gujjuartist04.blogspot.com
‘ગુજરાત
ટુ મુંબઈ’ મજ્જાની સફર કરાવશે કાલીન્દીની દવે
મૂળ તો મરાઠી anઅને હિન્દી ફિલ્મોમાં ફાઈનાન્સ સાથે
સંકળાયેલા અને વર્ષોથી મુંબઈ સ્થાયી થયેલા નિર્માત્રી કાલીન્દીની દવે હવે ગુજરાતી
ફિલ્મોના દર્શકોને ‘ગુજરાત ટુ મુંબઈ’ ની સફર કરાવવા આ જ ટાઈટલ સાથે ટૂંક સમયમાં
આવી રહ્યા છે. ગુજરાતી ફિલ્મ બનાવવાનો વિચાર તેમને હાલના દોરમાં જ આવ્યો. તેઓનું
કહેવું છે કે પહેલાના સમયમાં ગુજરાતી ફિલ્મો ચાલતી હતી અને વચ્ચે થોડો ખરાબ સમય
આવ્યો જેમાં ગુજરાતી ફિલ્મોનું લેવલ નીચે ગયું. પરંતુ હવે ફરી પાછું ગુજરાતી
ઓડીયન્સ ફિલ્મો જોતું થયું છે એટલે મને એક ગુજરાતી તરીકે વિચાર આવ્યો કે મારી
માતૃભાષામાં એક સારી મેસેજ આપતી ફિલ્મ બનાવું. મને લખવાનો અને ડિરેક્શનનો શોખ હતો
અને મરાઠી ફિલ્મો અગાઉ ડીરેક્ટ કરેલી હોવાથી મેં મારી ગુજરાતી ફિલ્મ ‘ગુજરાત ટુ
મુંબઈ’ જાતે જ ડીરેક્ટ અને પ્રોડ્યુસ કરવાનો નિર્ણય લીધો. જો કે ફિલ્મની
કથા પણ
મારી જ હતી એટલે મારાથી વધુ સારું ડિરેક્શન કોણ કરી શકે. ફિલ્મનો મુખ્ય મુદ્દો એ
છે કે બાળકો પ્રત્યે માતાપિતાએ કેટલી કાળજી રાખવી જોઈએ. માતાપિતા પોતાના બાળકોના
અમુક ઉમર બાદ દોસ્ત બનીને રહે અને બાળકોમાં સાચી સમજણ આપવાની જીજ્ઞાસા જગાવે તેવો
વ્યવહાર કરવો જોઈએ. જયારે બાળકો માટે એક શીખ છે કે પોતાના માતાપિતા તમને જે કંઈપણ
શિખામણ આપતા હોય તે તમારા ભલા માટે જ આપતા હોય છે. એટલે એ સલાહ કે વ્યવહારને
નજરઅંદાઝ ન કરો. ‘ગુજરાત ટુ મુંબઈ’ ફિલ્મ ૨૭ ઓક્ટોબરના રોજ રીલીઝ થઇ રહી છે. ગુજરાતના
દર્શકોને ઘણા સમય બાદ એક અલગ થીમ પર સફર કરાવતી ફિલ્મ ટૂંક સમયમાં આવી રહી છે.
જેને જોવાનું ચૂકશો નહિ.
પ્ર – ફિલ્મના ગીતો કેવા છે ?
ઉ – ફિલ્મમાં એક ટો જર્ની સોંગ છે જે પાત્રો ગુજરાત
થી મુંબઈ જતા હોય ત્યારે આવે છે જે ગીત ખૂબ જ સુંદર લખાયું છે. જે લોકો સફર કરતા
હશે એમને સફર દરમિયાન સાંભળવું ગમે તેવું છે. એક ટાઈટલ સોંગ છે. એક હની સિંગના
સોન્ગ્સ ટાઈપનું રેપ સોંગ છે અને એક રોમેન્ટિક સોંગ છે જે પ્રેમીઓએ અચૂક સાંભળવા
જેવું છે.
પ્ર – મુંબઈના ક્યા સ્થળો જોવા મળશે ?
ઉ – મુંબઈના જાણીતા સ્થળો જુહુ ચોપાટી, ગેટવે ઓફ
ઇન્ડિયા, ઉપરાંત હિન્દી ફિલ્મોના સુપરસ્ટાર્સ અમિતાભ બચ્ચન, સલમાન ખાન, શાહરૂખ ખાન
વગેરેના બંગલો તથા અન્ય નેસર્ગિક વાતાવરણ ભર્યા સ્થળો જોવા મળશે.
ફિલ્મની
નિર્માત્રી કાલીન્દીની દવેએ જ પોતાની ફિલ્મ ‘ગુજરાત ટુ મુંબઈ’ નું દિગ્દર્શન
કર્યું છે. જેના કલાકારોમાં આદિત્ય સોની, નીલેશ અમલાની, વંશ શાહ, પ્રેયસી કોઠારી
અને શચી જોશી ગુજરાત ટુ મુંબઈના હમસફર છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને મરાઠી
ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તફાવત વિશે કાલીન્દીનીએ જણાવ્યું હતું કે, ફરક એ છે કે અત્યારે
ગુજરાતી ફિલ્મો ધીમે ધીમે સારી ફિલ્મો બનાવી રહી છે જયારે મરાઠી ફિલ્મોનું સ્તર
અત્યારે ઉપર છે. એક વસ્તુ ચોક્કસ કહીશ કે, ગુજરાત સરકારે ગુજરાતી ફિલ્મો માટે
જ્યારથી સબસીડી આપવી બંધ કરી છે ત્યારથી ફિલ્મોનું માર્કેટિંગ લગભગ ૫૦ ટકા ઘટી
ગયું છે. તેના માટે સરકારે ગુજરાતી ફિલ્મો પ્રત્યે કુણું વલણ રાખવું જોઈએ.
અધૂરામાં પૂરું હાલ ઘણા સિંગલ સ્ક્રીન સિનેમા પણ બંધ થઇ રહ્યા છે અથવા પડી રહ્યા
છે. તો અમારી જેવા ફિલ્મ મેકર્સ પોતાની ફિલ્મ વ્યવસ્થિત રીલીઝ કેવી રીતે કરી શકશે
?
n
ગજ્જર નીલેશ
0 comments:
Post a Comment