કથાસાર
કથા છે હમીરસિંહના જુલ્મની,
અને જુલ્મની સામે અવિરત લડાઈ આપતા સામાન્ય કિસાન
વીરસિંહ, કેસર અને તેના પુત્રો રઘુવીર અને રાહુલની.
વાસના ભૂખ્યો હમીરસિંહ સુંદર સ્ત્રીઓનો શિકારી છે. એવી જ એક સુંદર
સ્ત્રી કેસરને જોઈ હમીરસિંહ તેનો દીવાનો થઇ જાય છે. પણ સંસ્કારી કેસર તેનો
દ્રઢતાપૂર્વક સામનો કરે છે અને વીરસિંહ નામનો બહાદુર યુવાન તેની મદદ કરે છે. અને
તેની પ્રથમ પત્ની જાનકીની સંમતિથી તેની સાથે લગ્ન કરે છે. પણ દુષ્ટ હમીરસિંહ
કાવાદાવા અને પ્રપંચથી વીરસિંહને દેશદ્રોહના આરોપમાં ફસાવી દે છે. અને જેલમાં જ
તેનું મૃત્યુ થાય છે.
મોટો પુત્ર રઘુવીર પણ તેનાથી વિખુટો પડી જાય છે. એકલી પડી ગયેલી કેસર
દ્રઢતાપૂર્વક હમીરસિંહનો સામનો કરે છે. અને અંતે રઘુવીર તેના પિતાને ફસાવનાર
હમીરસિંહ અને તેના સાથીદારોને ખતમ કરી તેમના જુલ્મનો અંત આણે છે.
રસપ્રદ માહિતી
ફિલ્મની શરૂઆત બાલારામ પેલેસથી થઇ છે જ્યાં હેલીકેમથી શોટ લેવામાં
આવ્યો છે. પહેલી એન્ટ્રી રાકેશ પુજારા મારે છે જે જોરદાર છે. ગુજરાતી ફિલ્મોની
તદ્દન ફાલતું સ્ટોરી કે અર્બન ફિલ્મની સ્ટોરીને પણ આ ફિલ્મ ટક્કર આપી શકી છે.
ફિલ્મમાં નોનગુજરાતી કલાકારોનો મોટો કાફલો છે જેમાં યશપાલ શર્મા, મોહન જોશી, રવિ
કિશન (ડબલ રોલ), જંગબહાદુર રાણા વગેરેએ ખૂબ જ સરસ ગુજરાતી ડાયલોગ્ઝ બોલ્યા છે.
જેમાં પ્રખ્યાત થયેલા ડાયલોગમાં યશપાલ શર્માનો ‘તું આગળથી પણ સારી લાગે છે અને
પાછળથી પણ સારી લાગે છે’, અને ‘તું ચત્તી પણ સારી લાગે છે અને બઠ્ઠી પણ સારી લાગે
છે.’ જે તે અભિનેત્રી પ્રિયંકા નડિયાદવાલાને સાધીને બોલે છે. પ્રિયંકા નડિયાદવાલા
મહેમાન કલાકાર તરીકે શરૂઆતમાં જોવા મળે છે. રવિ કિશનની ફર્સ્ટ એન્ટ્રીનો શોટ ખૂબ
સરસ લેવામાં આવ્યો છે. જેનો ડાયલોગ ‘જીંદગી જંડ, છતાય ઘમંડ’ દર્શકોમાં ખાસ્સો
લોકપ્રિય થયો છે. ધવન મેવાડાએ તેની અન્ય ફિલ્મો કરતા આ ફિલ્મમાં એક્ટિંગ કરી છે.
