‘કમીટમેન્ટ’ ફાર્મા કરપ્શન
અને માર્કેટિંગ ઓક્યોઝીશનની સાથે કોમેડી ધમાલ – મનોજ પટેલ
ઉમંગ – ઉલ્લાસ અંધકારને દૂર કરી ઉજાસ
આપતું પર્વ દિપાવલી નવી આશા સાથે આવી ગયું છે. ફિલ્મ જગતને ચાર ચાંદ લગાડે અને સફળતાના
ઉજાસ ચોમેર આપશે તેવી ઈશ્વરને પ્રાર્થના કરીએ. છેલ્લા વર્ષમાં ન બનેલી ઘટના
ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં બની છે. આ વર્ષમાં અર્બન રૂપી ફિલ્મોની સફળતાએ ઝળહળાટ
જગાવ્યો છે અને તેના કારણે મોટી સંખ્યામાં ગુજરાતી ફિલ્મ બની છે. સાથો સાથ એક
સફળતાની પાછળ તેના જેવી ફિલ્મનો રાફડો ફાટ્યો. જો કે ઘણા ટેલેન્ટેડ લોકોએ નવા
પ્રયાસો કર્યા અને તેમાં સફળતાની સાથે વાદવિવાદ મેળવી છે. એકની એક ઘરેડની હટકે
નિર્માતા મનોજ પટેલની ‘કમીટમેન્ટ’ ફિલ્મ દિપાવલી પર્વ પછી રીલીઝ થશે અને એક નવો
અધ્યાય આલેખશે ટે વાત ચોક્કસ છે. કારણ કે આ ફિલ્મ સમાજને એક સુંદર સંદેશ સાથે
લોકોને ભરપુર મનોરંજન આપશે તેવું લગ રહ્યું છે.
‘કમીટમેન્ટ’ ફિલ્મ વિષે પૂછતા મનોજ પટેલે
કહ્યું કે આ ફિલ્મનો વિષય અત્યાર સુધીની ગુજરાતી ફિલ્મમાં ક્યારેય જોવા મળ્યો નહિ
હોય. ફાર્મા કરપ્શન અને માર્કેટિંગ ઓક્યોઝીશન પર આ ફિલ્મ છે જેમાં સમાજને સંદેશની
સાથે કોમેડીનો ફૂલ મસાલો છે. ફિલ્મમાં નેગેટીવ અને પોઝીટીવ બંને પાત્રો છે. સારા
ડોક્ટર કે સારી ફાર્મા કંપની સાથે ખરાબ પણ છે. અને આ વાતને અમે ફિલ્મ દ્વારા લોકોને
ઉજાગર કરવાનો મનોરંજન રૂપે પ્રયાસ કર્યો છે. ફિલ્મની કથા કાલ્પનિક છે. મેં મેડીકલ
રીપ્રેઝન્ટેટીવ ઓડીટર રૂપે કાર્યરત હતો. આ ક્ષેત્રમાં મને જાણવા અને જોવા મળ્યું. વર્ષ
૨૦૦૯ થી મેં સ્ક્રીપ્ટ લખવાની શરૂઆત કરી અને વર્ષ ૨૦૧૩ હિન્દી મુવી માટે પૂર્ણ કરી
સબમિટ કરી. વર્ષ ૨૦૧૫ માં ગુજરાતીમાં કન્વર્ટ કરી. ‘કમીટમેન્ટ’ ફિલ્મ બનાવતી ઘોષણા
કરી. આ ફિલ્મને મરાઠી અને હિન્દીમાં પણ બનાવવાનો પ્લાન છે. ‘કમીટમેન્ટ’ માં કરપ્ટ
ડોક્ટર અને ફાર્મા કંપની દ્વારા લોકોને પડતી હાલાકીની સાથે ઈમાનદારી અને પોતાના
કાર્યને ઈમાનદારી પૂર્વક નિભાવતા લોકોની વાતને સરસ સંદેશ સાથે રજુ કરવામાં આવી છે.
સાથો સાથ એમ. આર. (મેડીકલ રીપ્રેઝન્ટેટીવ) ને પડતી હાલાકી અને વેધક પ્રશ્ને પણ
વાચા આપવામાં આવી છે.
ફિલ્મના સંગીત વિષે વધુ જણાવતા મનોજ પટેલે
કહ્યું કે ફિલ્મમાં ચાર ગીતો છે જે અત્યારે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે.
ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરાવ્યું છે અને લોકોનો પ્રતિસાદ મોટી સંખ્યામાં મળી રહ્યો
છે. ફિલ્મમાં ત્રણ ગીતો નીશીત મહેતા અને એક ગીતને ડો. રૂપેશ ઠાકરે સંગીત આપ્યું
છે.
‘કમીટમેન્ટ’ ફિલ્મમાં મનોજ પટેલ
નિર્માતાની સાથે કથા અને ક્રિએટીવ દિગ્દર્શનની જવાબદારી નિભાવી છે. ફિલ્મના
દિગ્દર્શક અતુલ પટેલ છે. જેમણે આ પહેલા ‘રઘુવંશી’ અને ‘હા હું દીકરીનો બાપ’ જેવી
સફળ ફિલ્મો આપી હતી. ફિલ્મમાં માનસ શાહની આ ડેબ્યુ ફિલ્મ છે પરંતુ ટે ટીવી જગતનો
લોકપ્રિય અદાકાર છે આ સિવાય વિવેક શાહ અને કાર્તિક રાષ્ટ્રપાલ પણ છે. ફિલ્મની
મુખ્ય અભિનેત્રી મૌલિકા પટેલ છે. જેમણે ‘દાવ થઇ ગયો યાર’ અને ‘ત્રણ ડોબા’ જેવી
સુપરહિટ ફિલ્મમાં પોતાના અભિનય અને રૂપના કામણથી દર્શકોને ઘાયલ કર્યા છે. ‘કમીટમેન્ટ’
૪ નવેમ્બરે રીલીઝ થશે. આ ફિલ્મનું ખાસ આકર્ષણ ભાવનગર છે. ફિલ્મનું મોટાભાગનું
શુટીંગ કલાનગરી એટલે કે ભાવનગર સુંદર લોકેશનમાં થયું છે.
સદેશી પ્રોડક્ટ્સ અપનાવો : માનસ શાહે હમારી
દેવરાની, ગુલાલ, મહાબલી હનુમાન જેવી ઘણી ધારાવાહિકોથી લોકપ્રિય બનેલ માનસ શાહ ‘કમીટમેન્ટ’
ફિલ્મથી ગુજરાતી ફિલ્મ જગતને ઝગમગાવશે. હમારી દેવરાની, ગુલાલ, અમિતાકા અમિત અને
મહાબલી હનુમાન (સોની ટીવી) જેવી ઘણી ધારાવાહિકમાં અભિનયના ઓજસ પાથરનાર અને ઘેર ઘેર
જાણીતા બનેલા અમદાવાદના માનસ શાહ ગુજરાતી ફિલ્મમાં આવે તો ગુજરાતી લોકોની છાતી
હરખથી ફુલાઈ જાય. અને આ વાત પણ ગર્વ લેવા જેવી છે કે ‘કમીટમેન્ટ’ ફિલ્મ ૪ નવેમ્બરે
રીલીઝ થશે જેનો હીરો માનસ શાહ છે.
‘કમીટમેન્ટ’ માં માનસ શાહ મેડીકલ
રેપ્રેઝન્ટેટીવ ઓફિસર રાજ મહેતાનું પાત્ર નિભાવી રહ્યા છે. જે ડીસીપ્લીન સાથે જુએ
છે. દ્રઢ નિશ્ચય અને અહિંસાનો સાથ લઇ એક ફ્રોડની સામે લડે છે અને વિજય મેળવે છે.
ખૂબ જ સુંદર અને સમાજને સંદેશ સાથે કોમેડી ફિલ્મ છે. તેમ માનસ શાહે એક વાતચીતમાં
જણાવ્યું છે.
દિપાવલી પર્વની સર્વોને શુભકામના. હું ફટાકડા
નથી ફોડતો. પરંતુ પરિવારજનોના આશીર્વાદ સાથે આ પરવાનો આનંદ માણું છું. વર્ષનો સૌથી
મોટો આ તહેવાર છે. ધ્વની અને વાયુ પ્રદુષણની સાથે પશુ – પક્ષીને ધ્યાને રાખી આ
પરવાનો આનંદ માણો. અને અત્યારે ચાઈનીઝ ફટાકડા પર પાબંધીને અપનાવી સ્વદેશીને અપનાવો
જેનાથી આપણા દેશના લોકોને વધુ રોજીરોટી મળી રહે.
n હર્ષદ કંડોલીયા
0 comments:
Post a Comment