gujjuartist04.blogspot.com
પહેલી જ ફિલ્મમાં સાઈઠ ફૂટ ઊંચાઈ પર લટકી
આકાંક્ષા સોલંકી

ગુજરાતી ફિલ્મોમાં બિનગુજરાતી હિરોઈનોનું વર્ચસ્વ કદાચ નવું નથી. શરૂઆતથી
જુઓ તો પણ પહેલા બિનગુજરાતી અભિનેત્રીઓએ ગુજરાતી ફિલ્મો પર પોતાના અદભુત અભિનય
દ્વારા લાખો ચાહકોને ઘેલા કર્યા હતા. જેમાં સ્નેહલતા થી માંડીને હાલની ગ્લેમરસ
દરેક બિનગુજરાતી અભિનેત્રીઓનો સમાવેશ થઇ જાય. જેમાં હવે આવનારી એક ફિલ્મ ‘લવ યુ
યાર’ થી વધુ એક નામ ઉમેરાવા જઈ રહ્યું છે. આમ તો આ અભિનેત્રી અભિનયમાં પારંગત હતી
જ પરંતુ તેની મમ્મી સોનિયા સોલંકી પણ એક અભિનેત્રી છે તેથી અભિનયનો શોખ તો નાનપણથી
જ હતો. બસ જરૂર હતી એક લાજવાબ ચાન્સની. જે તેને હીરાલાલ ખત્રી દિગ્દર્શિત ‘લવ યુ
યાર’ થકી મળી ગયો. આ અભિનેત્રીનું નામ આકાંક્ષા સોલંકી છે જેણે શરૂઆત તો
મોડેલીંગથી કરી હતી પણ અભિનયનો શોખ અંદરને અંદર હતો જ. ત્યારે અચાનક એક દિવસ એક
ફિલ્મ માટે તેને બોલાવવામાં આવી અને તેનો લૂક જોઇને પસંદ પણ કરી લેવામાં આવી. પ્રથમ
ફિલ્મમાં મળેલા આ રોલથી તે ખૂબ જ ખુશ છે. તેનું કહેવું છે કે હું મારી રીઅલ
લાઈફમાં જેવી છું તેવું પાત્ર જ મને મારી પહેલી ફિલ્મમાં ભજવવા મળ્યું છે. જે
સમાજના અસામાજિક તત્વો દ્વારા દેશના અર્થતંત્રને નશાકારક વસ્તુઓથી ખોખલું કરવામાં
આવી રહ્યું છે તેની સામે લડાઈ લડતી યંગસ્ટર્સનો રોલ ભજવી રહી છે. આમ તો આકાંક્ષા
સોલંકીએ આ ફિલ્મમાં સ્ટંટ પણ કર્યો છે જે લાંબા સમય બાદ એક હિરોઈન સ્ટંટ કરતી જોવા
મળશે અને એ પણ સાઈઠ ફૂટ ઊંચાઈ પર લટકીને. તેનું કહેવું છે કે મારે એક્શન ફિલ્મો જ
કરવી છે પણ મોટી તકલીફ એ છે કે અહીં ગુજરાતમાં અભિનેત્રીઓને ધ્યાનમાં લઈને એક્શન
ફિલ્મો બહુ ઓછી બંને છે. પણ મને વિશ્વાસ છે કે બનશે જ. આગળના ઘણા દરવાજા ખુલ્લા છે
જેમાં હિન્દી ફિલ્મોમાં પણ એમની તૈયારી હાલ ચાલુ છે.

પ્ર -
પ્રથમ ફિલ્મનો અનુભવ કેવો રહ્યો ?
ઉ – મને શરૂઆતમાં ડર હતો કે કેમેરા સામે અભિનય
બરાબર થશે કે નહિ ? પણ મને મારા ડિરેક્ટર અને સાથી કલાકારોએ આ બાબતે ખૂબ જ મદદ
કરી. તેઓને લીધે મારો આત્મવિશ્વાસ વધ્યો, એમણે મને મનોબળ પૂરું પાડ્યું તેથી હું
આટલી સારી એક્ટિંગ કરી શકી. ફિલ્મના ડિરેક્ટર હીરાલાલજીએ પણ એક્ટિંગમાં મને ઘણું
માર્ગદર્શન આપ્યું અને ફિલ્મના નિર્માતા પ્રભુભાઈ સોલંકીએ દરેક કલાકારને કહેલું કે
તમે તમારું બેસ્ટ પર્ફોમન્સ આપો. અમને સેટ પર એકદમ ખુલ્લું વાતાવરણ આપવામાં આવ્યું
હતું કે જેવી રીતે કામ થાય તેમ. તમે અભિનય પર પૂરતું ધ્યાન આપશો તો ફિલ્મને પચાસ
ટકા સફળતા મળી જ જાય છે.
n
ગજ્જર
નીલેશ
0 comments:
Post a Comment