This is default featured slide 1 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

Saturday, 7 June 2025

Ali Dadan

http://www.gujaratifilm.co.in/

Ali Dadan

Actor


Deepak Antani

http://www.gujaratifilm.co.in/

અમારી પેઢીએ જે બાળપણ જોયું અને માણ્યું છે. એ સાથે આજની પેઢીને દૂર દૂર સુધી કોઈ જ લેવાદેવા નથી : દીપક અંતાણી

૨૦૦૪માં “સરદાર પટેલ” નાટક લખીને તેમાં ગાંધીજીનો રોલ ભજવીને લોકોના દિલ પર અને પરદા પર ગાંધીજીને જીવંત બનાવનાર, ૨૦૧૫ માં રાષ્ટ્રપતિ ભવનમાં થયેલા “વોક વિથ ગાંધી” નામના વર્ચ્યુઅલ પ્રોગ્રામને સફળ બનાવવા અમદાવાદના ધીરેનભાઈ દેસાઈ દ્વારા કરેલા પ્રયત્નમાં આજે પણ તમને જોવા મળે કે બાપુ તરીકે દીપક અંતાણી આપની સાથે ચાલી રહ્યા છે. એ સિવાય ઘણી જગ્યાએ બાપુનું પાત્ર ભજવતા ભજવતા આજે ગાંધીજીનો પર્યાય બની ચુકેલા દીપક અંતાણી સાથે થયેલી વાતચીત તેમના જ શબ્દોમાં. 

પ્ર - સર આપના વિશે થોડી માહિતી વાચકોને આપશો ?

ઉ - ડિપ્લોમાં એન્જીનીયરીંગ કરીને બરોડાની આઈ.પી.સી.એલ. જેવી કંપનીમાં જોબ મેળવી. પરફોર્મિંગ આર્ટસમાં ડીગ્રી કોર્સ કર્યો. જેના આધારે દુરદર્શન જેવા મોટા મંચ પર કામ મેળવ્યું. ૧૯૮૯ થી ૨૦૦૧ સુધી પ્રોડક્શન આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ ઈ ટીવી ગુજરાતીમાં પ્રોડ્યુસર પ્રોગ્રામ હેડ તરીકે ખુબ મોટી જવાબદારી નિભાવી. બે વરસ સુધી કામ કરીને ત્યારબાદ સ્વતંત્ર કામ શરુ કર્યું. ઘણી બધી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ, એડ ફિલ્મ, નાટકો કરીને ફિલ્મો તરફ પ્રયાણ કર્યું. ચાર ફિલ્મો બનાવી જેને ગુજરાત સરકાર તરફથી ઘણા એવોર્ડ પણ એનાયત થયા. હવે આ પાંચમી ફિલ્મ બનાવી રહ્યો છું. જેનું નામ  છે "ગોતી લો".

પ્ર - ગાંધીજીના પાત્રમાં કેદ થઇ જવાનો આપને ડર ના લાગ્યો ?

ઉ - "યુગ પુરુષ" નાટકના લગભગ સાત અલગ અલગ ભાષાની ટીમે ૧૦૦૦ શો આખી દુનિયામાં કર્યા અને અમારી ટીમે લગભગ ૨૭૦ જેટલા શો કર્યા. છેલ્લે રાજકુમાર સંતોષીની ફિલ્મ "ગાંધી ગોડસે યુદ્ધ" માં પણ લીડમાં ગાંધીજીનું પાત્ર ભજવ્યું. અત્યારે ઘણી જગ્યાએ લોકો ગાંધીજીના નામથી જ ઓળખે છે અને લિમ્કા બૂક અને ઇન્ડિયાના રેકોર્ડમાં ગાંધીજીના સૌથી વધુ પરફોર્મન્સ માટેનો રેકોર્ડ મારા નામે છે. તો આ એક અચીવમેંટ છે. ક્યારેક ડર રહ્યો પણ એ સિવાયના ઘણા પાત્રોએ પણ લોકોના મનમાં અલગ છાપ ઉભી કરવામાં સફળતા મેળવી છે.

