Monday, 5 August 2019

Gujarati filmo ni gaikal part 1

http://www.gujaratifilm.co.in/

ગુજરાતી ફિલ્મોની ગઈકાલ (ભાગ )

ભારતમાં સિનેમાની શરૂઆત થઇ ત્યારપછીના થોડા જ વર્ષોમાં ગુજરાતી ફિલ્મનિર્માણનું કાર્ય શરુ થયું. શરૂઆતમાં કલાકારોએ મોટાભાગે રંગભૂમિના કલાકારો હતા. ગુજરાતની પ્રજા વેપારી માનસ ધરાવતી હોઈ વચ્ચે ધીરે ધીરે સિનેમા કલાનો પણ વિકાસ થયો હતો. લકમાધ્યમ બનેલા સિનેમાની નીતિ, મુલ્યો, માનસિકતા, વિચારો બદલાતા ગયા અને તેમાંથી જ ગુજરાતી ફિલ્મોની સફળતા, નિષ્ફળતા અને અવદશાના પરિબળો મળી આવ્યા. ગુજરાતની સંસ્કૃતિ, કલા, સાહિત્ય અને સંગીતની સ્પષ્ટપણે અસર ગુજરાતી ફિલ્મોમાં દેખાય છે. અખંડ ગુજરાતની પરિસ્થિતિ જોવી હોય તો જૂની ગુજરાતી ફિલ્મો જોવી, જેમાં જે તે સમયની માનસિકતા, રીતી રીવાજો અને મુલ્યોની ઝાંખી જોવા મળે છે. આમ સિનેમા જે તે સમયનું પ્રતિબિંબ પાડે છે. ભૂતકાળમાં સિનેમામાં ગુજરાતીઓએ જે ફાળો આપ્યો તે નોંધનીય છે. ઘણા લોકોની મહેનત અને લગન ૯ મી એપ્રિલ ૧૯૩૨ ના રોજ સફળ થઇ. આ દિવસે નાનુભાઈ વકીલે પ્રથમ સળંગ પૂરા કદની ગુજરાતી ફિલ્મ નરસિંહ મહેતારજૂ કરીને ઈતિહાસ સર્જ્યો. ત્યારબાદ ગુણસુંદરી, પૃથ્વી વલ્લભ, સુરતનો શાહુકાર, પાવાગઢનું પતન વગેરે જેવી ઘણી ફિલ્મો આવી. જેમાં ગુજરાતી સમાજ અને સંસ્કૃતિનું દર્શન થયું.
શરૂઆતનો દોર કંઇક એવો હતો કે ફિલ્મનિર્માણના દરેક પાસામાં નવું નવું જોવા મળતું. એટલા માટે નહિ કે નવી શોધ થઇ હતી. પરંતુ ફિલ્મનિર્માણ સાથે જોડાયેલા લોકો ધીરે ધીરે શોધતા હતા. ફિલ્મ જગતના પિતામહ દાદાસાહેબ ફાળકેએ જે જહેમત ઉઠાવી હતી. તેના કારની કામ ઘણું સરળ બની ગયું હતું. પરંતુ, શરૂઆત તો હંમેશા કઠીન જ હોય છે. આમ ગુજરાતી ફિલ્મનિર્માણ સાથે જોડાયેલા લોકો કંઇકને કંઇક નવીનતા સાથે ફિલ્મોની રજૂઆત કરતા હતા. ૧૯૪૬ પછીની આવેલી ફિલ્મોમાં કુંવરબાઈનું મામેરૂ, ભાભીના હેત, ભાઈ બહેન, મીરાબાઈ, જેસલ તોરલ, કરિયાવર વગેરે જેવી ફિલ્મોએ ખૂબ જ સફળતા મેળવી. 
૧૯૧૭ થી ૧૯૨૫ ના ભારતીય ચલચિત્ર ઉદ્યોગના દાદાસાહેબ ફાળકે સહીત કુલ ૭ ભારતીય ફિલ્મ કંપનીમાંની ૫ ગુજરાતી હતી. ત્યારબાદ ૧૯૩૧ સુધીમાં તો ગુજરાતી ફિલ્મનિર્માણ સંસ્થાની સંખ્યા ૨૧ થવા જાય છે. જેના દ્વારા ૧૯૨૫ થી ૧૯૩૨ ના ટૂંકાગાળામાં ૮૭ મૂક ફિલ્મોનું નિર્માણ થયું હતું. આમ ૧૯૧૭ થી ૧૯૩૧ સુધી મૂક ચલચિત્રોનો યુગ રહ્યો. આ સમય દરમિયાન ગુજરાતી મૂક ફિલ્મો