
ટેલીવિઝન ક્ષેત્રે અને એ પણ હિન્દી સીરીયલ્સ
પર જો ગુજરાતીઓનું જ એકચક્રી શાસન હોય અને જે સીરીયલ સંપૂર્ણપણે ગુજરાતી કલ્ચર પર
જ આધારિત હોય એવી સીરીયલ કઈ ? તો તરત યાદ આવે નિર્માતા આસિત મોદીની પારિવારિક
સીરીયલ ‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્માં’. જે સીરીયલે અનેક રેકોર્ડ બ્રેક કરી દીધા છે.
લોકોના દિલમાં પણ અને દિમાગમાં પણ. તેમાં આવતી વિવિધ વાર્તાઓ રસપ્રદ અને કોમિક
રીતે રજૂ થાય છે જેનું શ્રેય તેના દિગ્દર્શક હર્ષદ જોશીને જાય છે. તેઓ આ સીરીયલ
સાથે પહેલાથી જ જોડાયેલા છે. સ્વભાવ પણ સારો છે એટલે દિગ્દર્શન કબીલ એ દાદ કરી જાણે
છે. તેમની સાથે મુલાકાત થઇ તો તેમના વિષે વધુ જાણવાનો મોકો મળ્યો. આવો જાણીએ તેમના
અભિનય અને દિગ્દર્શનની કેરિયર વિષે. તેમની શરૂઆત તો નાટકોમાં બેકસ્ટેજથી લઇ તમામ
પાસાઓની જાણકારી ૧૦ વર્ષ સુધી કામ કરીને લીધી. ત્યારબાદ હિન્દી ફિલ્મોના ખ્યાતનામ
ગુજરાતી દિગ્દર્શક વિપુલ અમૃતલાલ શાહના આસીસ્ટન્ટ તરીકે થોડો સમય કામ કર્યું. એ
સાથે મૂળ મહુવાના વાતની અને બોલીવૂડ એક્ટ્રેસ આશા પારેખ સાથે પણ આસીસ્ટન્ટ તરીકે
તેમને પ્રથમ સીરીયલ ‘અખંડ સૌભાગ્યવતી’ કરવા મળી.
ઉ – આમ જોવા જઈએ તો અમારી
સીરીયલ અઠવાડિયામાં પાંચ વાર ટેલીકાસ્ટ થાય છે જેથી ફેમીલી માટે બહુ ઓછો સમય આપી
શકું છું જયારે કોઈ ફેમીલી ફંક્શન ચુકાઈ જાય ત્યારે ઘણું દુઃખ થાય છે પણ સાથે જ મારા
કામની દર્શકો દ્વારા પ્રશંસા થતા એ બધું ભુલાઈ જાય છે. મને ખુશી એ પણ છે કે આટલા
વરસથી સૌ સાથે કામ કરીએ છીએ એટલે એક પરિવાર જેવું લાગે છે. અહીં દરેક ધર્મના
તહેવાર ઉજવીએ છીએ, દરેક લોકોને પ્રેમ કરીએ છીએ. સાથે રહીએ, રમીએ, નાચીએ, ગાઈએ એટલે
કોઈ બીજો અફસોસ નથી રહી જતો.
ઉ – ગુજરાતી ફિલ્મોનો પહેલા
કપરો સમય હતો કે જેમ મરાઠી ફિલ્મો કે અન્ય પ્રાદેશિક ભાષાની ફિલ્મો સારી બનીને અધધ
કમાણી કરી રહી છે તો તેવું ગુજરાતી ફિલ્મોમાં ક્યારે થશે. હવે ગુજરાતી ફિલ્મોનો
સારો દોર ચાલી રહ્યો છે. જેમ દક્ષિણની ફિલ્મો બંને છે એવી ગુજરાતી ફિલ્મો નવા નવા
ડિરેક્ટર્સ બનાવશે અને નવા નવા જે અભિનેતા અભિનેત્રીઓ આવી રહ્યા છે એટલે લોકોનો
પ્રતિસાદ મળી રહ્યો છે. હવે ગુજરાતી ફિલ્મો હિન્દી ફિલ્મોને ટક્કર આપે એવી બની રહી
છે. મારી પાસે બે ત્રણ સારા ગુજરાતી ફિલ્મો માટેના કોન્સેપ્ટ છે જેના પર હું ફોકસ
કરી રહ્યો છું. મારો પણ વિચાર છે કે એક સારી ગુજરાતી ફિલ્મ ડિરેક્ટ કરું. 
