પ્ર - "ગોતી લો" ફિલ્મનું નામ આ જ રાખવા પાછળ કોઈ ખાસ કારણ

ઉ - હા આ આપણા ગુજરાતીઓ માટે એક ખાસ શબ્દ છે. માણસ સતત કોઈને કોઈ વસ્તુ કે વ્યક્તિની શોધમાં રહ્યો છે. ક્યારેક પોતાની સગવડતા માટે કાં તો ક્યારેક લાગણી કે સંવેદના ખાતર કોઈને કોઈ પાત્ર કે મિત્રની શોધમાં માણસ સતત ભટકતો રહ્યો છે. અને અત્યારના આધુનિક યુગમાં માણસ યંત્રની જેમ ભાગતો રહે છે. એ ભાગદોડમાં તેને જે શાંતિની જરૂર હોય છે. એ શાંતિ ક્યાં મળે એ શોધવાની વાત આ ફિલ્મમાં કરવામાં આવી છે. તો આ એક નામ માત્ર નહીં પણ એક ખાસ શબ્દ છે.

પ્ર - “ગોતી લો” ફિલ્મની કોઈ ખાસ વાત જણાવશો ?

ઉ - આ ફિલ્મમાં કોઈ પણ જાતની પ્રેમ કહાની નથી. કોઈ વિલન નથી  કોઈ લડાઈ ઝઘડો નથી. કોઈ પણ પ્રકારનું પહેલાની ફિલ્મોમાં જોયેલું અવાસ્તવિક આ ફિલ્મમાં તમને નહિ જોવા મળે. જયારે અત્યારે નાના મોટા સૌ ટેકનોલોજી અને સ્ક્રીનના ગુલામ થઇ ગયા છે. અમારી પેઢીએ જે બાળપણ જોયું અને માણ્યું છે. એ સાથે આજની પેઢીને દુર દુર સુધી કોઈ જ લેવા દેવા નથી. એ સમય અત્યારની પેઢીના બાળકોથી છીનવાઈ ગયો છે. એ તોફાન મસ્તી આજની પેઢીમાં નથી. એ તેમને પાછુ અપાવવા માટે થોડો પ્રયત્ન આ ફિલ્મ દ્વારા કરવામાં આવ્યો છે. મારા મિત્ર છે ગૌરાંગ ભાવસાર જે અત્યારે અમેરિકામાં છે. તેમણે તેમના પૌત્રોનું બાળપણ જોઇને આ વાર્તા મગજમાં આવી. અને આ વાર્તા તેમણે અશોક ઉપાધ્યાય પાસે આ ફિલ્મ લખાવી. અને મનોજ જોશી આ ફિલ્મનું મુખ્ય પાત્ર ભજવી રહ્યા છે. માનવ રાવ ખુબ જ ટેલેન્ટેડ યુવક છે જે આ ફિલ્મમાં ખુબ સુંદર પાત્ર ભજવી રહ્યો છે અને આ ફિલ્મમાં મારું નિર્દેશન આપ માણી શકશો.

પ્ર - હીરો હિરોઈન અને તામજામ વગરની આ ફિલ્મનું નિર્દેશન આપને કેવું લાગ્યું ?

ઉ - આ ફિલ્મની વાર્તા ખુબ જ સીધી અને સરળ છે. જેને મેં ક્યાય અપ્રાકૃતિક લાગે એ રીતે અંકિત કરવાનો પ્રયાસ નથી કર્યો. સહેજ પણ સજાવટ વગરનું સાદું નિર્દેશન અને કેમેરા એન્ગલ આ ફિલ્મમાં રાખેલો છે. સાબરકાંઠાના સુંદર મજાના લોકેશન પર આ ફિલ્મ બની છે. જેનો પહેલીવાર જ ફિલ્મોમાં આ રીતે ઉપયોગ થયો છે. ઉમાશંકર જોશી જે ગામમાં જન્મ્યા હતા એ ગામમાં આ ફિલ્મનું શુટિંગ થયું છે. એવા ઘણા બધા આકર્ષણો આ ફિલ્મમાં આપને જોવા મળશે.