નવા નવા વિષયો સાથે રજૂઆત પામી. આ યાદીમાં કટોરો ભર ખૂન (પ્રથમ ગુજરાતી સામાજિક ફિલ્મ), ભક્ત વિદુર (પ્રથમ ગુજરાતી રાજકીય ફિલ્મ), કાળો નાગ (પ્રથમ ગુજરાતી રહસ્ય ફિલ્મ), કન્યા વિક્રય (પ્રથમ ગુજરાતી કુરિવાજ પરની ફિલ્મ), અછૂત (પ્રથમ ગુજરાતી અસ્પૃશ્યતા નિવારણ પરની ફિલ્મ) નો સમાવેશ થાય છે. ગુજરાતી ફિલ્મોની ગઈકાલમાં દીના ગાંધી, મનહર દેસાઈ, કમલેશ ઠાકર જેવા કલાકારો તથા અવિનાશ વ્યાસ, અજીત મર્ચન્ટ, છગનલાલ ઠાકર જેવા ગાયક અને સંગીતકારોનો મોટો ફાળો છે. ગુજરાતી ફિલ્મોની ગઈકાલમાં ફિલ્મનિર્માણના નવતર પ્રયોગો સાથે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ આગળ આવ્યો.
ફિલ્મ લીલુડી ધરતીના નિર્માતા સુરેશ અમીન અને વલ્લભ ચોકસી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં ડેઇઝી ઈરાની, મહેશ દેસાઈ, કલા શાહનો અભિનય છે. કથાનકની દ્રષ્ટીએ ચુનીલાલ મડિયા અને પટકથામાં મનુ દેસાઈ દ્વારા સરસ રજૂઆત કરવામાં આવી છે. ફિલ્મની વાર્તા વાંઝીયામેણું ટાળવા ગામના મોભીના પત્ની બા સાહેબબીજાના પુત્રને કપટથી પોતાનો દીકરો બનાવે છે. યુવાન થતા એ સપૂત, કપૂત બની અને નાયિકા સંતુ સાથે અભદ્ર વ્યવહાર કરે છે. જયારે સામે નાયિકા પણ ઉણી ઉતરે તેમ નથી અને તેનો જડબાતોડ જવાબ આપે છે. ફિલ્મના હીરો ગોબરનું સગપણ પહેલેથી જ સંતુ સાથે થઇ ગયું હોય છે. જૂની પ્રથા પ્રમાણે સમય આવતા સંતુ પરણીને ગોબરની અર્ધાંગીની બને છે. પતિ પત્નીનો શુદ્ધ પ્રેમ ઘણા દ્રશ્યોમાં જોવા મળે છે. છતાં ખરાબ સંવાદ કે દ્રશ્ય નથી ઉપસતું. સંતુ અને ગોબરના આ ખોબા જેવડા ગામમાં ઊંચનીચના ભેદભાવ જોવા મળે છે. જુના કુરિવાજો, ભુવા ભરડી, શૌર્યનું પ્રતિક એવા ગાડાની દોડ અને શાહુકારોની મોટરગાડી, સાઇકલ અને હોકી સ્ટીક આ ફિલ્મમાં જોવા મળે છે. સંતુના છણકા અને તેના રૂપ પાછળ ગાંડો સાદુર તેને બદનામ કરવાના બધા કાવતરા કરે છે. કપટથી ગોબરનું મૃત્યુ થતા સંતુની હાલત કફોડી થાય છે. તેના પેટમાં ગોબરની નિશાની હોય તેને પણ બીજાનું પાપ ગણવામાં આવે છે. ઘણી આંટી ઘૂંટીવાળી આ ફિલ્મમાં વાર્તા એક જગ્યાએ કેન્દ્રિત ન રહેતા થોડી થોડી વારે ફરતી રહે છે.
