માતા અભિનેત્રી હોવા છતાં કોઈ લાગવગ વગર ‘બબાલ’ માં રોલ મેળવ્યો
ખૂબ જ નવી સ્ટાઈલ સાથે અર્બન ગુજરાતી
મુવીમાં કામ કરવા નવા નવા કલાકારો આવી રહ્યા છે. દર બીજી કે ત્રીજી ફિલ્મે એક નવો ચેહરો
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ભેટ મળી રહ્યો છે. ગુજરાતી ફિલ્મો હવે ધીરે ધીરે બધાની
ઓળખ બની રહી છે. નવયુવાન નિર્માતાઓ, દિગ્દર્શકો અને કલાકારો પોતાની કલા બતાવી
રહ્યા છે. જેમાં પીકેપી પ્રોડક્શનના બેનરમાં નિર્માતા પાર્થ પ્રજાપતિની અને
દિગ્દર્શક સંકેત વાઝાની આવનારી ફિલ્મ ‘બબાલ’ શુટીંગ સમયથી જ વિવાદમાં રહી છે.
જેમાં શુટીંગ પરથી પરત ફરતા સમયે યુનિટની કારનો અકસ્માત થયો હતો અને અભિનેત્રીને
ઈજા થઇ હતી. પણ આપણે અભિનેતા વિષે વાત કરવી છે. ફિલ્મ ‘બબાલ’ માટે ગુજરાત અને
ગુજરાત બહારથી કલાકારોનું ઓડિશન દ્વારા સિલેક્શન કરવામાં આવ્યું છે. જેમાં ન્યુ ફ્રેશર
સરોશ મોદીને ઓડિશન થકી સાઈન કરવામાં આવ્યો. આ પહેલા સરોશ મોદીએ અભિનયનો અનુભવ
ક્યાંયથી મેળવ્યો નથી. ફિલ્મમાં મોસ્ટલી બધાના પાત્રો સમાંતર જ છે. બધા મિત્રો જ
છે જેમાં સરોશ મોદી સેમનું પાત્ર કરી રહ્યા છે. પાત્ર વિષે કહ્યું કે સેમ એક અમીર
પિતાનો દીકરો છે જેને પૈસેટકે કોઈ ટેન્શન નથી. પિતા અમેરિકા સ્થાયી થયેલા જયારે
સેમ પોતાના શહેરમાં જ રહી અને કોલેજમાં સ્ટડી કરે છે. જેમાં તેના ચાર મિત્રો
કોલેજમાં જ મિત્ર સેમની સાથે તેના ઘરે જ રહેતા હોય છે. કોલેજમાં જ એક નવી આવેલી
ગર્લ સાથે સેમને દોસ્તી થાય છે જે થોડા સમયમાં જ પ્રેમમાં પરિણમે છે.

પ્ર – પ્રથમ ફિલ્મથી અભિનયનો અનુભવ કેવો
રહ્યો ?
ઉ – પ્રથમ ફિલ્મનો અનુભવ ખૂબ જ સારો
રહ્યો. પહેલા શુટીંગના પાંચ સાત દિવસ કેમેરા ફેસ કરવામાં ડર લાગતો હતો પણ નિર્માતા
પાર્થ પ્રજાપતિ, દિગ્દર્શક સંકેત વાઝા તથા ડીઓપી પાસેથી મને પ્રોપર્લી માહિતી મળી અને
હું ખુશ હતો. મારા અભિનયમાં તેમણે વધુ સારો સહયોગ આપ્યો. મને લાગતું હતું કે ભૂલ
થશે તો સાંભળવું પડશે પણ મને શીખવા મળતું હતું. વધુમાં સંકેત સર પાસેથી મને ઘણું
શીખવા મળ્યું જે મને આગળ કામ લાગશે એવું મારૂ માનવું છે. એક તરફ પહેલી ફિલ્મ
મળવાની ખુશી હતી તો અમારી કો-સ્ટાર રિતિકા ઝીલ્કાજી સાથે જે ગંભીર અકસ્માત થયો
તેનું દુઃખ પણ છે. જે મને ક્યારેય નહિ ભુલાય. હું તે સમયે તેમની સાથે નહોતો પણ
જયારે સમાચાર મળ્યા એટલે તરત યુનિટના સભ્યો ત્યાં ગયેલા.
પ્ર – ઇન્ડસ્ટ્રીમાં આગમન કેવું રહ્યું ?
ઉ – મેં કોઈ દિવસ વિચાર્યું નહોતું કે હું
અભિનયમાં કેરિયર બનાવીશ પણ આ મારા મમ્મીનું સપનું હતું. મારા મમ્મી બીના મોદી ઘણા
વર્ષોથી ફિલ્મોમાં અભિનય કરે છે. એમણે લગભગ બાર જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો છે
અને તેઓ ઇચ્છતા હતા કે હું પણ આ ઇન્ડસ્ટ્રીમાં જ મારી કેરિયર બનવું. મારા મમ્મીને
હું મારા આઈડલ ગણું છું. એમની પાસેથી મને આ ક્ષેત્રનું સૌથી વધુ અને સૌથી સારૂ
જ્ઞાન મળ્યું છે. હું અભિનય તો કરીશ જ પણ હજી મારૂ ભણવાનું ચાલુ છે જે પૂરૂ કરીને
હું બિઝનેસમેન બનવા માગું છું. અત્યારે ફિલ્મોનું ભવિષ્ય ઘણું ઉજળું છે. એક પછી એક
સતત સતા સબ્જેક્ટવાળી ફિલ્મો બનવા લાગી છે. દરેક ફિલ્મોમાં પાત્ર વૈવિધ્ય આવ્યું
છે. જેમાં મને એમ લાગે કે આ રોલ ચેલેન્જિંગ છે તેવા રોલ મારે કરવા છે. મારે ધડાધડ
ફિલ્મો આપીને વેડફાઈ નથી જવું.
n ગજ્જર નીલેશ
0 comments:
Post a Comment