લક્ષ્મી ડાભી દ્વારા લેવાયેલ ઈન્ટરવ્યુ

Makrand Shukal

http://www.gujaratifilm.co.in/
બાળકલાકાર આ શબ્દ સાંભળતા જ જે ચહેરો આંખો સમક્ષ આવે એ નામ એટલે મકરંદ શુકલ

મારા માતા મારા ગુરુ છે. તેમને જોઇને જ હું અભિનય શીખ્યો.અને અરુણા ઈરાની જી મારા ગોડ મધર છે.

શું તમે કોઈ બાળકલાકારને ઓળખો છો ? અચ્છા કોઈ જૂની ફિલ્મોના બાળકલાકારને ઓળખો છો ? ચાલો આપણે એક રમત રમીએ. આગળ વાચતા પહેલા આંખો બંધ કરીએ અને બહુ જ જૂની ફિલ્મોના એક બાળકલાકાર ને યાદ કરીએ. ... આવ્યું યાદ ??? હે ..ને ... હા તો એ જે માસુમ ભૂરી આંખો વાળો ભૂરા વાળ વાળો શરારતી તોફાની અને હા તમને પેલું ગીત તો યાદ જ હશે ને અરુણા ઈરાની અને કિરણ કુમારની એક ફિલ્મ જેનું ગીત છે. "ભગવાન તારે તો જશોદા માં છે, તોય મારી માં ને કેમ તું લઇ ગયો ? જો યાદ આવ્યું ને ? હા તો એ ભગવાનને ફરિયાદ કરી કરીને આપણને રડાવનાર એ નાનકો બાળક એટલે જ આપણા મકરંદ શુકલ. જે પહેલા માસ્ટર મકરંદના નામથી ઓળખાતા. ચાલો વાત કરીએ આજે એવા જ રસપ્રદ માણસ મકરંદ શુકલ સાથે. તેમની સાથે વાત કરવાનો એક અલગ જ અનુભવ રહ્યો. ખરેખર એવી ક્યારેય કલ્પના નહતી કે આમ અચાનક તેમની સાથે વાત કરવાનો મોકો મળશે અને મને પણ એક મોટી સરપ્રાઈઝ મળશે. પહેલા તો તેમનો અવાજ સાંભળીને મારે શું બોલવું તે સમજાયું નહિ, જાણે શબ્દો સંતાકુકડી રમવા લાગ્યા. પરંતુ તેઓ ખુબ જ મજાના માણસ છે. આ ઈન્ટરવ્યું ખરેખર તો તેમણે પોતે જ મારા માટે સરળ બનાવી દીધો. આ માટે મકરંદ શુકલનો દિલથી ખુબ ખુબ આભાર. ચાલો જાણીએ તેમના અને સાથે આપણા પણ જીવનની અવનવી ખાટી મીઠી અને યાદગાર પળો. આ વાંચીને લગભગ બધાને જ પોતાનું બાળપણ યાદ આવી જ જશે.

