Wednesday, 7 August 2019

gujarati filmo ni gaikal part 2

http://www.gujaratifilm.co.in/

ગુજરાતી ફિલ્મોની ગઈકાલ – (ભાગ – ૨)
          


         “માનવીની આંખ કરતા કેમેરાનો લેન્સ તદ્દન જુદી રીતે દ્રશ્ય જુએ છે. એટલું જ નહિ, માણસની આંખ જેટલી ઝડપથી એ ફોકસ (focus) બદલી શકતો નથી. દ્રષ્ટિકોણ (Angle) પકડતો નથી. તેમજ બદલાતી કે જુદા પ્રકારની પ્રકાશની સ્થિતિને અનુકુળ થઇ શકતો નથી. દ્રશ્ય ઝડપતી વખતે આ બધી પરિસ્થિતિઓને ખ્યાલમાં રાખી કેમેરાનો ઉચિત લેન્સ ગોઠવી અકુદરતી ન લાગે એ રીતે ફિલ્મકાર વાસ્તવિકતા પકડતો હોય છે. ટૂંકમાં તસ્વીર દ્વારા ઝીલાતી વાસ્તવિકતા માનવીની આંખ દ્વારા સમજાતી વાસ્તવિકતા કરતા નિરાળી છે.” ફિલ્મમાં સીનેમેટોગ્રાફીની વાત કરીએ તો ધૂપ છાંવ વધારે જોવા મળે છે. છાણથી લીપેલી ઘરની દીવાલો, ગામડાની શેરીઓ, ચા નાસ્તા માટેની ગામડાની હોટેલ, વાસ્તવિક લગતી ખેતરની ધૂળમાં થતો ઝગડો અને પાણી ભરતી પનીહારીઓને સરસ રીતે કચકડે કંડારવામાં આવી છે. એક ગીતમાં પ્રભાસ પાટણ, દ્વારકા, સોમનાથ, અંબાજી, ડાકોર જેવા જુદાજુદા દ્રશ્યો ઉમેરવાથી વિવિધતા જોવા મળે છે અને તેના માટે થયેલી મહેનત દેખાઈ આવે છે.
          સ્વ. પન્નાલાલ પટેલની વાર્તા ‘કંકુ’ પરથી બનેલી ગુજરાતી ફિલ્મ ‘કંકુ’ માં મલકચંદ નામના વાણીયાથી ગર્ભવતી બનેલી વિધવાની વાત છે. તે નહિ, પરણવાનો નિર્ણય કરે છે અને પોતાના દીકરાને હિંમતપૂર્વક સંઘર્ષ વેઠીને મોટો કરે છે. સામાજિક સંજોગોમાં ફસાતી અને આત્મગૌરવ સાચવવા મથતી ભારતની નારીનું અહીં ખૂબ સંવેદનશીલ ચિત્રણ થયું છે. સામાન્ય રીતિ રીવાજો અને બંધન સામે લડતી વિધવા સ્ત્રી એક બહુ મોટી પ્રેરણા પૂરી પાડે છે. સંજોગો સામે ટકતા અને લડતા શીખવે છે. આ ફિલ્મને શિકાગો આંતરરાષ્ટ્રીય મહોત્સવમાં પુરસ્કાર આપવામાં આવ્યો હતો. પ્રત્યેક ફિલ્મની નવી વાર્તા, માવજત અને કર્ણપ્રિય સંગીતથી ગુજરાતી સિનેમાને નવી ઓળખ મળી. સાહિત્યકૃતિ અને દંતકથાઓ પર આધારિત ફિલ્મો ભવની ભવાઈ, જન્મટીપ, ભાદર તારા વહેતા પાણી, રાજા ભરથરી, હરિશ્ચંદ્ર, અમર પ્રેમી શેણી વિજાણંદ, શેતલના કાંઠે, હોથલ પદમણી, કાશીનો દીકરો, લાખો ફુલાણી, મેરૂ મૂળાદે, કુળવધુ, દાદા હો દીકરી વગેરે જેવી અનેક ફિલ્મોએ લોકોને આકર્ષિત કર્યા અને સફળતા પ્રાપ્ત કરી.
          “ભવની ભવાઈ” વાર્તા ખૂબ સુંદર છે. અસ્પૃશ્યતાના વિષયને રજૂ કરતી આ ફિલ્મમાં ચક્રસેન રાજાને સંતાન ન હોવાના કારણે ગોરમહારાજના કહેવાથી નીચા વરણને એક વાવ ખોદવાનું કહેવામાં આવે છે અને આ નીચા વરણના એક ઘરમાં પોતાનો સગો દીકરો હોય તે રાજાને ખબર નથી હોતી, રાજાની બે રાણીઓમાંથી એક ઈર્ષાળુ રાણીના કારણે આ રાજકુંવરને જન્મતાવેત રાજાની જાણ બહાર મારી નાખવાનો હુકમ થતા, સૈનિકો તેને મારવા માટે લઇ જાય છે અને કુમળા બાળકને જોઈ મારવાને બદલે તેને પાણીમાં વહેવડાવી દેવામાં આવે છે. આ રાજકુંવર માલા ઢેઢના હાથમાં આવે છે અને પતિ પત્ની બંને તેને ઉછેરીને મોટો કરે છે. આ રાજકુંવર એટલે જીવો. હવે