This is default featured slide 1 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

Showing posts with label last chanse. Show all posts
Showing posts with label last chanse. Show all posts

Thursday 17 November 2016

vijay limbachiya

‘લાસ્ટ ચાન્સ’ મારી કારકિર્દીની ફર્સ્ટ ચાન્સ સાબિત થશે

ગુજરાતી ફિલ્મોમાં વિજય લીંબાચીયાનું નામ જાણીતું છે. જેઓએ જનમો જનમની પ્રીત, સગી નણંદના વીરા, તારી પ્રીત ભૂલી ના ભુલાય, પ્રેમ, સાત જનમનો સંગાથ વગેરે સફળ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે. મૂળ વિજય લીંબાચીયા જૂની અભિનેત્રી મલ્લિકા સારાભાઈની દર્પણ એકેડમીમાં કૈલાશ પંડ્યાના હાથ નીચે લેખન અને નાટ્ય દિગ્દર્શનનો કોર્સ કર્યો. પંડ્યા રંગભુમી પર બહુ મોટું નામ ધરાવે છે. જેમની સાથે રહીને કંઇક શીખવું તે એક લહાવો છે. તે વિદ્યાર્થી જયારે રંગમંચ પર પોતાની દિગ્દર્શનની કલા બતાવે ત્યારે ભલભલા શ્રોતા ખુરશી છોડવાનું વિચારતા નથી. વિજય લીંબાચીયાએ સફળ નાટકો પણ દિગ્દર્શીત કર્યા છે. જેમાં શંકાની જાળ, સંસાર રથ, ત્રિતાપ જેવા ઘણાય કોમર્શીયલ પ્લે કર્યા. વિજય લીંબાચીયાના કામ પ્રત્યેની ધગશ જોઈને કૈલાશ પંડ્યાએ નાટ્યકાર નિમેશ દેસાઈને તેમનું નામ સૂચવ્યું. નિમેશ દેસાઈ સાથે રહીને પણ વિજય લીંબાચીયા વધુ અનુભવી બન્યા. નિમેશ દેસાઈ સાથે નાટકો અને સીરીયલો ડિરેક્ટ કરી અને બહોળો અનુભવ મેળવ્યા બાદ ‘ધુમ્મસ’ સીરીયલમાં સ્વતંત્ર દિગ્દર્શનની જવાબદારી લીધી. શીખેલો અનુભવ સફળતા અપાવે એ ઉક્તિને સાચી પાડતા તેઓએ સીધી ફિલ્મોમાં છલાંગ નથી મારી. અત્યારની અર્બન ફિલ્મોમાં દર ત્રીજી ફિલ્મે ડિરેક્ટર નવો અને બીનઅનુભવી હોય છે. જેના મેકિંગની અસર સીધી ફિલ્મ પર પડે છે અને કાં તો ફિલ્મ પીટાઈ જાય છે. તો ક્યારેક અધવચ્ચે જ શુટીંગ અટકી જાય છે. ઘણી બધી એડફિલ્મો અને ડોક્યુમેન્ટ્રીના ડિરેક્ટર બન્યા અને હવે આ સફળ દિગ્દર્શન વિજય લીંબાચીયા ગ્લોબલ વોર્મિંગના વિષય પર આધારિત ‘લાસ્ટ ચાન્સ’ કરી રહ્યા છે.

