Sunday, 8 September 2019

gujarati filmo ni gaikal part 4

http://www.gujaratifilm.co.in/

ગુજરાતી ફિલ્મોની ગઈકાલ (ભાગ )


સિત્તેરના દાયકામાં ગુજરાતી ફિલ્મોની હાલત ખૂબ જ ખરાબ થઇ ગઈ હતી ત્યારે ગુજરાત સરકારે ફિલ્મોદ્યોગના વિકાસ માટે ખાસ સમિતિની રચના કરી અને સમિતિની કાર્યવાહી હેઠળ ગુજરાત સરકારે થોડી શરતો સાથે મનોરંજન કરમુક્તિ આપવાની જાહેરાત કરી. જેના કારણે ગુજરાતી ફિલ્મનિર્માણમાં વધારો થયો. રવીન્દ્ર દવેની જેસલ તોરલદ્વારા અનુપમા, ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, રમેશ મહેતા જેવા કલાકારો મળ્યા. આ ફિલ્મ પછી આવેલી લોકકથા આધારિત ફિલ્મો, જોઈએ તેવી સફળ ન થઇ. ત્યારબાદ માં બાપ, લોહીની સગાઇ, વણઝારી વાવ, પીઠીનો રંગ, પારકી થાપણ, ભાભી, સોનબાઇની ચુંદડી વગેરે જેવી સરસ ફિલ્મો રજૂઆત પામી. ૧૯૭૨ પછી આવેલી ફિલ્મોની વાર્તાઓ થોડી કંટાળાજનક લાગે છે. એકને એક કથાનક વારંવાર જોવા મળતો હતો. સારા સંવાદોને બદલે નાસમજ પ્રેક્ષકોને ગલગલીયા થાય તેવા સંવાદો, અભિનયના નામે દર્શકોને છેતરવા, બીંબાઢાળ વાર્તા અને ચોયણી, પાઘડી, બળદગાડા, ગામની પનીહારીઓની મસ્તી જેવી બાબતોના અતિરેકથી ફિલ્મો બનવા લાગી હતી. ફિલ્મ એ દ્રશ્ય માધ્યમ છે. એ ભૂલી માત્ર સંવાદ દ્વારા જ જે તે દ્રશ્યનું અર્થઘટન થતું જોવા મળે છે. અપવાદરૂપ ગુજરાતી ફિલ્મોદ્યોગને જાળવી રાખે એવી ફિલ્મો બની. પરંતુ ગુજરાતી સિનેમાની શરૂઆતમાં જ રીધમબની હતી તે બેસૂરીબનતી ગઈ. અલબત્ત ગુજરાતી સિનેમાનો કહી શકાય તેવો સુવર્ણયુગ ધીરે ધીરે હવે અસ્ત થવા લાગ્યો હતો.
         
