gujjuartist04.blogspot.com
મને
ગોડ ગીફ્ટ છે કે હું કેમેરા સામે આવતા જ મારા પાત્રમાં ખોવાઈ જાઉં છું : શુનાયા
સોલંકી
ગુજરાતી ફિલ્મોમાં કામ કરીને હિન્દી કે અન્ય
ભાષાની ફિલ્મો કરવી તે આપણા કામની સીડી ઉપર લઇ જવી એમ કહી શકાય. કેમકે, પ્રાદેશિક
ફિલ્મો તરફથી આગળ વધવા માટે મુંબઈ જેવા મહાનગરોમાં હિન્દી ફિલ્મો કરીએ ત્યારે આપણી
પ્રગતિ થઇ કહેવાય. એટલા માટે કે, હિન્દી ફિલ્મોનું ઓડીયન્સ ગુજરાતી ફિલ્મો કરતા
વધુ છે. પરંતુ એનાથી ઉલટું તેલુગુ ફિલ્મો કરેલી અભિનેત્રી ગુજરાતી ફિલ્મો તરફ વળે
તો તેના માટે ગુજરાતી ફિલ્મોનું ભવિષ્ય ઉજળું છે એમ કહેવાય. શુનાયા સોલંકી મૂળ
ગુજરાતના સુરતની પણ જન્મ મધ્યપ્રદેશમાં થયો હોવાથી ફિલ્મોમાં પ્રથમ શરૂઆત તેલુગુ
ફિલ્મ ‘બોક્સ’ થી થઇ. હૈદરાબાદમાં ઘણી ફિલ્મોના ઓડીશન્સ આપ્યા બાદ એક ફિલ્મ મળી.
‘બોક્સ’ ફિલ્મમાં શરૂઆતમાં તેલુગુ ડાયલોગ બોલવામાં તક્લીફ પડી પણ પછી ધીરે ધીરે
ડાયલોગ યાદ રહેવા લાગ્યા. આ પછી તેઓએ એક ગુજરાતી ફિલ્મ કરી ‘પાવર ઓફ પાટીદાર’ જે
કોઈ કારણસર હજી સુધી રીલીઝ થઇ શકી નથી. હવે તેઓ ફરી નિર્માતા દીપક સોની અને
દિગ્દર્શક મહેશ પટેલની ફિલ્મ ‘ઊંધીનાપુર’ માં શુનાયા સોલંકી પોતાની મનમોહક અદાઓ
દ્વારા ગુજરાતના દર્શકોમાં પોતાનું સ્થાન જમાવી દેશે.
પ્ર
– સામાન્ય રીતે અભિનેતા કે અભિનેત્રી ગુજરાતી ફિલ્મોમાંથી હિન્દી ફિલ્મો તરફ વળે
છે, જયારે તમે તેલુગુ ફિલ્મોથી ગુજરાતી ફિલ્મોમાં એન્ટ્રી કરી ?
ઉ –
મેં ગુજરાતી સુપરહિટ ફિલ્મ છેલ્લો દિવસ અને ગુજ્જુભાઈ ધ ગ્રેટ જોયેલી એટલે મને એમ
થયું કે હવે આપણી ભાષાની ફિલ્મો પણ વેસ્ટર્ન કલ્ચર સાથે નવી જનરેશનને આકર્ષી શકે
તેવી બની રહી છે. એટલે મેં ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાનું નક્કી કર્યું. આ પહેલા
‘ઊંધીનાપુર’ ના નિર્માતા અને દિગ્દર્શક સાથે હું એક ફિલ્મ કરી ચુકી હતી. હવે તેઓએ
જયારે બીજી ફિલ્મની શરૂઆત કરી ત્યારે પણ હું એમની ફિલ્મમાં સાથે જ કામ કરી રહી
છું. આ ફિલ્મમાં એક કરતા વધુ હિરોઈનો છે જેમાં મારૂ પાત્ર શાંત સ્વભાવની યુવતીનું
છે. હું મારી ધૂનમાં મસ્ત રહું છું અને જ્યાં બોલવું જોઈએ ત્યાં જ બોલું છું. મને
આ પાત્ર કરવામાં ખૂબ મજા પડી.
પ્ર
– રીઅલ લાઈફમાં પણ એવા જ છો ?
ઉ –
ના, રીઅલ લાઈફમાં મારા કેરેક્ટર ચેન્જ થતા રહે છે. જેવું વાતાવરણ હોય તે પ્રમાણે
મારો મૂડ બદલાય છે. મને ખુશીના માહોલમાં ખુશ રહેવું જ પસંદ છે અને સાથે જો મારા
અંગત જાણીતા મિત્રો હોય તો હું તેમની સાથે કલાકો સુધી સમય પસાર કરું છું પણ નવા
લોકો સાથે હું જલ્દી હળીભળી નથી શકતી.
પ્ર
– કેમેરા સામે આવતા ડર લાગેલો ?
ઉ –
ના, મને કેમેરા સામે કશો જ ડર નથી હોતો. મને ગોડ ગીફ્ટ છે કે હું કેમેરા સામે આવતા
જ મારા પાત્રમાં ખોવાઈ જાઉં છું. મને મારા પાત્ર સિવાય કંઈ જ ખબર નથી હોતી. હું
હજુ એવો અભિનય આપવા પ્રયત્ન કરીશ કે લોકોને જોવામાં રસ પડે અને મને મારા કામ
પ્રત્યે પૂરો વિશ્વાસ છે.
મનમાં પૂરી લગની અને જીદ હોય તો વ્યક્તિ દરેક
કાર્યમાં સફળ થાય છે. એનો શુનાયા સોલંકીનો એક કિસ્સો જણાવું તો તેણે નાનપણથી જયારે
સાતમાં ધોરણમાં ભણતી હતી ત્યારથી લગભગ ચારેક વરસમાં પોતાની પોકેટમની બચાવી બચાવી
અને કોઈ તહેવાર પ્રસંગે કે દાદાદાદી તરફથી મળેલા રૂપિયા ભેગા કર્યા. જે ૨૦૦૦૦ (વીસ
હજાર) હતા. તેમના પપ્પાને તે કહેતી કે, હું કોમ્પ્યુટર શીખવા જાઉં છું પણ છુપી
છુપીને શુનાયા સુરતના ગોલ્ડન પોઈન્ટ ખાતે મોડેલીંગ શીખવા જતી હતી. જેને પહેલી લાજો
ફેશન બ્રાંડ માટે કામની ઓફર મળી. ત્યારે કંપનીએ એના બેનર બનાવી આખા સુરત શહેરમાં
લગાડી દીધા અને જયારે શુનાયા સોલંકીને આ વિશે ખબર પડી ત્યારે તે ઘણી જ ખુશ થઇ હતી.
ઉપરાંત ટીવી પર લાજો ફેશન બ્રાંડની એદ્દ પણ આવી રહી હતી જે તેમના ફાધરે જોઈ તો
થોડીક વાર માટે તો તેઓ સાચું જ નહોતા માની શક્યા કે આ પોતાની દીકરી શુનાયા જ છે. ત્યારે
તેનું કામ પ્રત્યેનું સમર્પણ જોઇને તેમના પિતાની આંખમાં હર્ષના આંસુ આવી ગયેલા.
n ગજ્જર
નીલેશ
0 comments:
Post a Comment