ગુરુ પટેલ તો અભિનયમાં પણ ગુરુ સાબિત થાય તેવું લાગે છે. તેની એક્ટિંગ નેચરલ લાગે
છે. ભવિષ્યમાં તે મેઈન વિલન તરીકે પણ કોઈ ફિલ્મમાં જોવા મળે તો કહેવાય નહિ. ચાંદની
ચોપરાના અભિનયની દાદ દેવી પડે કેમ કે, તેના અમુક ડાયલોગ્ઝ પણ ફેમસ થયા હતા જેમાં
ક્લાઈમેક્સમાં આવતો સીન અને ચાંદની ચોપરાનો ડાયલોગ કે ‘બોલ હમીરસિંહ હું આગળથી
કેવી લાગુ છું અને બોલ હું પાછળથી કેવી દેખાવ છું.’ હિતેન કુમાર તેની બધી ફિલ્મો
કરતા અલગ આ ફિલ્મમાં એક મુસ્લિમ કિરદારમાં જોવા મળ્યા. શરૂઆતમાં હિતેન કુમાર વાળો
રોલ જીત ઉપેન્દ્ર કરવાના હતા પરંતુ કોઈ કારણોસર આ રોલ હિતેન કુમારના ફાળે આવ્યો. જેમાં
તેની પ્રેમકહાની અભિનેત્રી કોમલ ઠક્કર (શકીલા) સાથે જામી હતી. પ્રેમકહાની નાની હતી
પણ દમદાર હતી. જેના પર ફિલ્માવાયેલું ગીત ‘તું મને હારે લેતો જા.....’ ગણગણી શકાય
એવા સુમધુર શબ્દોથી મઢાયેલું બન્યું છે. જેને વિશાલ ભારદ્વાજની પત્ની રેખા
ભારદ્વાજ (નમક ઈશ્ક કા..... ઓમકારા – ફિલ્મ ફેઈમ) એ ગાયું છે. અભિનેત્રી ઉષા
ભાટિયા માત્ર એક સીન પૂરતા આવે છે. જે ધ્યાનથી જોતા ખ્યાલ આવે છે. ફિલ્મના
દિગ્દર્શક અશોક પટેલ (સમ્રાટ) એ ફિલ્મને બહુ જ સુઝબુઝથી દિગ્દર્શિત કરી છે.
નાનામાં નાની વાતોનો ખ્યાલ રાખ્યો છે.
ગીતો કેવા બન્યા છે.
ફિલ્મમાં ટોટલ ૧૨ ગીતો છે જેમાં જે બધા જ ગીતો અશોક પટેલે જ લખેલા છે.
જેમાં ‘તું મને હારે લેતો જા.....’ રેખા ભારદ્વાજે ગાયું છે. ‘શુરવીર છે તું.....’
નિશા ઉપાધ્યાયના સ્વરમાં દેશદાઝ જગાવતું ગીત છે. ‘ભલેને ડોલે ડુંગરા.....’ પણ
નીતિન બારોટના અવાજમાં એવો જ અહેસાસ પેદા કરે છે. પહેલીવાર શિવતાંડવ પણ આ ફિલ્મમાં
સમૂહગાનના રૂપે રજુ થયું છે. ‘ઝરમર વરસે મેહુલીયો.....’ ગીત કર્ણમધુર બન્યું છે
જેને કીર્તિ સાગઠીયા અને ચીન્મયે ગાયું છે. ‘હું છું મીરાં પ્રેમદીવાની.....’ ગીત
બે ભાગમાં છે જેને કીર્તિ સાગઠીયા, સના અને અદિતિ પાલે સ્વર આપ્યો છે. થીયેટરમાં
ફિલ્મ જોતા ફિલ્મમાં ૧૦ ગીતો જ જોવા મળશે. અન્ય બે ગીતો ગાયિકા નમ્રતા કારવાના
અવાજમાં અઈતમ સોંગ ‘ટપકા દુ ટપકા દુ’ મસ્ત બન્યું છે. જે હિન્દી ભાષામાં બનેલું
અઈતમ સોંગ છે. બીજું સોંગ ‘રાત રંગીલી ઝૂમે જવાની.....’ ગુજરાતી ફિલ્મોનું ૨૦૧૭
નું સૌથી હોટ સોંગ બની રહેશે. જે અભિનેતા ધવન મેવાડા અને અભિનેત્રી રિયા મહેતા પર
ફિલ્માવવામાં આવ્યું છે. આ બંને ગીતો ફિલ્મમાંથી સેન્સર કટ કરવામાં આવ્યા છે. જે
બંને ગીતોને તમે મારા બ્લોગ ‘gujjuartist04@blogspot.in’
પર જોઈ શકો છો. જે ગીતમાં અભિનેત્રી રિયા મહેતાએ
બહુ ઉત્તેજક દ્રશ્યો આપ્યા છે.
n ગજ્જર નીલેશ
0 comments:
Post a Comment