પ્ર - સર અભિનય તમારું પેશન છે. એવું તમે ક્યારે નક્કી કર્યું

ઉ - મારા માતા અને પિતા બંને લગભગ પચાસ કરતા વધારે વર્ષોથી ગુજરાતના થીયેટર, સિનેમા, ટીવી અને રેડીઓ ચારેય ક્ષેત્ર સાથે જોડાયેલા બહુજ નામાંકિત કલાકારો છે. તેમનું નામ ખુબ જ આદરપૂર્વક ફિલ્મ જગતમાં સાંભળવા મળશે તમને. તેઓ ખુબ જ લોકપ્રિય રહ્યા છે. મારા માતા મારા ગુરુ છે. જેમનું નામ છે અન્નપુર્ણ શુક્લ અને મારા પિતા હર્ષદ શુક્લ. મારા માતા હજુ પણ સિનેમામાં ખુબજ સક્રિય રીતે યોગદાન આપી રહ્યા છે. આજથી ૪૫ વર્ષ પહેલા લગભગ ત્રણેક વર્ષની ઉમરે હું મારા માતા પિતા સાથે ઘણીવાર સેટ પર જતો ત્યારે અરુણા ઈરાનીએ મારા પેરેન્ટ્સને કહ્યું કે આ છોકરો કઈક કરે એવો છે અને ત્યારે તેમની જ સાથે મારી પહેલી ફિલ્મ આવી "માં વિના સુનો સંસાર". મેહુલકુમાર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ એ સમયે ખુબ જ લોકપ્રિય રહી. માત્ર ત્રણ વરસની ઉમરે જ હું ખુબ જ ફેમસ થઇ ગયો. ત્યારબાદ એ સમયની અરુણા ઈરાની અને કિરણ કુમારની લગભગ બધી ફિલ્મોમાં એમના બાળક તરીકે મેં કામ કર્યું. "પુજાના ફૂલ", "રામ રાખે તેને કોણ ચાખે", "જમના બની જગદંબા" જેવી અઢળક સુપરહિટ ફિલ્મોનો હું એક નાનકડો ભાગ રહ્યો છું. તો ત્રણેક વરસની ઉંમરે તો એવું વિચારવાની ક્ષમતા જ નહતી કે મારું પેશન શું છે ? બસ અરુણા ઈરાનીએ કહ્યું અને મેં કર્યું. ત્યારબાદ અરુણા ઈરાનીએ જ "માં વિના સુનો સંસાર" પ્રોડ્યુસ કરીને હિન્દીમાં શબાના આઝમી અને નવીન નિશ્ચલ સાથે બનાવી "અનોખા બંધન" અને એમાં પણ શબાના આઝમીના દીકરા તરીકે મેં જ કામ કર્યું અને એ મારી પહેલી હિન્દી ફિલ્મ. બાળપણમાં ઘણી હિન્દી ગુજરાતી ફિલ્મો કર્યા બાદ ૧૯૮૦ના દાયકામાં માધુરી દિક્ષિતની પહેલી ફિલ્મ અબોધ, મિથુન ચક્રવર્તી સાથે પરિવાર, ગુનાહો કા દેવતા, શબના આઝમી સાથે ભાવના, સ્મિતા પાટીલ સાથે "રાહી", "મેરા ઘર મેરે બચ્ચે", અમિતાભ બચ્ચન સાથે "તુફાન", "ગંગા જમના સરસ્વતી" જેવી યાદગાર ફિલ્મો કરી. એ સિવાય જે ફિલ્મે મને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અવોર્ડ અપાવ્યો એ મારા જીવનની ટર્નીંગ પોઈન્ટ ફિલ્મ છે "કાશ". જે જેકી શ્રોફ અને ડીમ્પલ કાપડિયા સાથે કરી. અઢળક ફિલ્મો બાદ પંદર વરસની ઉમરે ભણવામાં ધ્યાન આપવાના કારણે મેં થોડો સમય બ્રેક લીધો અને હું અમદાવાદ પાછો આવી ગયો. અને અભિનય અને પરફોર્મિંગ આર્ટની થીયરી શીખવા માટે મેં ક્લાસિકલ નૃત્ય ભરતનાટ્યમગુરુ ડૉ. ઉમા અનંતાણી પાસે મુંબઈ યુનીવર્સીટીમાંથી નાલંદા ડાન્સ રીસર્ચ સેન્ટરમાં કર્યું.

પ્ર - અભિનય સિવાય કયા કયા ક્ષેત્ર સાથે આપ જોડાયેલા છો ?