ગુજરાતી સીનેજગતે જોયેલા ૧૯૩૨ થી ૧૯૯૦ ના દાયકાના સુવર્ણયુગ પર વૈશ્વિકકરણ અને મૂળ વ્યાપારી નીતિની અસર પડી જ છે. તેમાં શંકા નથી. સરકારની વિવિધ નીતિઓ રીતિઓની સાથે સાથે ગુજરાતમાં પશ્ચિમીકરણના વાયરાનું પણ ૧૯૯૨ થી મોટાપાયે આગમન થયું. આથી જ કહી શકાય કે છેલ્લા બે દાયકાથી ચાલી રહેલ ગુજરાતી સીનેજગતની અત્યંત કંગાળ હાલત માટે ક્યાંકને ક્યાંક ગુજરાતી પ્રજા જવાબદાર છે.
          તકનીક અથવા ટેકનોલોજીમાં જે ધરખમ ફેરફાર થયો. તેનો પૂરેપૂરો લાભ લેવામાં ગુજરાતી ફિલ્મોદ્યોગ સાથે જોડાયેલા લોકો નિષ્ફળ રહ્યા છે. ફિલ્મનિર્માણમાં દરેક વ્યક્તિ અગત્યની હોય છે. શરૂઆત ફિલ્મની વાર્તાથી થાય છે. કોઈપણ એક વિષય પસંદ કરી તેના ઉપર કામ કરવું અને પડદા પર જે રજૂઆત કરવાની છે તેના દરેક એન્ગલ, વાર્તાનો મર્મ, સરપ્રાઈઝ એલિમેન્ટ, પ્રેમ, કરુણા, ઈર્ષા અને દરેક પાત્રને જોડતી મજબુત કડી પર ખૂબ જ જહેમત ઉપાડવી પડે છે. ત્યારબાદ અભિનય માટે વાર્તાને અનુરૂપ પાત્રોની પસંદગી કરાય છે. જે અભિનેતા કે અભિનેત્રી કાગળ પર લખેલી વાર્તાને પડદા પર જીવંત બનાવી દે તેવા કલાકારો ફિલ્મમાં પસંદગી પામે છે. ગીત અને સંગીત ફિલ્મનો અગત્યનો ભાગ હોય તેમાં સતત નવું પીરસવા પ્રયત્નશીલ રહે તેવા ગીતકારો અને સંગીતકારોની પસંદગી કરી લોકોને કર્ણપ્રિય સંગીત પીરસવામાં આવે છે. આમ ખૂબ મહેનત માગી લે તેવું આ કાર્ય છે. તેમજ તાજગી બક્ષે એવા કથાનક સાથે ફિલ્મનું નિર્માણ કરવું જરૂરી બની રહે છે, સંગીતમાં અવિનાશ વ્યાસ જેવા સંગીતકાર હોય તો ફિલ્મમાં ગીત અને સંગીત તેનું જમા પાસું બની જતું હતું. ગીત અને સંગીતના જોરે પણ ફિલ્મ સફળ જાય એવા અનેક ઉદાહરણો છે. આમ પણ ગુજરાતીઓ સંગીતપ્રેમી છે. સાથેસાથે બોલીવૂડ અને પશ્ચિમી સંગીતમાં પણ સારી એવી રૂચી ધરાવે છે અને સાંભળવું પસંદ કરે છે. માટે ગુજરાતી ફિલ્મનિર્માણ સાથે જોડાયેલા લોકોની કંઇક સારૂ પીરસવાની જવાબદારી વધી જાય છે. ગુજરાતમાં પ્રસંગે પ્રસંગના ગીતો ગવાય છે. આમ ગીત અને સંગીતની એક વિશિષ્ટ પ્રણાલી પરંપરાગત રીતે ચાલી આવે છે. ગુજરાતમાં લોકનૃત્યમાં દાંડિયારાસ અને ગરબા વિશ્વમાં પ્રખ્યાત છે. ત્યારે તેનો ઉપયોગ કરવામાં ફિલ્મ દિગ્દર્શકો પાછળ નથી રહ્યા. જૂની ફિલ્મ હોય કે નવી ફિલ્મ હોય તેની અંદર દાંડીયારાસની રમઝટ પહેલા પણ હતી અને આજે પણ જોવા મળે છે.
         
