧૯૧૨ ના દિવસે અમદાવાદમાં થયો હતો. દ્રષ્ટીએ હાલનું ૨૦૧૯ નું વર્ષ તેમની જન્મ શતાબ્દી પછીના વર્ષોમાં ગણાય. સિત્તેરના દાયકામાં તેમણે ઢગલાબંધ ફિલ્મોમાં સંગીત આપ્યું અને બધું મળીને કુલ ૧૯૦ ગુજરાતી ફિલ્મોમાં તેમનું સંગીત ગૂંજ્યું. પણ હકીકત ઓછી જાણીતી છે કે તેમણે સંગીતબદ્ધ કરેલી હિન્દી ફિલ્મોની સંખ્યા બે, પાંચ કે દસ, વીસ નહિ. પૂરી ૬૨ છે અને તેમણે સંગીતબદ્ધ કરેલી હિન્દી ગીતોની સંગીતબદ્ધ કરેલા હિન્દી ગીતોની સંખ્યા છે ૪૩૬. ફક્ત ને ફક્ત આંકડાકીય સરખામણી ખાતર નોંધવું રહ્યું કે નૌશાદની કુલ ફિલ્મોની સંખ્યા ૬૫ હતી. હેમંત કુમારે સંગીતબદ્ધ કરેલી ફિલ્મોની સંખ્યા હતી ૫૪, જયારે રોશનની કુલ ફિલ્મોની સંખ્યા હતી ૫૭. આથી ખ્યાલ આવશે કે અવિનાશ વ્યાસના અમુક ગીતો જાણીતા બન્યા. પણ તેમને ખરેખરી કામિયાબી મળી ગુજરાતી ફિલ્મોમાં. એમાંય સિત્તેરના દાયકામાં તો ગુજરાતી ફિલ્મોમાં તેમણે લગભગ એકચક્રી રાજ કર્યું એમ કહી શકાય.
૧૯૪૦ માં અવિનાશ વ્યાસ મુંબઈ આવ્યા. ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાં પાસે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી. એચ.એમ.વી. તેમજ યંગ ઇન્ડિયા કંપનીમાં વાદક તરીકે તે જોડાયા. અહીં તેમનો પરિચય અલ્લારખાં કુરેશી સાથે થયો. જે આગળ જતા તબલાવાદક ઉસ્તાદ અલ્લારખાંના નામે વધુ જાણીતા થયા. સનરાઈઝ પિક્ચર્સની મહાસતી અનસુયા માં તેમને તક મળી. પણ સફળતા હજુ દૂર હતી. અમુક કારણોસર ફિલ્મમાં અલ્લારખાં, શાંતિકુમાર અને ત્રીજા સંગીતકાર તરીકે અવિનાશ વ્યાસ. એમ ત્રણ સંગીતકારના બનાવેલા ગીતો હતા. ત્યાર પછી જે.બી.એચ.વાડિયાની ફિલ્મ કૃષ્ણભક્ત બોડાણા માં અવિનાશ વ્યાસને ફરી તક મળી અને ફરી નિષ્ફળતા પણ મળી. આવા સમયે તેમને તક આપી હીરાલાલ ડોક્ટર નામના સજ્જને. જે અવિનાશ વ્યાસના મામા ઈશ્વરલાલ મહેતાના મિત્ર હતા. છેક ૧૯૨૫ ના મૂંગી ફિલ્મોના ગાળાથી ફિલ્મનિર્માણ સાથે સંકળાયેલા અને ઇન્દુલાલ યાજ્ઞિક સાથે મળીને ફિલ્મ કંપની શરૂ કરનાર હીરાલાલને અવિનાશ વ્યાસ પણ મામા કહેતા. હીરાલાલ ત્યારે ગુજરાતી ફિલ્મ જીવનપલટો બનાવી રહ્યા હતા. ફિલ્મના હિરોઈન હતા નિરુપા રોય. અવિનાશ વ્યાસે વિનંતી કરી કે તેમને પોતાને ફિલ્મના કથાનક મુજબ ગીતો લખવાની છૂટ આપવામાં આવે તો પોતે તેની તરજ સારી રીતે બાંધી શકશે. એક જોખમ હતું. કેમ કે ફિલ્મમાં ગીતકાર તરીકે રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ પણ હતા. એમના જેવા સિદ્ધહસ્ત કવિની સામે નવાસવા ગીતકાર-સંગીતકાર પાસે ગીતો લખાવવામાં જોખમ પૂરેપૂરું હતું. પણ હીરાલાલે અવિનાશ વ્યાસની આવડતમાં વિશ્વાસ મુકીને તેમને ગીતો લખવા કહ્યું. અવિનાશ વ્યાસે ત્રણ ગીતો લખ્યા. જેમાંથી એક ગીત પસંદ કરવામાં આવ્યું. બાકીના બે ગીતો રસકવિના અને એક ગીત કવિ વાલમનું હતું. જો કે, ફિલ્મને પણ ગ્રહણ નડ્યું. ધંધાકીય આંટીઘૂંટી એવી નડી કે મુંબઈમાં ફિલ્મ રજૂ થઇ શકી. અમદાવાદમાં રજૂ થઇ અને સાતેક અઠવાડિયા ચાલી. પણ એનાથી હીરાલાલ ડોકટરના જીવનનું સુકાન ફરી ગયું અને ફિલ્મલાઈનને તેમણે કાયમને માટે અલવિદા કરવી પડી. (પાછલી અવસ્થામાં પત્ની લીલાબહેન સાથે તેઓ અમદાવાદના એક વૃદ્ધાશ્રમમાં આવીને રહ્યા હતા. ત્યારે રજનીકુમાર પંડ્યાએ તેમની પુત્રવત સાચવણ કરેલી.) જો કે, ૧૯૪૮ માં આવેલી ગુણસુંદરી ફિલ્મથી અવિનાશ વ્યાસની ગાડી એવી સડસડાટ ચાલી કે તેમણે પાછું વળીને જોયું નથી.

