બીજી ફિલ્મ માટે રવિ શર્માએ કોઈ ઉતાવળિયું પગલું ભરીને પોતાની કેરિયરને નુકસાન થાય એવું ના કરતા સહેજ ધીરજ રાખી. કોઈ સારી સ્ક્રીપ્ટ અને સારો રોલ હોય અને દર્શકો અને અન્ય ફિલ્મ મેકર્સનું પણ પોતાના કામ પ્રત્યે ધ્યાન દોરાય ટે પ્રમાણે તેઓએ હર્ષદ ગઢવીની ફિલ્મ ‘લવ વાયરસ’ માં એક એવા યુવકનું પાત્ર ભજવ્યું જેમાં યુવતીના ગુણ વધારે જોવા મળે છે. પાત્ર એવું હતું કે જેને જોતા ખ્યાલ ન આવે કે આ જ કેરેક્ટર છેલ્લે ફિલ્મનો હીરો સાબિત થાય છે. જેના માટે રવિ શર્માએ ઘણી મહેનત કરી અને સ્ત્રી જેવા હાવભાવ લાવવા માટે પણ તેમને આ ફિલ્મનું પાત્ર યાદ રહેશે. આ ઉપરાંત ગયા શુક્રવારે રીલીઝ થયેલી ફિલ્મ ‘રિયુનીયન’ માં રવિ શર્મા એક મુસ્લિમ કિરદાર અનવરઅલી બન્યા છે. જે ફિલ્મમાં બહુ બધી સ્ટારકાસ્ટ છે છતાં પણ રવિ શર્માએ ‘રિયુનિયન’ ફિલ્મના તેમના રોલની નોંધ દર્શકોમાં અને ફિલ્મજગતની હસ્તીઓને લેવડાવી છે. ફિલ્મમાં જયારે પણ શાયર અનવર અલીની એન્ટ્રી થાય ત્યારે ગમગીનીભર્યું વાતાવરણ આહલાદક બની જાય છે. રવિ શર્માની કોલેજ લાઈફ જે રીઅલમાં હતી તેનાથી પ્રેરિત આ પાત્ર પણ એવું જ છે જેનો ધ્યેય એક જ હોય છે કે મિત્રતા વચ્ચે ક્યારેય ધાર્મિક દીવાલો હોતી નથી.
એટલે કહી શકાય કે રવિ શર્માએ તેમની અત્યાર સુધીની ત્રણેય ફિલ્મોમાં પોતાનાથી વિરુદ્ધ હોય તેવા પાત્રો ભજવીને એક કલાકાર તરીકે પોતાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સાબિત કર્યા છે. પ્રથમ ફિલ્મમાં કિસિંગ સીન આપ્યા ટો બીજી ફિલ્મમાં સ્ત્રી જેવા લક્ષણ ધરાવતું પુરુષ પાત્ર પસંદ કર્યું અને છેલ્લે ‘રિયુનિયન’ માં આટલા બધા કલાકારોની વચ્ચે પણ પોતાની લાજવાબ એક્ટિંગનો પરચો આપીને બધાને ચોંકાવી દીધા છે.
0 comments:
Post a Comment