ઉ - અભિનય સિવાય હું કોર્પોરેટ સેક્ટર સાથે જોડાયો. રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ સાથે જોડાઈને બીગ એફ.એમ. 92.7FM  શરુ કર્યું ૨૦૦૫માં જેમાં હું સેલીબ્રીટી આર.જે. હતો. એ દરમિયાન વાઈબ્રન્ટ ગુજરાતના મોટાભાગના સંસ્કૃતિક કાર્યક્રમો માટે શો ડિરેક્ટર તરીકે આમંત્રણ મળ્યું. ૨૦૧૨ સુધી ગુજરાતના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સક્રિય રહીને કામ કર્યું. એ દરમિયાન ગુજરાત સરકારે વિદેશ મંત્રાલયની સંસ્થા (ICCR  ઇન્ડિયન કાઉન્સિલ ઓફ કલ્ચરલ રીલેશન) નામની સંસ્થાનો ગુજરાતની ઓફીસના પ્રથમ રીજનલ ઓફિસર તરીકે ગુજરાત સરકાર દ્વારા નિમણુક પામ્યો અને ત્યારથી વિદેશી વિદ્યાર્થીઓને સ્કૉલરશિપ પર ગુજરાતમા આવવા માટે દરવાજા ખોલ્યા. ત્યારબાદ ભારતીય સિનેમાના સો વરસ પૂર્ણ થયા ત્યારે બોલીવુડના જાણીતા અભિનેતા આર. માધવન સાથે રશિયા જવાનું થયું. જ્યાં મેં અને માધવને ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને ૨૦૧૫માં સરકાર તરફથી પોલિટિકલી એપોઇન્ટેડ ડિપ્લોમેટ તરીકે ઈન્ડોનેશિયામાં ભારતીય એમ્બેસી ખાતે કલ્ચરલ ડિરેક્ટર તરીકે સેવા આપી. ત્યાં ઘણા વર્ષો કામ કર્યું. ઇન્ડોનેશિયામાં શાહરૂખ ખાન બધાના ક્રશ છે. "કુછ કુછ હોતા હૈ" સોંગ તો ત્યાના રાષ્ટ્રગીત જેટલું જ લોકપ્રિય છે અને આપણી ઘણી સીરીયલો પણ ત્યાની ભાષામાં ડબ થઈને જોવાય છે.

પ્ર - હવે આપ કયા સ્વરૂપે ઇન્ડસ્ટ્રીઝમાં પુનરાગમન કરી રહ્યા છો ?

ઉ - આમ તો હું ઘણા વર્ષો વિદેશમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતો રહ્યો. અત્યારે પણ હું ભારત સરકારના સાંસ્કૃતિક સૈનિક તરીકે એટલી જ ઘનિષ્ઠતાથી જોડાયેલો છું. પણ હવે મારે મારું ગમતું કામ જે અભિનય અને દિગ્દર્શન છે એ કરવું છે. તો હમણાં બે વર્ષ પહેલા જ હુ ભારત પરત આવ્યો અને મેં ગયા વર્ષે ઘણી ફિલ્મો કરી જે આ વર્ષે રીલીઝ થવા જઈ રહી છે. તેમાંની એક "કારખાનું" માં મારું પાત્ર ગુજરાતી દર્શકોને ખુબ જ ગમ્યું. એ સિવાય ઘણી ફિલ્મો આ વર્ષે આવશે. જેમાંથી એક છે "ગોતી લો" જે જોવાની તમને ખુબ જ મજા આવશે.

પ્ર – “ગોતી લો” આ ફિલ્મમાં આપે કયા પ્રકારનું પાત્ર સ્વીકાર્યું છે ?

ઉ - આ ફિલ્મમાં મેં પદ્મશ્રી મનોજ જોશીના મોટા દીકરાનુ પાત્ર ભજવ્યું છે. જેમાં આજની પેઢીને ખુબ જ લગતી વળગતી વાત છે કે આપણે જાણતા અજાણતા શું અને કેટલું ભુલાવી દઈએ છીએ. આજ વાતને મારા પાત્રમાં દિગ્દર્શક દીપક અંતાણીએ ખુબ સુંદર રીતે વણી લીધી છે. જેમાં તમને ક્યાંક ને ક્યાંક આજના દરેક શહેરી પુરુષના દર્શન થશે. આ ફિલ્મ ક્યાંક પોતાની જાતને ગોતવાની ઘટના અને કલ્પના છે.

પ્ર - આ વાર્તાનો હિસ્સો બનવા માટે કઈ બાબત આપને પ્રેરણારૂપ રહી ?