જયારે રાજના બ્રાહ્મણ સાથેના ઝઘડામાં પેલા બે સૈનિકો જીવાને પકડે છે અને ઝપાઝપીમાં પગમાનું લાખુ આ સૈનિકો ઓળખી જતા સાબિત થાય છે કે આ ચક્રસેન મહારાજનો પુત્ર છે. આ જાણ રાજાના નજીકના માણસ ભગલાને કરવા જતા રાણીના માણસો પણ તે વાત જાણી જાય છે અને રાણી ફરી અધૂરું કામ પૂરું કરવા એક નવું કારસ્તાન રચે છે. રાજગોરના મુખેથી રાજાને એ વાત કહેવડાવે છે કે વાંઝીયામેણું ટાળવા વાવમાં પાણી આવવું જોઈએ. તે માટે બત્રીસ લક્ષણા યુવાનનો ભોગ આપવો પડશે અને એ યુવાન જીવો છે. જેના માટે રાજા હુકમ ફરમાવે છે અને ફિલ્મના અંત સાથે જીવાની બલી ચઢાવવામાં આવે છે. મુર્ખ રાજા દ્વારા પ્રજા પર થતી જોહુકમી, નીચા વરણની તકલીફો અને અંધશ્રદ્ધામાં વિંટળાયેલી આ વાર્તા ઘણું બધું કહી જાય છે. ફિલ્મમાં ઉજમ (સ્મિતા પાટીલ) જીવાને પ્રેમ કરે છે અને જીવો (મોહન ગોખલે) પણ ઉજમને પ્રેમ કરે છે. જયારે રાજાનો આદેશ આવે છે ત્યારે ઉજમ હિંમતપૂર્વક જીવાને સમજાવે છે અને પોતાની કોમના ભલા માટેની શરતો રાજા સમક્ષ મુકવા જણાવે છે. આમ એક રાહબરની જેમ તે સતત જીવાની પડખે ઉભી રહે છે. ફિલ્મનો અંત ખૂબ જ કરુણ દર્શાવવામાં આવ્યો છે. આ ફિલ્મની મૂળ વાર્તામાં એક પાત્ર દ્વારા તેના પૌત્રને આ વાર્તા સંભળાવતો બતાવવામાં આવે છે. જે અછૂત હોવાના કારણે ઘણી તકલીફો ભોગવતો દર્શાવવામાં આવે છે.
          “ભારતમાં દલિતોની સમસ્યાઓ અને પરંપરાગત રૂઢિઓને ઉજાગર કરતી આ ફિલ્મ ‘અછુતોનો વંશ’ નામના ભવાઈ વેશમાંથી સીનેકૃતિમાં ઢળાઈ છે. અછુતો અને સંવર્ણો વચ્ચેની સંઘર્ષ કથામાં રાજકીય વ્યંગ રાખીને સામાજિક રૂઢિઓ પર પ્રશ્ન કરાય છે.” ફિલ્મના અંતે કેતન મહેતા આ સંદર્ભમાં અમુક આંકડા દર્શાવે છે તે આઘાતજનક છે. જેમાં નીચલા વરણને અન્યાય થયો હોય તેવું બતાવવામાં આવે છે અને તેમના પર થયેલા હુમલાની સંખ્યા દર્શાવવામાં આવે છે.
          રાજાના પાત્રમાં નસીરુદ્દીન શાહનો અભિનય સરસ છે. દ્વિઅર્થી સંવાદના બદલે અભિનયથી રાજાનું આ પાત્ર પેટ પકડીને હસાવે છે. રાજાની ચાલ, તેના નિર્ણયો, યુદ્ધનીતિ, પ્રજા પર અત્યાચાર વગેરે બાબતોથી અલગ જ વાતાવરણ તૈયાર થાય છે. દુબળો પાતળો લાગતો જીવો નિસ્વાર્થ ભાવે પોતાના જીવના જોખમે રાજાની સામે પોતાના સમાજના લોકો માટે સારૂ કરવાની તૈયારી બતાવે છે અને તેને મરવાની બીક પણ છે. આ બંને ભાવ અભિનેતા મોહન ગોખલે ખૂબ સારી રીતે પડદા પર નિભાવી જાણે છે. જાજરમાન અભિનેત્રી સ્મિતા પાટીલનો અભિનય ખૂબ સરસ છે. ફિલ્મમાં દરેક પાત્ર બંધબેસતું છે. ભલે એ જીવલાનો બાપ માલો (ઓમપુરી) હોય કે રાજાના બંને સૈનિકો, નકારાત્મક પાત્રમાં રાણી, રાજાનો સિપાહી, નગરશેઠ કે બ્રાહ્મણ હોય. રજવાડા અને નીચા વરણને અનુકુળ ભાષા અને સંવાદો સારી રીતે જુદા પડતા સાંભળવા મળે છે. નિર્માતા અને દિગ્દર્શક કેતન મહેતાએ આ ફિલ્મની વાર્તા મુજબ કેમેરાને ચોક્કસ જગ્યાએ હલનચલન આપ્યું છે. તેમના મનમાં રહેલા એન્ગલ પડદા ઉપર જોતા સરસ લાગે છે અને એક અસરકારક વાતાવરણ ઉભું કરવા સક્ષમ રહ્યા છે.