૧૯૪૭ માં એન.એમ.ત્રિપાઠીની કંપની દ્વારા પ્રકાશિત અને અવિનાશ વ્યાસ લિખિત પુસ્તક મેંદીના પાન માં કુલ નવ સંગીતકમ (ગીત, સંગીત અને નૃત્યનો ત્રિવેણી સંગમ ધરાવતી રંગભૂમિ પર ભજવાતી કૃતિઓની નામે ઓળખ તેમણે આપી) છે. પુસ્તકની પ્રસ્તાવનામાં અવિનાશ વ્યાસના કલાકાર જીવનનો પરિચય સુપેરે થાય છે. કથાનકની માંગ મુજબ ગીત લખવા અંગે તેમણે લખ્યું છે. સંગીત જેનો પ્રાણ છે. એવા સંગીતકામમાં ડગલે ને પગલે શિષ્ટ કાવ્યત્વ શોધવાનું આપણા કવિવરો માંડી વાળે. જાણી બુઝીને મેં સંગીત શબ્દ વાપર્યો છે કે જેમાં અમારે અનેક વસ્તુઓને વફાદાર રહેવાનું છે. ગાયન, વાદન અને નર્તનને. એનાથીય વધારે રંગભૂમિ પર મંડાયેલી વાર્તાને, વાર્તાના પ્રસંગને, પ્રસંગના રંગને. બધામાં કવિતાને અવકાશ નથી એવું રખે માનતા. બિરાજવાનું હોય છે ત્યાં અને ત્યારે. પૂર્ણ સમાન સહ કવિતા આવીને એને આસને બિરાજે છે. એને નહિ નીરખવાની નિર્ધાર કરી બેઠેલા એને નીરખતા નથી તો યે..... તો યે.....
લખાણમાની આમ્રપાલી કૃતિના એક પ્રસંગ વિષે તેમણે લખ્યું છે. જે વસ્તુ કવિતા પચાવી શકતી હોય ત્યાં કવિતાને સ્થાનભ્રષ્ટ કરવાનો મને અધિકાર શો છે?” નિવેદનમાંથી તેમના મનમાં ગીતલેખન વિશેનો જે ખ્યાલ હતો તેનો બરાબર અંદાજ આવે છે. ગીતલેખનની સૂઝને ગુજરાતી ફિલ્મોમાં તેમણે બરાબર અમલમાં મૂકી. તેને લઈને ગુજરાતી ગીતોમાં અવિનાશ વ્યાસની કલમ બરાબર નીખરી. ગુજરાતના લોકજીવન, સંસ્કારજીવનને ઉજાગર કરતા અનેક ગીતો તેમણે લખ્યા અને સંગીતબદ્ધ કર્યા. ગીતો ખૂબ લોકપ્રિયતા પામ્યા. અવિનાશ વ્યાસે આટલી હિન્દી ફિલ્મોમાં સંગીત આપ્યું છતાં એકપણ વખત હિન્દી ગીતલેખન પર હાથ અજમાવ્યો હોવાનું જાણમાં નથી. (સીધા હિન્દીમાં શેર લખવાનું શરૂ કરી દેતા ગુજરાતી નવકવિઓએ બાબત નોંધવા જેવી છે.) હિન્દી ફિલ્મોમાં તેમણે સરસ્વતીકુમાર દીપક, રમેશ ગુપ્તા, ભરત વ્યાસ, કમર જલાલાબાદી, પ્રદીપ, અનજાન, ઇન્દીવર, પ્રેમ ધવન, પી.એલ.સંતોષી, રાજા મહેંદી અલી ખાં જેવા પ્રતિભાશાળી ગીતકારોએ લખેલા ગીતો સ્વરબદ્ધ કર્યા છે. તો આશા ભોંસલે, લતા મંગેશકર, મહંમદ રફી, મુકેશ, તલત મહેમૂદ, ગીતા દત્ત, સુધા મલ્હોત્રા, હેમંત કુમાર જેવા ખ્યાતનામ ગાયક અને ગાયિકાઓએ તેને સ્વર આપ્યો છે.
