gujjuartist04.blogspot.com
પૂજા જોશીને લીફ્ટમાં
મળેલી ફિલ્મોમાં કામ કરવાની ગીફ્ટ
જો તમારા પરિવારમાંથી કોઈ ફિલ્મ સાથે
જોડાયેલું ના હોય તો તમારે આ લાઈનમાં આવવા મહેનત કરવી પડતી હોય છે અથવા જો તમારો
લૂક સારો હોય તો નસીબ સાથ આપે અને તમે હીરો અથવા હિરોઈન બની શકો. આવી જ રીતે પૂજા
જોશીના પિતા પણ ઇન્ડિયન એરફોર્સમાં ફાઈટર પાયલોટ હતા અને ભારતના જુદા જુદા
શહેરોમાં તેઓની બદલી થતી રહેતી. આમ પહેલા તો કોઈ એક શહેરમાં સ્થાયી થવું અશક્ય
હતું. પરંતુ થોડા ઘણા વર્ષો બાદ તેઓ મુંબઈમાં સ્થાયી થઇ શક્યા. તેઓ જે ફલેટમાં
રહેતા હતા ત્યાં એક પ્રોડ્યુસર પણ રહેતા હતા. જેમની પૂજા સાથે અચાનક મુલાકાત
લીફ્ટમાં થઇ ગઈ. લીફ્ટમાંથી જ પૂજાને ફિલ્મોમાં આવવાની લીફ્ટ મળવાની હતી.
પ્રોડ્યુસરે પોતાની એક સીરીયલમાં કામ કરવા જણાવ્યું. મીઠીબાઈ કોલેજમાં
બાયોટેકનોલોજીનું ભણતા ભણતા ક્યારેય એવું નહોતું વિચાર્યું કે સાથે સાથે અભિનય
લાઈન પણ જોડાશે. પૂજાએ ઘરે અભિનય કરવાની ઈચ્છા વ્યક્ત કરી. બાદ પૂજા તે સીરીયલના
ઓડીશન આપી આવી અને કોલ આવ્યો કે તમે સિલેક્ટ થયા છો અને એ પણ મેઈન લીડ રોલ માટે.
પરંતુ મુશ્કેલી એ હતી કે ત્યારે પૂજા કોલેજનું ત્રીજું વર્ષ પાર કરી રહી હતી. લીડ
રોલનું ૨૫ દિવસનું શીડ્યુલ પૂરું કરવું અશક્ય હતું એટલે મનેકમને પૂજા કામ ન કરી શકી.
છતાં સિલેકશન થતા પ્રોડ્યુસરે તે જ સીરીયલનું નાનું પાત્ર કરવા કહ્યું. જેમાં
પૂજાએ અભિનય કર્યો. ચેનલ વી પર આવતી ‘ધ બડી પ્રોજેક્ટ’ થી કામ શરૂ થયું. હજુ આગળ
કામ કરવાનું હતું અને સાથે જ ભણવાનું તો ખરું જ. ત્યારબાદ ગ્રેજ્યુએશન પૂરું
કર્યું અને નક્કી કર્યું કે હવે ફિલ્મોમાં જઈ શકે છે.
પૂજા જોશીનો અભિનય જોઇને સંજય ગોરડિયાના
પ્રોડક્શનમાંથી ઓફર આવી ‘આ ફેમિલી કોમેડી છે’ સીરીયલ માટે. ઉપરાંત કલર્સ ગુજરાતી
પર જ આવતી સીરીયલ ‘કુમકુમના પગલા પડ્યા’ માં કુમકુમના રોલમાં દર્શકો પૂજાને જોઈ
ચુક્યા છે. હાલ સ્ટાર ભારત પર આવતી હિન્દી સીરીયલ ‘કાલભૈરવ રહસ્ય’ માં પૂજા અભિનય
કરી રહી છે. જેનાથી પૂજાની એક પહેચાન બની અને પોતાના અભિનયથી દર્શકોને તો આંજી જ
દીધા સાથે ગુજરાતના નિર્માતાઓ અને દિગ્દર્શકોને પણ આંજી દીધા. પૂજાનો અભિનય જોઇને
જીગલી ખજુરવાળા તરુણ જાનીએ પોતાની આગામી ફિલ્મ ‘આવું જ રહેશે’ માટે પૂજાનો સંપર્ક
કર્યો.