અભિનયમાં સંતુનું પાત્ર ખૂબ જ મજબુત છે. એક દ્રશ્યમાં જયારે સંતુ સાદુરને હોકી મારીને હોકી પોતાની સાથે લઇ આવે છે અને અરવિંદ ત્રિવેદી અભિનીત પાત્ર તે હોકી પરત કરવા દબાણ કરે છે. ત્યારે સંતુના મોઢે બોલાયેલો સંવાદ બેડું તો બૈરાના હાથે શોભે અને લાકડી ભાયડાના હાથમાંતેઓ બોડી લેન્ગવેજમાં એક પ્રતીકારકતા પ્રગટે છે અને અવાજમાં હિંમત દર્શાવે છે. ફિલ્મમાં કરુણતા ત્યારે સર્જાય છે જયારે સંતુ, ગોબરના બાળકની માં બનવાની હોય છે. જયારે આ વાતની કોઈને જાણ હોતી નથી. પરંતુ ગોબરનું મૃત્યુ થતા સંતુના બધા અરમાન અધૂરા રહી જાય છે. ફિલ્મમાં અરવિંદ ત્રિવેદીનું પાત્ર નાટકીય રીતે પહેલા ગોબરને મરતો બચાવતું બતાવવામાં આવે છે અને બાદમાં તેના કારણે જ ગોબરનું મૃત્યુ થાય છે. અરવિંદ ત્રિવેદીનો અભિનય ખૂબ સરસ છે. તે ખરાબ સંગતથી દૂર થઇ અને ગોબરને બચાવે છે. ફરી સ્ત્રીને પામવાની અદમ્ય ઈચ્છાને પડદા પર સરસ રીતે રજૂ કરી છે. તે ગોબરના મૃત્યુનું કારણ બને છે. સાદુરના પાત્રમાં ઉપેન્દ્ર ત્રિવેદીની બાપુવાળી છટા જોવા મળે છે અને એક ખલનાયકના પાત્ર રૂપે પડદા પર દાદાગીરી કરતા જોવા મળે છે. ફિલ્મના પાત્રોમાં દરેક અભિનેતા અને અભિનેત્રી ન્યાય આપે છે. જયારે આ વાર્તાના તાણાવાણામાં પરોવાયેલી પરિસ્થિતિ ક્યારેક ખુશ તો ક્યારેક નિરાશ કરે છે. હે ઢોલ ઢમક્યા.....અને ચલ મન દૂર દૂર તીરથધામ.....ગીતો ખૂબ સરસ રીતે ગવાયા છે. ગીતોમાં અવિનાશ વ્યાસ અને સંગીતમાં પુરુષોત્તમ ઉપાધ્યાય તેમજ ગૌરાંગ વ્યાસનું યોગદાન નોંધનીય છે. ભારતીય સંસ્કૃતિ અને લોકસંગીતનો સમન્વય સાધવામાં તેઓ સફળ રહ્યા છે. સંવાદમાં જીતુભાઈ મહેતાએ તળપદા શબ્દોનો ભરપુર ઉપયોગ કર્યો છે. પ્રસગોપાત બોલાયેલા સંવાદ થકી પ્રેમ, ક્રોધ અને રમૂજ પડદા ઉપર સ્પષ્ટપણે દેખાય આવે છે. હાલ્યું સે (ચાલ્યું છે), પવિતર સુ (પવિત્ર છું), ગોઠતું નથી (ગમતું નથી) અને કહેવતોમાં પારકો ઉંબરો લીપવાનો’ (જયારે સાસરે જવાનું થાય તે સંદર્ભમાં), તેમજ કેટલીક ગાળો પણ ફિલ્મમાં સાંભળવા મળે છે.
ક્રમશઃ

સીને રિપોર્ટર ગજ્જર નીલેશ

0 comments:

Post a Comment

facebook fan club

banner add

slider

This is chhello divas movie

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.
This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

This is default featured slide 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

This is default featured slide 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

This is default featured slide 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

Unordered List

ABCD

movie detail

Document