મૂક ફિલ્મોની વિશિષ્ટતા એ હતી કે તેમાં ગીત અને સંગીતની રજૂઆત જૂની ગુજરાતી રંગભૂમિની જેમ જ. મંચની પાછળ બેઠેલ સંગીત મંડળી દ્વારા ગવાતા ગીતો અને રજૂ થતા સંગીતથી થતી હતી.એ સમય એવો હતો કે આવું કરવા સિવાયનો કોઈ રસ્તો નહોતો. પરંતુ, ધીરે ધીરે ટેકનોલોજીમાં ફેરફાર સાથે મૂંગી ફિલ્મોમાંથી બોલતી ફિલ્મોની શરૂઆત થઇ. આ પછી પણ ફિલ્મનિર્માણમાં નવી રીતભાત અને સંશોધનો ચાલુ જ હતા. કહેવાનો મતલબ કે સમયની સાથે બદલાવ જરૂરી છે. તેવી જ રીતે આજે ગુજરાતી સિનેમામાં પણ બદલાવની જરૂર છે.
ફિલ્મમાં એક અગત્યનું પાસું તેના સંવાદ છે. ગુજરાતી ભાષામાં વિવિધતા જોવા મળે છે. પંચમહાલ, સૌરાષ્ટ્ર, કચ્છ, અમદાવાદ, સુરત વગેરે જગ્યાએ બોલાય છે તો ગુજરાતી જ. પણ ઢાળ અને લહેકા અલગ જોવા મળે છે. હવે જયારે ફિલ્મમાં શુદ્ધ ગુજરાતી બોલતા સંવાદો ઉમેરવામાં આવે તો જે તે શહેર વિસ્તારના લોકોને એમાં પોતીકાપણું ન લાગે. આ તો થઇ વિસ્તાર મુજબની ભાષાની વાત. પરંતુ સંવાદો બોલતી વખતે તેમાં રજૂ થતી કરુણા, પ્રેમ, ઈર્ષા, ખુશી જેવા પ્રસંગે ઉચ્ચારેલા શબ્દોમાં જે ભાવ આવતો હોય તે યોગ્ય હોવો જોઈએ. નહીતર, વધારે પડતી લાગણીના ઓવરડોઝ તથા સંવાદ અને બોડીલેન્ગવેજનું મિશ્રણ બરાબર થતું નથી. ઘણીવાર દ્વિઅર્થી સંવાદ વડે ફિલ્મની કથાવસ્તુની હત્યા થઇ જાય છે.
         
માણસની આંખ દ્રશ્યના સતત અનુભવમાં આવતી વિકૃતિઓને પણ સુધારતી જતી હોય છે. કોઈ વસ્તુ ઉપર નજર પડતા જો એના કદ, રંગ વગેરે અંગે આંખ આભાસ ઉત્પન્ન કરે તો માણસ ખુદ એને અનેક રીતે જોઈ તપાસી એને સમજી લે છે. ફિલ્મકાર કે દિગ્દર્શક ઉચિત કલાત્મક કારણ ન હોય તો આવી કોઈ ગેરસમજ પ્રેક્ષકના મનમાં ન ફેલાય એ રીતે જ તસવીર ઝીલે છે. જેથી આસનમાં સ્થિર બેઠેલા પ્રેક્ષક લાચારી ન અનુભવે. કારણ કે માણસની આંખની જેમ લેન્સ જાતે કશું કરી શકતો નથી હોતો.કેમેરામાં ઝડપાતા એક એક દ્રશ્યના સંકલન દ્વારા ફિલ્મ બને છે. માટે એક કેમેરામેને વાર્તામાં રહેલો મર્મ દિગ્દર્શકના કહેવા મુજબ જુદીજુદી રીતે દ્રશ્યાંકન કરવામાં સમજદારીપૂર્વક કામ લેવું પડે છે. જેવી રીતે સીરીયલોમાં કેમેરા દ્વારા ઝીલાતા ચહેરાના હાવભાવના દ્રશ્યનો અતિરેક જોવા મળે છે. તેની સામે ફિલ્મોના હાવભાવ અને મૂક અભિનયને એવી રીતે ફિલ્માંકન કરવું કે સંવાદની સાથેસાથે કેમેરા એન્ગલ પણ કથાનકની જરૂરિયાત મુજબ અસર ઉભી કરી શકે. તેમાં લાઈટીંગ, ઇનડોર શુટિંગ, આઉટડોર શુટિંગ, કપડાના રંગોની પસંદગી, કેમેરા અને અભિનેતા વચ્ચેનું અંતર, ફ્રેમમાં રહેલી આસપાસની પ્રોપર્ટી વગેરે જેવી બાબતો અસરકારક રીતે ફિલ્મ દ્રશ્યાંકનનો અગત્યનો ભાગ બની રહે છે.
         


સીને રિપોર્ટર ગજ્જર નીલેશ

0 comments:

Post a Comment

facebook fan club

banner add

slider

This is chhello divas movie

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.
This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

This is default featured slide 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

This is default featured slide 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

This is default featured slide 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

Unordered List

ABCD

movie detail

Document