          નોંધ
          ઘણી ફિલ્મોની માહિતી એકથી થઈને આપણી સમક્ષ તે ફિલ્મો વિષે હું ઘણા સમયથી લખી રહ્યો છું. જેથી ગુજરાતી ફિલ્મો વિષે આપનું જ્ઞાન વધે અને લોકોને પણ ખ્યાલ આવે કે જૂની ફિલ્મો પણ એટલી જ મનોરંજક હતી જેટલી આજે છે. જેમ આજની ફિલ્મોમાં બોલીવૂડના કલાકારો પ્રવેશ કરી રહ્યા છે તેમ જૂની ફિલ્મોમાં પણ બોલીવૂડના નામાંકિત કલાકારોએ અભિનય આપ્યો હતો. પરંતુ એક મૂંઝવણ હું આપ સૌની સાથે વહેચવા માગુ છું અથવા એમ કહું કે આપના મદદની અપેક્ષા માટે જ લખી રહ્યો છું. જૂની અમુક ફિલ્મો વિશેની માહિતી કોઈ સોશિયલ મીડિયા કે ઈન્ટરનેટ માધ્યમ દ્વારા મને ઉપલબ્ધ થતી નથી. ઉપરાંત જે મહાનુભાવોએ તે ફિલ્મો બનાવી છે તેમના વિષે મને ખ્યાલ છે. પરંતુ તેઓ તેમની ફિલ્મોની કોઈ વિગત જણાવવા સંમત નથી. જેથી આપ સૌને મારી નમ્ર અપીલ છે કે એના પાસેથી તેમની ફિલ્મોની માહિતી મેળવવા મને મદદ કરશો. આભાર
ક્રમશઃ


          સીને રિપોર્ટર ગજ્જર નીલેશ

0 comments:

Post a Comment

facebook fan club

banner add

slider

This is chhello divas movie

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.
This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

This is default featured slide 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

This is default featured slide 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

This is default featured slide 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

Unordered List

ABCD

movie detail

Document