Sunday, 8 September 2019

gujarati filmo ni gaikal part 5

http://www.gujaratifilm.co.in/

ગુજરાતી ફિલ્મોની ગઈકાલ (ભાગ )

ગુજરાતી ફિલ્મોના શરૂઆતના તબક્કામાં સાહિત્યિક વિષયો, ભવાઈ, પ્રાદેશિક ઘટનાઓ તેમજ જુદીજુદી સમસ્યાઓના ભાગરૂપે જે વાર્તાનું ફિલ્માંકન કરવામાં આવતું હતું તે ખૂબ જ સુંદર હતું. વખત જતા તેમાં વિષય એકધારાપણું પ્રવેશી ગયું. વિષયોની ખોટ સાલવા લાગી. તત્વસભર મનોરંજનના બદલે પ્રેમલા પ્રેમલીની વાર્તાઓ શરૂ થઇ અને વળી એમાં પણ થયું, ભાષાનું અર્થનું અનર્થ. આવા બધા સંજોગો ભેગા થવાને કારણે કેમેરા એન્ગલમાં પણ ફેરફાર આવ્યા. કહેવાનો મતલબ કે ફિલ્માંકનની દ્રષ્ટિમાં પરિવર્તન આવ્યું. જેના કારણે રચનાત્મકતા મરી પરવારી અને બિનજરૂરી અભિનયનો અતિરેક બતાવવામાં આવ્યો. જેના કારણે દર્શકોમાં ઘટાડો થયો. ફિલ્મોની આવી છાપના કારણે સારા નિર્માતા અને દિગ્દર્શકોને પણ ભોગવવું પડ્યું.
          અમેરિકાના દિગ્ગજ ફિલ્મમેકર સિડની લ્યુમેટ ફિલ્મમેકિંગની સરસ વ્યાખ્યા આપે છે. “it’s a complex technical and emotional process. It’s art. It’s commerce. It’s heartbreaking and it’s fun. It’s a great way to live.” ઉપરોક્ત સંદર્ભને યથાર્થ ઠેરવતા ગુજરાતી ફિલ્મનિર્માણની શરૂઆતના તબક્કામાં જે લોકોએ યોગદાન આપ્યું તે પ્રશંસનીય છે. એ અરસામાં ફિલ્મનિર્માણમાં દ્વારકાદાસ સંપત અને માણેકલાલ પટેલે ભાગીદારીમાં કોહિનૂર કંપનીની સ્થાપના ૧૯૧૯ માં કરી. આ સાલમાં ઓરિએન્ટલ ફિલ્મ કંપની લી.દ્વારા સર્જાયેલી અને નવોદિત શીખ યુવક સચેતસિંહ દ્વારા દિગ્દર્શિત નરસિંહ મહેતાબની. વિજય ભટ્ટ દ્વારા સંસારલીલા’. તેમજ વી.એમ.