‘મારા
વીરા તને લાડી લઈ દઉ,
ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ
દઉં’. ‘ગણેશા’, ‘લહેરીલાલા’ સોન્ગ
દ્વારા યુવાઓ સહિતના લોકોના હ્યદયમાં જગ્યા બનાવી લેનાર કિંજલ દવેએ પોતાના સૂરીલા
અવાજથી પ્રસિદ્ધી મેળવી છે. જો કે કિંજલ દવે હવે સિંગીગની સાથે ગુજરાતી ફિલ્મમાં
અભિનય કરતી પણ જોવા મળશે. સિંગીગ ક્ષેત્રે કિંજલને મળેલી લોકચાહના તેને ગુજરાતી
ફિલ્મ સુધી ખેંચી ગઈ હતી. કિંજલે પોતાના ‘ચાર
ચાર બંગડી વાળી ગાડી’
સોન્ગ પહેલા ‘દાદા હો દીકરી’ નામનું
ગુજરાતી ફિલ્મ સાઈન કર્યું હતું. ધોરણ બારની પરીક્ષા બાદ સિંગીગ કાર્યક્રમના
વ્યસ્ત શિડ્યુલ વચ્ચે પોતાની પહેલી ગુજરાતી ફિલ્મનું શૂટિંગ અંગે કિંજલ દવેએ વાત કરી
હતી.
ઉ
– ફિલ્મના પાત્ર વિશે અત્યારે સસ્પેન્સ જ રહેવા દઈએ. હા, એટલું ચોક્કસ કહીશ કે
ફિલ્મમાં ફિલ્મમાં હીરો પણ હું જ છું અને હિરોઈન પણ હું જ છું. ફિલ્મનું શુટિંગ
ગુજરાતના નયનરમ્ય સ્થળો જેવા કે અમદાવાદ, ગાંધીનગર તથા વૈષ્ણોદેવી વિસ્તારના
મનમોહક સ્થળો પર કરવામાં આવ્યું છે. જેનાથી ફિલ્મ જોવાની દર્શકોને ચોક્કસથી મજા
આવશે. હાલ ટો ફિલ્મનું શુટિંગ પૂર્ણ થઇ ગયું છે અને હાલ પોસ્ટ પ્રોડક્શનનું કામ
ચાલુ છે. ફિલ્મ ટૂંક સમયમાં થીયેટરમાં રજૂ થશે.















