'રામાયણ'ના વિભિષણનું સુસાઈડ:
ધડથી માથું હતું અલગ, દોઢ દિવસે મળી લાશ
ગુજરાતી નાટ્ય અને
ફિલ્મ એક્ટર તેમજ મૂળ ઈડરના રહેવાસી મુકેશ રાવલે મુંબઈમાં
66ની આત્મહત્યા કરી લીધી છે. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, તેઓએ
ટ્રેનમાંથી ઝંપલાવી આયખું ટૂંકાવી લીધું હતું. તેમની લાશ ધડથી માથું અલગ થયેલી હાલતમાં દોઢ દિવસે મળી આવી હતી. તેઓ રામાનંદ સાગરની 'રામાયણ' ટીવી
સિરિયલમાં વિભિષણની ભૂમિકાથી ઘેર-ઘેર જાણીતા થયા હતા.
કાંદીવલી રેલવે ટ્રેક
પાસેથી મળ્યો મૃતદેહ
દિવંગત મુકેશ રાવલના પત્ની સાથે
થયેલી વાતચીત મુજબ, તેઓ
બેંકમાં પૈસા ઉપાડવા
માટે કાંદીવલીથી ઘાટકોપર જતા હતાં.
તેમનો મૃતદેહ કાંદીવલી રેલવે ટ્રેક
પાસેથી મળી આવ્યો છે. એક ચર્ચા મુજબ, મુકેશ
રાવલનું ટ્રેનમાં પડી જવાથી
અવસાન થયું છે. જોકે તેમના પત્નીએ
આત્મહત્યાની વાતને નકારીને કહ્યું કે,
તેઓ ડાયલોગ ભુલી જતા હોવાથી ટેન્શનમાં
રહેતા હતા. પરંતુ આત્મહત્યા કરે એવું લાગતું
નથી.
છેલ્લા દોઢ દિવસથી
નહોતો પત્તો
તેમના ભાઈ વિજય રાવલે વાતચીત દરમિયાન જણાવ્યું
કે, તેઓ કાલે(15
નવેમ્બર) સવારે સાડા નવ વાગ્યે ઘરેથી
નીકળ્યા હતા. મુકેશ રાવલ ઘરેથી પૈસા ઉપાડવાનું કહીને નીકળ્યા હતા.
ત્યાર બાદ ત્યાંથી ઘાટકોપર
ડબિંગ કરવા માટે જવાના હતા. પરંતુ ૨૪ કલાક સુધી વીતી જવા છતાં
ઘરે પાછા આવ્યા નહોતા.
ફેમિલીએ પોલીસને ફોટો
બતાવતા મળી ભાળ
આથી પરિવારના લોકોએ કાંદીવલી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને ફોટો
બતાવ્યો. આ ફોટો જોયા બાદ પોલીસે ફેમિલીને મુકેશનો મૃતદેહ મળ્યો હોવાના
સમાચાર આપ્યા.
મોટરમેને જોયા
ટ્રેનમાંથી પડતા
મુકેશ રાવલ જે ટ્રેનમાં બેઠા હતા તેની
પાસેની ટ્રેનના મોટરમેનનું કહે છે
કે, તેણે
મુકેશ રાવલની બોડીને પડતાં જોઈ. આ ટ્રેનમાં ભીડ પણ નહોતી.
પરિવારે
કહ્યું-આત્મહત્યા નહીં પણ બીજી કોઈ અઘટિત ઘટનાની આશંકા
તેમના પરિવારે આશંકા વ્યક્ત કરતા કહ્યું કે, આત્મહત્યા
હોય તેમ લાગતું નથી, પણ
તેમની સાથે કંઈક અઘટિત ઘટના ઘટી છે.
આર્થિક સંકડામણનો પણ કોઈ સવાલ નહોતો. તેઓ
ઘરે આખા દિવસના કામની માહિતી આપીને નીકળ્યા હતા. સુસાઈડનું કોઈ કારણ નથી. તો બીજી તરફ પોલીસે હાલ મુકેશની દીકરીનું નિવેદન નોંધ્યું
છે.
૨૦૦૧માં દીકરાની પણ મળી હતી રેલવે ટ્રેક પરથી લાશ
યોગાનુયોગ વર્ષ ૨૦૦૧
માં મુકેશ રાવલના દીકરાની માટુંગા-માહિમ રેલવે
ટ્રેક પરથી લાશ મળી આવી હતી.
૧૬ નવેમ્બરની
રાત્રે થયા અંતિમ સંસ્કાર
કાલે(૧૫ નવેમ્બરે) પોલીસે એક્સિડેન્ટલ ડેથનો રિપોર્ટ નોંધ્યો હતો. ૧૬ નવેમ્બરના
રોજ તેમના પરિવારજનોએ ભગવતી
હોસ્પિટલ જઈને બોડી ક્લેમ કરી હતી. ત્યાર બાદ દહાણુ
કરવાડી ખાતે રાત્રે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
એક્ટિંગ કરિયરની શરૂઆત અને ખ્યાતિ
મુકેશ રાવલની એક્ટિંગ કરિયર અંગે વાત કરીએ તો
તેઓ કોલેજકાળથી જ નાટકો કરતા હતા. અભ્યાસ બાદ તેઓ મુંબઈમાં બેંકમાં નોકરી કરવા લાગ્યા અને આ
દરમિયાન જ તેમને રામાનંદ
સાગરની 'રામાયણ' સીરિયલમાં વિભિષણનો રોલ મળ્યો અને ત્યાર બાદ તેઓ ઘરે ઘરે જાણીતા બન્યા હતા. તેઓએ આજીવન એક્ટિંગ અને જોબ સાથે કરી
હતી.
બોલિવૂડ ફિલ્મ્સમાં કર્યું કામ
તેમણે 'સત્તા', 'ગોલમાલ', 'ઝિદ' અને 'મઝધાર' જેવી અનેક જાણીતી ફિલ્મ્સમાં કામ કર્યું હતું. આ સિવાય 'પારકીજણી', 'સાજનને સથવારે', 'કેવડાના ડંખ', 'અઢી અક્ષર
પ્રેમના', 'હળીમળીને રહીયે સાથે' અને 'સાથિયો ચાલ્યો ખોડલધામ' જેવી ગુજરાતી ફિલ્મ્સમાં પણ જોવા મળ્યા હતા.
ડ્રામા અને ટીવી શોમાં કર્યું કામ
તેમણે 'રામાયણ' સિવાય 'કોઈ અપના સા', 'હસરતેં' અને 'બીંડ બનુંગા ઔર ઘોડી ચડુંગા' જેવા અનેક ટીવી શો કર્યા હતા. જ્યારે અનંગ દેસાઈ સાથે 'કપટ', 'એક મુરખને એવી ટેવ', 'અમે તમે અને
રતનિયો', 'કમાલનું ધમાલ' જેવા ડ્રામામાં કામ કર્યું હતું.
કોણ છે ફેમિલીમાં
તેમની ફેમિલીમાં બે દીકરીઓ વિપ્રા અને આર્યા
છે. બન્ને દીકરીઓ પરણીને મુંબઈમાં ઠરીઠામ થઈ છે. જ્યારે દીકરાનું થોડા વર્ષ પહેલા અકસ્માતમાં
મોત થઈ ગયું છે.
0 comments:
Post a Comment