વ્યાસે રાણકદેવીફિલ્મનું નિર્માણ કર્યું. જેમાં માસ્ટર છનાલાલ ઠાકરે સંગીત આપ્યું અને મનસ્વી પ્રાંતિજવાળાના ગીતો હતા. ત્યારબાદ છોટુભાઈ પુનાતરે નારદમુની’, ‘કૃષ્ણ સુદામા’, ‘રમતા રમતાવગેરે ફિલ્મોનું સર્જન કર્યું. જેમાં દિગ્દર્શક રમણ બી. દેસાઈ અને સંગીત અવિનાશ વ્યાસનું હતું. એક સમય દરમિયાન રતિભાઈ પુનાતર, નિરુપા રોય, અવિનાશ વ્યાસ, અરવિંદ પંડ્યા જેવા પોતાના ક્ષેત્રના ધુરંધરો ગુજરાતી સિનેમાને પ્રાપ્ત થયા. એ નાનીસુની વાત ન કહેવાય. ત્યારબાદ પાંચમાં દશકમાં અનુભવના જોરે નવા પરિવર્તનો સાથે ફિલ્મનિર્માણ પામી. બીપીન ગજ્જરની સહાયથી મનહર રસકપૂરે મહેંદી રંગ લાગ્યોફિલ્મ બનાવી. જેમાં રાજેન્દ્ર કુમાર અને ઉષા કિરણે અભિનય આપ્યો અને અવિનાશ વ્યાસે સંગીત આપ્યું. આ ફિલ્મ ખૂબ સફળ રહી. ત્યારબાદ ચંદ્રકાંત સાંગાણી, ગોવિંદ સરૈયા, મનુભાઈ ગઢવી અને રવીન્દ્ર દવે જેવા ધુરંધરો ફિલ્મનિર્માણ ક્ષેત્રે આવ્યા. રવીન્દ્ર દવેની ફિલ્મ જેસલ તોરલદ્વારા ગુજરાતી સિનેમાનો સારો સમય આવ્યો. આ ફિલ્મ પછી જ સૌરાષ્ટ્ર લોકકથા પડદા પર આવવા લાગી અને સફળ પણ રહી. ઉપેન્દ્ર ત્રિવેદીની ઝેર તો પીધા જાણી જાણીસફળતાથી વંચિત રહી. ત્યારબાદ ફિલ્મ કંકુલઈને કાન્તીભાઈ રાઠોડ આવ્યા. જે ફિલ્મને ઘણા એવોર્ડ મળ્યા અને ત્યારબાદ નવા ચહેરા ગુજરાતી ફિલ્મોમાં પ્રવેશ્યા. જેમાં રામરાજ નાહટા, મહેશ નરેશ, ગૌરાંગ વ્યાસ, રાજકુમાર બોહરા, રામાનંદ સાગર તેમજ નવા કલાકારોમાં રાજીવ, સુષ્મા વર્મા, અરવિંદ રાઠોડ, અરવિંદ જોશી, સરલા યેવલેકર, રાગીણી, અરવિંદ કિરાડ વગેરેનો પ્રવેશ થયો. ગુજરાતી સિનેમાના પાયા સમાન આ લોકોનો ખૂબ મોટો ફાળો છે. જેમણે ગુજરાતી ફિલ્મને એક ઓળખ આપી અને કસોટીકાળમાં હિંમત રાખી સિનેમાને જીવંત રાખ્યું હતું.
         
