‘ધન્તીયા ઓપન’ ફિલ્મનો વિલન રાજવીર ભાટિયા બનશે દર્શકોનો હીરો
ગુજરાતમાં ગુજરાતી ફિલ્મો જોવાનો ક્રેઝ વધી રહ્યો
છે. દરેક ગુજરાતી ફિલ્મોમાં નવા નવા ચેહરાઓ હીરો ક્ર હિરોઈન તરીકે જોવા મળી રહ્યા
છે. હવે તો દર્શકો હીરો કે હિરોઈનના ગુજરાતી ડાયલોગ્ઝની કોપી મારીને પોતાના યાર
દોસ્તોમાં વટ પાડે છે. જેટલી પણ અર્બન ગુજરાતી ફિલ્મો આવી રહી છે તે કોઈને કોઈ
રીતે સારી જ બની રહી છે. વળી પાછુ દરેક ગુજરાતી ફિલ્મોના વિષયો નોખા નોખા જ હોય
છે. કોઈ ફિલ્મ તેના મેકિંગને લીધે સારી ચાલી જાય છે તો કોઈ ફિલ્મ કલાકારોના
અભિનયથી દર્શકોની તાળીઓ મેળવી જાય છે. વળી પાછું અમુક ફિલ્મો તેના સુમધુર ગીત
સંગીતથી સફળતા મેળવે છે. પહેલાના જમાનામાં લોકો હીરો ક્ર હિરોઈનને પોતાના આઈડલ
માનતા હતા. હવે તો ગુજરાતી ફિલ્મોના વિલનને પણ સ્ટાઈલીશ બતાવવામાં આવી રહ્યા છે.
વિલનને પોતાના આઈડલ માનનારા યુવકો હવે તેમની પણ નકલ કરવામાં પાછી પાની નથી કરતા.
પહેલાની ફિલ્મોમાં વિલન ફક્ત ગામલોકોની ગાળો ખાતો અને રસ્તાઓ પર ખંડણી ઉઘરાવતો જ
બતાવવામાં આવ્યો છે. પણ આજની ફિલ્મોનો વિલન હીરોથી કંઈ કમ નથી. હાલમાં અમદાવાદમાં
શુટ થઇ રહેલી ફિલ્મ ‘ધન્તીયા ઓપન’ નો આ વિલન રાજવીર ભાટિયા આ ફિલ્મથી ગુજરાતી
ફિલ્મોમાં એન્ટ્રી કરી રહ્યો છે. નરેશ કનોડીયા, માનવ ગોહિલ અને કિરણ કુમાર સાથે
તેઓ પણ ‘ધન્તીયા ઓપન’ માં વિલનની ભૂમિકામાં જોવા મળશે.
પોતાની કેરિયરની શરૂઆત તો રાજવીર ભાટીયાએ પંજાબી
ફિલ્મોથી કરી જ લીધી હતી. જેમાં ‘જટ્ટા દિ દીલાદારીયા’, ‘મુંડે કમાલ દે’ અને ઇક
વારી હાં કહદે’ છે. આ ત્રણેય પંજાબી ફિલ્મોમાં પણ તેઓ નકારાત્મક ભૂમિકાઓમાં જ જોવા
મળ્યા હતા. પંજાબી હોવા છતાં ઘણા વર્ષોથી અમદાવાદમાં જ રહેતો હોવાથી થોડું થોડું
ગુજરાતી તેઓ બોલી કે સમજી શકે છે. ‘ધન્તીયા ઓપન’ રાજવીરની પહેલી ગુજરાતી ફિલ્મ
હોવાથી અમુક સળંગ લાંબા લાંબા ડાયલોગ્ઝ બોલવામાં થોડી તકલીફ પડેલી પણ ફિલ્મના નિર્માતા,
દિગ્દર્શક અને કલાકારોના સપોર્ટથી તે કામ એટલું આસન બની રહ્યું કે પછી તેને ક્યાંય
મુશ્કેલી નથી પડી.
પ્ર – પ્રથમ ફિલ્મમાં મેગા સ્ટાર્સ સાથે કામ
કરીને કેવું લાગે છે ?
ઉ – હું પંજાબી ફિલ્મો કરતો હતો ત્યારે મેં
વિચારેલું કે હવે ગુજરાતી ફિલ્મો પણ સારી બનવા લાગી છે. હું રાહ જ જોતો હતો કે
ક્યારે કોઈ સારી ફિલ્મની ઓફર આવે. એવામાં એક ફિલ્મ ‘ધન્તીયા ઓપન’ ના ડિરેક્ટરનો
કોલ આવ્યો. હું મળવા ગયો અને મને તેમણે ત્યાં જ એક જ મીટીંગમાં વિલનના રોલ માટે
સૈન કરી લીધો. બાદમાં મને ખબર પડી કે આ ફિલ્મમાં ગુજરાતી ફિલ્મોના મહાનાયક નરેશ
કનોડીયા ગુજરાતી ફિલ્મોના અમિતાભ ગણાતા કિરણ કુમાર તથા માનવ ગોહિલ જેવા સ્ટાર
કલાકારોની ફૌજ છે.
પ્ર – ફિલ્મના નિર્માતા – દિગ્દાર્સક સાથે ?
ઉ – ફિલ્મના ડિરેક્ટર અજય પાનસેકર છે. જેણે અગાઉ
હિન્દી મુવી ‘એન્કાઉન્ટર’ બનાવી ચુક્યા છે અને નિર્માતા કૌશલ શાહ સાથે હાલ
ફિલ્મમાં કામ કરી રહ્યો છું. સેટ પર એકદમ મસ્ત અને ગમતીલું વાતાવરણ હોય છે. કામના
સમયે કામ પર જ ધ્યાન આપવામાં આવે છે. દિગ્દર્શક અજયજી પાસેથી મને ઘણું શીખવા મળી
રહ્યું છે. અને આમ પણ તેઓ બોલીવૂડ લેવલના ડિરેક્ટર છે એટલે એમનો અનુભવ છે. તે
ખરેખર દરેક નાના મોટા કલાકારો પાસે સારૂ કામ કઢાવી જાણે છે. નિર્માતાનો સ્વભાવ પણ
એકદમ મસ્ત છે. હું ખુશ છું કે એક સારા બેનરની પ્રથમ સુપર્બ ફિલ્મ મળી.
પ્ર – ગુજરાતી ફિલ્મોમાં કેવા પાત્રો ભજવશો ?
ઉ - મને ફિલ્મોમાં નેગેટીવ રોલ કરવા ગમે છે. કારણ
કે મારી સ્ટાઈલ અને મારો લુક એવો છે. તેવા રોલ જ મારે વધુ કરવા છે. હીરો બનવા માટે
ઘણા લોકો આવે છે પણ મને પહેલેથી જ વિલનના પાત્રો પસંદ હતા. હું આગળ પણ આવા દમદાર
વિલનના પાત્રમાં જ જોવા માલીશ.
n ગજ્જર નીલેશ
0 comments:
Post a Comment