પણ એનો ફાયદો થયો કે હિન્દી ગાયનના ધુરંધરોના કંઠનો લાભ ઘણા ગુજરાતી ગીતોને મળ્યો. તાળીઓના તાલે ગોરી ગરબે ઘૂમી જાય રે..... (ગીતા રોય, ફિલ્મ : મંગળફેરા), ‘નૈન ચકચૂર છે..... (મહંમદ રફી-લતા મંગેશકર, ફિલ્મ : મહેંદી રંગ લાગ્યો), ‘પંખીડાને પિંજરું જુનું જુનું લાગે..... (મુકેશ, બિનફિલ્મી), ‘પિંજરું તે પિંજરું..... (મન્ના ડે, બિનફિલ્મી), ‘માડી તારૂ કંકુ ખર્યું..... (આશા ભોંસલે, બિનફિલ્મી), ‘આવને મનમાની..... (હેમંત કુમાર, ફિલ્મ : હીરો સલાટ), ‘હું અમદાવાદનો રિક્ષાવાળો..... (કિશોર કુમાર, ફિલ્મ : માબાપ) જેવા અસંખ્ય ગીતો..... કેટલા યાદ કરીએ અને કેટલા ભૂલીએ! તેમની ઘણી ગુજરાતી ધૂનો પરથી સીધેસીધા હિન્દી ગીતો બન્યા છે. રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા રે.... (ફિલ્મ : મંગળફેરા ૧૯૪૯) ગીત તો એટલું લોકપ્રિય થયેલું કે તેમને ગીતની રોયલ્ટી પેટે વીસેક હજાર રૂપિયા જેવી માતબર રકમ જમાનામાં મળેલી. આશાજીએ તેમના સંગીતમાં માડી તારૂ કંકુ ખર્યું..... ગીત ગાયું હતું.
ગીત સંગીતમાં તેમના પ્રદાન બદલ પદ્મશ્રીનું સન્માન તેમને છેક ૧૯૭૦ માં પ્રાપ્ત થયેલું. પણ પછીના વર્ષોમાં તેમણે એકસો ચોત્રીસ જેટલી ફિલ્મો કરી અને ગાળાની ગુજરાતી ફિલ્મોના ગીત સંગીતનો પર્યાય બની રહ્યા. અરસામાં મહેન્દ્ર કપૂરના કંઠનો તેમણે ઘણો ઉપયોગ કર્યો. તેમની વ્યવસાયિક ખાસિયત વિષે ઉપેન્દ્ર ત્રિવેદી કહેતા, ‘અવિનાશ વ્યાસની વ્યવસાયિક સૂઝ જબરદસ્ત એટલે બરાબર જાણે કે નિર્માતાને નુકસાન જવું જોઈએ. કોઈ ફિલ્મમાં સંગીત આપે એટલે બે ત્રણ લોકગીતો એમાં લે, એના શબ્દોમાં ફિલ્મની જરૂર મુજબ ફેરફાર કરે અને બાકીના બે ત્રણ ગીતોમાં પોતાને ગમતા પ્રયોગો કરે. એટલે માનો કે, પ્રયોગવાળા ગીતો ચાલે તો પણ લોકગીતોના કારણે ફિલ્મનું સંગીત ચાલે અને નિર્માતાને નુકસાન જાય. જો કે, વ્યવસાયિક સુઝની સાથોસાથ એમની વ્યવસાયિક વૃત્તિ પણ એટલી બળવાન હતી. અંગે વિચારતા પણ જણાઈ આવે કે અવિનાશ વ્યાસ જેવી વ્યવસાયિક વૃત્તિના અભાવે એવા અનેક પ્રતિભાશાળી સંગીતકારોનો લાભ ગુજરાતી ફિલ્મોને જોઈએ એટલો મળી શક્યો નહિ.