પ્ર – ‘આવું જ રહેશે’
ના આપના પાત્ર વિશે ?
ઉ – ફિલ્મમાં મારા
પાત્રનું નામ નીલુ છે જે બેંગકોકમાં રહે છે પણ મૂળ ભારતીય ગુજરાતી જ છે. બહુ જ
બબલી કેરેક્ટર છે અને ઈમોશનલ પણ છે. આમ બેંગકોકમાં રહેતી હોવાથી મોડર્ન છે પણ સાથે
જ ઇન્ડિયન કલ્ચર પણ તેનામાં જોવા મળે છે. જે ગુજરાતી છોકરીઓને ગમે તેવું પાત્ર છે
જે ખૂબ જ ખુશમિજાજ રહે છે.
પ્ર – અભિનેતા સાથે
તમારી કેમેસ્ટ્રી કેવી રહી ?
ઉ – મારી સામે મેહુલ
કજારિયા છે. એમની સાથે કામ કરવાનો અનુભવ બહુ જ સારો રહ્યો. ઇવન આ ફિલ્મ માટે એમણે
જ ફિલ્મના નિર્માતાને મારી ભલામણ કરેલી. મારી અને મેહુલની મુલાકાત એક એવોર્ડ શો
દરમિયાન થયેલી. જેમાં હું એવોર્ડ હોસ્ટ કરી રહી હતી. અને જયારે એમને એવોર્ડ મળ્યો
ત્યારે એનાઉન્સ મેં જ કરેલું. ત્યારથી અમે સારા મિત્રો છીએ.
પ્ર – ફિલ્મમાં કામ
કરીને કેવું લાગ્યું ?
ઉ – ફિલ્મના નિર્માતાઓ
ભાવેશ શાહ અને તરુણ જાની સાથે અને દિગ્દર્શક નીતિન જાણી સાથે ફિલ્મમાં કામ કરવાનો
એક્સપિરીયન્સ મસ્ત હતો. પણ મારે એવો કોઈ અનુભવ નથી થયો જે મને ના ગમ્યો હોય. એકદમ
આરામથી સમજાવીને કામ લેતા હતા. મુંબઈમાં અભિનય કરવો અને ગુજરાતમાં અભિનય કરવો સાથે
દરેક કલાકારોનું નિર્માતાઓ સાથેનું વલણ બંનેમાં કોઈ વધુ અંતર નથી. કદાચ એમ કહીશ કે
બંને જગ્યાઓ પર કામ તો સરખું જ થતું હોય છે. બસ ફરક એ કે મુંબઈ સીરીયલ હોય છે અને
અહીં મેં ફિલ્મ કરી.
પ્ર – વુમન્સ ડે પર
આપનો સંદેશ ?
ઉ – ભારતની દરેક નારીને
મારા તરફથી વુમન્સ ડે ની ખૂન ખૂબ શુભકામનાઓ. ગુજરાતી ફિલ્મોમાં પણ હવે જો કોઈ એવા
નિર્માતા કે દિગ્દર્શક આવે જે મહિલાપ્રધાન સામાજિક ફિલ્મ બનાવે તો આપણી ફિલ્મોને
નારી પ્રત્યેનું ઋણ અદા કર્યા સમાન ગણાશે. અત્યારે નવા નવા વિષયો સાથે ફિલ્મો બને છે
તો કોઈ વીરાંગના પર પણ ફિલ્મ બનવી જોઈએ.
પ્ર – ભગવાન એક વરદાન
માંગવાનું કહે તો શું માગો ?
ઉ – તો હું માગું કે
મને જીંદગીમાં સારૂ કામ મળ્યા કરે. મારૂ જે લક્ષ્ય છે ત્યાં હું પહોચીને મારા
ફેમિલીને ખુશ રાખી શકું.
n ગજ્જર નીલેશ
0 comments:
Post a Comment