સિનેમાઘરના પડદા ઉપર આપણે જે દ્રશ્ય જોઈએ છીએ એ દિગ્દર્શકની કલ્પનાનું પરિણામ માત્ર છે. કોઈપણ એક વાર્તાના વાંચન પછી દિગ્દર્શક જે કલ્પના કરે છે, તેને ફિલ્મના રૂપમાં સર્જે છે. આમ, દિગ્દર્શક એ ફિલ્મનો શિલ્પી છે.ફિલ્મ દિગ્દર્શકની જવાબદારી કથાનક, પાત્રવરણી, અભિનય, ગીત, સંગીત, સંવાદ અને સીનેમેટોગ્રાફીના કાર્યનું મિશ્રણ કરી એક અદભુત ફિલ્મનું નિર્માણ કરવાની છે. આમ બધાની મહેનતનો આધાર એકલા દિગ્દર્શકના ખભે હોય છે. એટલે જ તેને કર્તાહર્તા, સમાહર્તા કે નુકસાનકર્તાનું બિરુદ આપવામાં આવ્યું છે. સાથે સાથે જુદી જુદી આવડતવાળા લોકોનું સામુહિક યોગદાન થકી ફિલ્મની સફળતા સમાયેલી હોય. દરેકે પોતાની જવાબદારી સમજી અને કાર્ય કરવું પડે છે. ગુજરાતી ફિલ્મોનો ઈતિહાસ તપાસતા માલુમ પડે છે કે તેના વિકાસમાં ગુજરાતી ફિલ્મનિર્માણ સાથે સંકળાયેલા શરૂઆતના દોરના નિર્માતા અને દિગ્દર્શકોનો ખૂબ મોટો ફાળો છે.
          ગુજરાતી ફિલ્મોની પ્રગતિમાં તે સમયની રાજકીય પરિસ્થિતિ, લોકોની માનસિકતા અને આવકના સાધનો. જેવી ઘણી બધી બાબતો સંપૂર્ણપણે ભાગ ભજવતી હતી. આ એ સમય હતો જયારે ગુલામી અને આઝાદી બંનેના દોરમાં માણસ જીવતો હતો. માટે જનમાનસ પર એક મિશ્ર વિચારધારા છપાયેલી હતી. ગાંધીજીએ જયારે સત્યાગ્રહની શરૂઆત કરી તેમણે સૌપ્રથમ કદાચ એવું જ વિચાર્યું હશે કે ભારતના લોકો આમ તો આઝાદીની વાતો કરે છે. આગળ આવવા માટે કેટલા લોકો તૈયાર છે? માટે, પ્રજા હિંસાથી નહિ. પરંતુ અહિંસાના માર્ગ દ્વારા જ એકજુથ થશે. કારણ કે જો આટલી મોટી જનસંખ્યા હોવા છતાં હિંસા દ્વારા અંગ્રેજોને કોઈ નુકસાન ન કરી શકી તો તેનો અર્થ બીજો શું સમજવો? આમ, અહિંસાના માર્ગ દ્વારા ગાંધીજીએ આ કામ પાર પાડ્યું. ગાંધીજી લોકોની માનસિકતા સમજી ગયા હતા. આ સમયમાં ફિલ્મોનું પણ ખૂબ સારૂ યોગદાન હતું. અગાઉ ચર્ચા કરી તેમ ભક્ત વિદુરફિલ્મ થીયેટરોમાંથી ઉતારી લેવામાં આવી હતી. આમ, ફિલ્મ શું અસર કરી શકે છે. એ વાતનો સ્પષ્ટપણે ખ્યાલ આવે છે. આઝાદી બાદ જે ગુજરાતી ફિલ્મો આવી તેમાં ઈતિહાસ અને પ્રાદેશિકતાના દર્શન થતા હોવાથી લોકોને પોતાની આસપાસનું અને પોતાના રાજ્યમાં ઘટેલી ઘટનાઓની વાત ફિલ્મ સ્વરૂપે જોવા મળતી હતી. આ સમયગાળો એવો હતો કે ભારત દેશની સાથેસાથે જે ભારતના નાગરિકોનો પણ વિકાસ થતો હતો. નવી રીતભાત, નવા વિચારો, એક જુદું જ વલણ લોકો અપનાવતા થયા હતા. એ બધી બાબતોનો પડઘો ગુજરાતી સિનેમા ઉપર પણ પડતો હતો. માટે જ સમય સમય પર નવા વિષયો સાથે ફિલ્મો બનવા લાગી અને લોકોએ તે પસંદ પણ કરી. ટાંચા સાધનો વડે ફિલ્મનિર્માણ થતું. આજે પણ આપણે જોઈ શકીએ છીએ કે જૂની ગુજરાતી ફિલ્મોનું કેમેરાવર્ક, એડીટીંગ એવું હતું કે તે પરથી જ ખ્યાલ આવી જાય કે ફિલ્મ કેટલી જૂની હશે. જેમાં બે દ્રશ્ય જોડવા માટે વચ્ચે પટ્ટી પણ આપણે જોઈ શકીએ. રંગોમાં પણ ધૂપ છાંવ જોવા મળે છે. પરંતુ, ફિલ્મની વાર્તા અને અભિનય એક મજબુત પાસા તરીકે અલગ તરી આવે છે અને જે બાબત અગત્યની છે. તેમાં કોઈ કચાશ દેખાશે નહિ. આમ, ગુજરાતી ફિલ્મોની શરૂઆતનો દોર કદાચ ટેકનોલોજીના વિકાસના અભાવે ખામીયુક્ત લાગે. પરંતુ, અભિનય, ગીત અને સંગીત અને ફિલ્મની વાર્તા એટલી તો મજબુત હતી કે અત્યારે પણ એ ફિલ્મોની ચર્ચા થતી જોવા મળે છે.



સીને રિપોર્ટર ગજ્જર નીલેશ


0 comments:

Post a Comment

facebook fan club

banner add

slider

This is chhello divas movie

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.
This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

This is default featured slide 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

This is default featured slide 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

This is default featured slide 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

Unordered List

ABCD

movie detail

Document