એક અંદાજ મુજબ અવિનાશ વ્યાસની કલમમાંથી સર્જાયેલા ગીતોની સંખ્યા પાંચ આંકડે પહોચે છે. આટલી બહુલતાને લઈને તેમના સંગીતમાં પાછળથી એકવિધતા પણ પ્રવેશી હોય એમ જણાય. તો તેમના પોતાના ગીતો પાછલા વર્ષોમાં થોડા ફેરફાર સાથે ફરી આવતાય જોવા મળે. ગુજરાતી ગીતની એકવિધતાની છાપ સિત્તેરના દાયકામાં વધુ ઘેરી બની એનું એક કારણ બાબત પણ છે.
અનેક ગીતોને અસંખ્ય ચાહકોના હોઠે રમતા મુકીને ૨૦ મી ઓગસ્ટ, ૧૯૮૪ ના રોજ તેમણે કાયમ માટે આંખ મીંચી. તેમના પુત્ર ગૌરાંગ વ્યાસ કાબેલ સંગીતકાર છે અને તેમણે અનેક ફિલ્મોમાં સંગીત આપ્યું છે. એમ અવિનાશ વ્યાસના ગીતોને પણ સંગીતબદ્ધ કર્યા છે.
ગુજરાતને ગાતું કરનાર અવિનાશ વ્યાસની આગામી ૨૦ ઓગસ્ટ ૨૦૨૦ ના તેમની સ્મૃતિને કાયમ માટે સાચવી લેવા માટે વિવિધ કાર્યક્રમો ઉપરાંત તેમના તમામ ગીતોનો સંચય અને જીવનકથા જેવું કંઇક નક્કર કામ થાય તો તેમનું ઋણ કંઇક અંશે ચૂકવી શકાય. અલબત્ત સુરેશ દલાલ દ્વારા તેમના ગીતોનું સંપાદન પાંદડું લીલું ને રંગ રાતો ના નામે થયું છે. નોંધવું રહ્યું.
દરમિયાન બીજા એક સંગીતકાર આવ્યા. તે હતા અજીત મર્ચન્ટ.
(
તા.. નીચે અવિનાશ વ્યાસના ઓરીજીનલ વોઈસ ઓડિયો તથા બીજા ઓડિયોમાં પ્રથમવાર સંગીતબદ્ધ થયેલું ગીત આપેલ છે.)
સીને રિપોર્ટર ગજ્જર નીલેશ
ક્રમશઃ

0 comments:

Post a Comment

facebook fan club

banner add

slider

This is chhello divas movie

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.
This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

This is default featured slide 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

This is default featured slide 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

This is default featured slide 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

Unordered List

ABCD

movie detail

Document