ઉ - જી હા ત્રણ મુખ્ય એવી બાબતો છે જેણે મને આ પાત્ર ભજવવા માટે ખુબ જ આકર્ષિત કર્યો. જેમાંની એક બાબત છે આ ફિલ્મની વાર્તા. જે સમાજના એવા પાત્ર તરીકે પોતાની જાતને પ્રસ્તુત કરવાનો મોકો આપે છે જેમાં દરેક વ્યક્તિ પોતાની જાતને શોધી શકે. બીજું એક કારણ છે ફિલ્મના દિગ્દર્શક મારા વડીલમિત્ર એવા દીપક અંતાણી. તેમને મારા માતા પિતા સાથે પણ ઘણું જ કામ કર્યું છે. દીપકભાઈ એવા વ્યક્તિ છે કે જેને તમે અજાતશત્રુ કહી શકો. જેને ફિલ્મ જગતમાં બધા જ પ્રેમ્ કરે છે અને બધાના તે રોલ મોડેલ છે. ત્રીજું અને સૌથી મહત્વનું કારણ છે મનોજ જોશી. જે પોતે જ એક આખે આખી અભિનયની યુનીવર્સીટી છે. જેઓ પદ્મશ્રી એવોર્ડ વિજેતા છે. તેમની સાથે કામ કરવાનો મોકો કોણ છોડી શકે ? તેમણે મારા કામને હમેશા આદર આપ્યો છે.

પ્ર - બાળપણ યુવાની અને આ ચાલીસીના સમયે આપ ગુજરાતી અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને કઈ નજરથી જોઈ રહ્યા છો ?

ઉ - અત્યારે બંને ફિલ્મ ઇન્ડસ્ટ્રી પોતાના સૌથી સંવેદનશીલ સમયમાંથી પસાર થઇ રહી છે. થોડું વિસ્તારપૂર્વક કહું કે એક બે સુપરહિટ ફિલ્મો આવે અને તમે વિચારો કે હવે તો જોરદાર ચાલશે ત્યારે એ ફિલ્મો માત્ર ટેક ઓફ બની રહે છે. પણ ટેક ઓફ કર્યા પછી એક ધીમી અને મક્કમ ચાલે ચાલવું અને પોતાની ગતિ જાળવી રાખવી ખુબ જ જરૂરી હોય છે. અત્યારે જ્યારે દુનિયાભરની ભાષાની ફિલ્મો મોબાઈલ નામના જાદુઈ ચિરાગમાં હાથવગી છે ત્યારે એક ક્ષેત્રીય ભાષાની ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરીકે તમારે ટકી રહેવા માટે મજબુત કન્ટેન્ટ આપવું ખુબ જ જરૂરી થઇ જાય છે. એક ફિલ્મમેકર તરીકે તમે કોઈ બાબતને હળવાશથી ના લઇ શકો. રાજ્ય સરકાર સબસીડી આપીને પોતાની ફરજ નિભાવે છે. પણ આપણે હવે પછીના દસ વર્ષ ઘણી જ મહેનત કરવાની જરૂર છે. ઘણી વિદેશી ભાષાની વેબસીરીઝ ફોનમાં જોતા હોય એવા વ્યક્તિને હજાર રૂપિયા ખર્ચીને મલ્ટીપ્લેક્ષ સુધી લાવવા માટે ગુજરાતી ભાષાના કલાકારો, નિર્માતા, નિર્દેશકોએ સતત અને ખુબજ મહેનત કરવાની જરૂર છે.

જોકે, "ગોતી લો" જેવી આખા પરિવાર સાથે માણી શકાય તેવી ફિલ્મો જરૂર દર્શકોને ખૂબ ગમશે. કારણ કે એમાં બધી ઉંમરના દર્શકોને માટે ઘણું મનોરંજન છે. અમારી આ ફિલ્મ ૨૭ જૂનના રોજ ગુજરાતભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

લક્ષ્મી ડાભી દ્વારા લેવાયેલ ઈન્ટરવ્યુ

Friday, 6 June 2025

Homi Master

http://www.gujaratifilm.co.in/

Homi Master

Director - Actor


Producer 

3. Fankado Fituri (Also as an Actor) 


Dwarkadas Sampat

http://www.gujaratifilm.co.in/

Dwarkadas Sampat

Producer



facebook fan club

banner add

slider

This is chhello divas movie

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.
This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

This is default featured slide 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

This is default featured slide 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

This is default featured slide 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

Unordered List

ABCD

movie detail

Document