gujjuartist04.blogspot.com
‘બેફામ’
બનેલા યુવાઓ માટે દાખલારૂપ ફિલ્મ બનીને રિલીઝ માટે તૈયાર
ઘણા વર્ષોથી ‘બેફામ’ ફિલ્મના નિર્માતા ચિરંતન
ધામેલીયાને આ ફિલ્મનો વિચાર આવેલો અને તેઓ ફિલ્મને હિન્દીમાં બનાવવાનું વિચારી
રહ્યા હતા. પરંતુ ગુજરાતી ફિલ્મોનો માહોલ હવે વધુ સર હોવાથી તેઓએ આ ફિલ્મને
ગુજરાતીમાં જ બનાવવાની નક્કી કર્યું. ફિલ્મ ‘બેફામ’ નો મુખ્ય વિષય આપણા સમાજમાં
યુવકો દ્વારા થતી યુવતીઓની છેડછાડ કે બોગસ કોમેન્ટ મારવી વગેરેને લઈને ઘણી ઉહાપોહ
થાય જ છે. આમ પણ જાણવા મળ્યા મુજબ આ ફિલ્મનો વિષય સત્યઘટના પર આધારિત છે પરંતુ
પૂરી ફિલ્મ નહિ પણ અમુક ફેરફાર સાથે તે ઘટનાને આ ફિલ્મમાં સામેલ કરવામાં આવી હોય
તેવું લાગી રહ્યું છે. તો આ વિષયને લઈને નિર્માતા ચિરંતન ધામેલીયાએ આ ફિલ્મનું
નિર્માણ કર્યું છે. આમ યુવાનો માટે આ ફિલ્મ ઉમદા ઉદાહરણ હશે કે જો સમાજમાં યુવતીઓ
સાથે ગેરવર્તણુક થાય તો યુવતીઓને કઈ કઈ સમસ્યાઓ સામે સામનો કરવો પડે છે અને
યુવકોને આમાંથી સુધારવાનો મોકો મળે છે કે નહિ. ફિલ્મના યુવાન કેરેક્ટરો બગડેલા હોય
છે. તે પાત્રોને ધ્યાને રાખી ફિલ્મનું ટાઈટલ ‘બેફામ’ છે. ફિલ્મમાં ફક્ત એક જ
શીર્ષક ગીત છે. કોમેડી સોંગ જેવું આ ગીત ‘ગામ આખું આપે છે શિખામણ.....’ કલ્પ
ત્રિવેદીએ લખ્યું છે. અન્ય એક મહત્વની વાત કે આ ફિલ્મમાં એક સીન સળંગ ૩૪ મિનીટ
લાંબો છે. જે આજસુધીની કોઈ ગુજરાતી ફિલ્મમાં ફિલ્માવાયેલો નથી. પ્રીષા ફિલ્મ્સના
બેનરમાં બની રહેલી આ ફિલ્મના મુખ્ય કલાકારોમાં નીખીલ પરમાર, કંવલ તાફ, ગૃહમંત્રીને
વિધાનસભામાં ‘બેફામ’ જોડું મારનાર ગોપાલ ઈટાલીયા પણ આ ફિલ્મમાં પ્રથમવાર આવી રહ્યા
છે. જેમને સાથ આપશે પ્રિયંકા નડિયાદવાલા. આ ઈન્ટરવ્યું ચાલુ હતો તેના આગળના દિવસે
જ આ બનાવની એનીવર્સરી હતી. આ સાથે કલ્પેશ રાજગોર, શ્રીદેવન તારપરા ઉપરાંત જાણીતા
અભિનેતા ભાઈઓ હેમંત ઝા અને મુની ઝા બંને એક સાથે ૧૧ વરસ પહેલા ‘એક્સક્યુઝમી’
ફિલ્મમાં સાથે આવ્યા બાદ હવે નિર્માતા ચિરંતન ધામેલીયાની ફિલ્મ ‘બેફામ’ માં સાથે
અભિનય કરતા જોવા મળશે. સંગીત આપ્યું છે જયદીપ ત્રિવેદીએ. બેકગ્રાઉન્ડ મ્યુઝીક
મૌલિક મહેતા અને પપ્પુ ઓડેદરાનું છે.
પ્ર – ફિલ્મની પબ્લીસીટી પર
નિર્માતાઓને શું ધ્યાન રાખવું જોઈએ ?
ઉ – ફિલ્મની રીલીઝ પહેલા જો
નિર્માતા પબ્લીસીટી નહિ કરે તો ફિલ્મને જ નુકસાન થશે. અમે છેલ્લા ઘણા સમયથી પબ્લીસીટી
પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કોઈપણ નાનો કે મોટો વેપારી પોતાની પ્રોડક્ટ વેચવા
આવતો હોય અને તેના વિશે લોકોને કહેશે નહિ તો તેની પ્રોડક્ટ વેચાશે નહિ અને તે
વેપારી કંઈ કમાશે પણ નહિ. એવું જ ફિલ્મ લાઈનનું પણ છે. જો ફિલ્મ નિર્માતા પોતાની
ફિલ્મનો યોગ્ય પ્રસાર પ્રચાર નહિ કરે તે લોકો સિનેમા સુધી ફિલ્મ જોવા પણ નહિ જાય.
પ્ર – ફિલ્મના દિગ્દર્શક
કલ્પ ત્રિવેદી સાથે કામ કરીને કેવું લાગ્યું ?
ઉ – કલ્પ ત્રિવેદી સાથે
અમારે ઘણા સમયથી ઓળખાણ હતી અને તે ઓળખાણ પણ અમારા કેમેરામેન ધર્મેશ ગોટીએ જ મારી
સાથે કરાવી હતી. અમારું આ ફિલ્મનું પેપરwark શરૂ હતું ત્યારથી હું કલ્પ ત્રિવેદીને
ઓળખું છું. ઉપરાંત તેઓ સારા ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર પણ છે એટલે ‘બેફામ’ ફિલ્મ પણ અમે
એમના પાસે જ કરાવી રહ્યા છીએ. અમુક નિર્ણયો જેવા કે એમને જ્યાં સારા મલ્ટીપ્લેક્ષ
થીયેટર્સ હોય ત્યાં રીલીઝ કરવી તથા પબ્લીસીટીમાં પણ તેઓ અગ્રેસર જ છે. હાલ પહેલું
વિક ગુજરાત અને મુંબઈમાં મળીને સાઈંઠ જેટલા મલ્ટીપ્લેક્ષમાં રોજના ૧૨૦ શો રજૂ થશે.
n ગજ્જર નીલેશ
0 comments:
Post a Comment