પ્ર – ફિલ્મ ‘લાસ્ટ ચાન્સ’ કેવી હશે ?
ઉ – આપણી ઈચ્છા હોય કે જે લોકો સાથે આપણે શેર કરીએ પણ જ્યાં સુધી એ ઈચ્છા પૂરી ન થાય ત્યાં સુધી કંઈ કરી ન શકાય. આપણે જેમ જીવી રહ્યા છીએ આ કુદરતના સહારે એને આપણે જ નુકસાન પહોચાડી રહ્યા છીએ. આ વિષય મને ગમ્યો અને અમે લોકોને આ પરિસ્થિતિથી રૂબરૂ કરાવવા ફિલ્મ બનાવવાનું વિચાર્યું. ફિલ્મના નિર્માતાઓ પ્રવીણ ચૌધરી, નીતિન પટેલ, ચંદુભાઈ પટેલ અને નીતિનભાઈ પટેલ છે. એમને વાર્તા પસંદ આવી અને ફિલ્મ તૈયાર થઇ. અમુક ફિલ્મો માત્ર મનોરંજનપૂર્ણ હોય છે. જયારે અમારી ફિલ્મ મનોરંજનની સાથે સાથે એક સદેશાત્મક ફિલ્મ છે. અત્યારે પૃથ્વી પર વસતા લોકો જ નહિ પણ પૃથ્વી માટે પણ ઘણા કષ્ટો છે જે લોકો ધ્યાન પર લેતા નથી અને એકધારૂં પોતાનું જીવન જીવી રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગની અસર ઘટવાને બદલે જો સતત વધતી રહેશે તો પૃથ્વી પર વસતા લોકોનું જીવન બદલાઈ જશે અને કુદરતી આફતોનો સામનો નહિ કરી શકે. જો આમ બનશે તો જીવશ્રુષ્ટિ જશે ક્યાં ? એટલે આપણે જેમ આપણા ઘરને સ્વચ્છ રાખીએ છીએ તે રીતે પૃથ્વી પ્રત્યે પણ સજાગતા કેળવવી જોઈએ.

 પ્ર – નિર્માતાઓ અને કલાકારો સાથેના અનુભવો ?
ઉ – ‘લાસ્ટ ચાન્સ’ ના નિર્માતાઓ સાથે મારે જાણે મનમેળ થઇ ગયો હતો. મને તેમણે કામ કરવાનું એટલે ફિલ્મના દિગ્દર્શન માટે સ્વતંત્રતા આપી હતી. તેમની સાથેના અનુભવો સારા રહ્યા હતા. કલાકાર સંજય મૌર્ય એક એવો કલાકાર છે જે પોતાની સ્ટાઈલથી કામ કરે છે. અમારે એવો જ હીરો જોઈતો હતો જે ચેહરાથી જ મનમોજી લાગે. અભિનેત્રી શાલિની પાંડે ખૂબ જ મહેનતુ છોકરી છે. નોનગુજરાતી છે પણ તે ગુજરાતી બોલી જાણે છે. બધા સાથે હું પ્રથમવાર કામ કરી રહ્યો હતો પણ મને લાગ્યું નથી કે પહેલીવાર કામ કરી રહ્યો છું.

પ્ર – ફિલ્મના લોકેશન્સ ?
ઉ – ખાત્રજ ગામ પાસે આદરા કોલેજ, નળસરોવરની આસપાસના રમણીય દ્રશ્યો ફિલ્મમાં જોવા મળશે અને અમદાવાદની ખાડિયાની પોળ પણ વર્ષોથી ફિલ્મો અને હિન્દી – ગુજરાતી સિરિયલ્સના શીતિંગ માટે જાણીતી છે તે જોવા મળશે. ઇડર અને આબુના દ્રશ્યો ફિલ્મમાં છે.

પ્ર – અત્યારે દર ત્રીજી ફિલ્મ કોલેજીયન પર બને છે તો દર્શકો કંટાળી નહિ જાય ને ?
ઉ – તમારી વટ સાચી છે કે દરેક ફિલ્મમેકર્સ યંગસ્ટર્સને આકર્ષવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ જે ફિલ્મો નબળી છે તેને પ્રતિસાદ નથી મળતો. ફિલ્મનો અસલી હીરો તો દર્શક જ છે. તે જો આવી કથાવસ્તુ સ્વીકારશે તો અમને આનંદ થશે. અમારી ફિલ્મ ‘લાસ્ટ ચાન્સ’ માં કોલેજ એકમાત્ર નાનો ભાગ છે. પણ મૂળ વિષય તો ગ્લોબલ વોર્મિંગ જ છે.

n  ગજ્જર નીલેશ

facebook fan club

banner add

slider

This is chhello divas movie

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.
This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

This is default featured slide 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

This is default featured slide 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

This is default featured slide 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

Unordered List

ABCD

movie detail

Document